શરૂમાં આકર્ષણ થાય,
પછી એના દિદારની દીવાનગી આવે
હળવે હળવે મસ્તીનો પગપેસારો
પ્રત્યેક રક્તકણમાં થાય


અને પગની પાનીએથી નૃત્ય બહાર આવે
આંગળીના ટેરવેથી કાવ્ય,શિલ્પ કે ચિત્રનો
ઉઘાડ થાય,


હોઠ પર સ્મિતનો ડેરો જામે
નાભિ આસપાસ રાહતનો વિસ્તાર થાય
ગુમનામી ગમવા માંડે,
ફિરાક,ફકીરી ને એની આસપાસનું શબ્દજગત
રૂંવાટી પર ફરફરવા માંડે.
અશ્રુ ને પ્રેમ અહેતુક આવે.
થાય,


જીવનનો વ્યાપ વધી રહ્યો છે.
કોઈ હમસફર થઈ ગયું છે.
કોઈનું નૂર કવચ
અને સૂર પોતાનો સ્વર બની ગયો છે.
હું બહાર આવવાનું ટાળે
અને
તું જ સરેઆમ રહેવા માંડે.

શરણાગતિનો કૈફ અલગ જ હોય છે.

ગંગા કિનારે…. (મિત્ર અભિષેક અગ્રાવત લિખિત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *