🔷 15 વર્ષથી અને શિયાળાના 4 મહિના દર શનિ -રવિ શ્વાનો માટે શિરો , તો રખડતા ઢોર માટે લીલોચારો અને ચકલાઓ ને ચણ પીરસતા વિથોણના જીવદયા પ્રેમી..

યુવાસંઘ પશ્ચિમ કચ્છના રિજીયનના પ્રમુખ સેવક અને વિવિધ સંસ્થાઓમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિથી જાણીતા શાંતિલાલ ભાઈ નાયાણીએ જણાવ્યું હતું કે અહીંના સેવાભાવી મિત્રો દ્વારા છેલ્લા 15રેક વર્ષથી અને તેમાંય શિયાળાના 4 મહિના અમે દર શનિવારની સાંજે ખીચડી બનાવીએ અને રવિવારના રોજ ગામ વિથોણ મધ્યે શેરીએ – શેરીએ શ્વાનો માટે શિરો પીરસવાનું કાર્ય કરીએ છે..


તો બીજી બાજુ મકરસંક્રાંતિના રોજ ગામમાં રખડતા ઢોર માટે 45 મણ જેટલો લીલોચારો અને પક્ષીઓ માટે વગડાઓ માં ચણ વિથોણના 35 જેટલા જીવદયા પ્રેમીઓ દ્વારા નાખવામાં આવ્યું હતું તેની આછેરી ઝલક..


🔷 છેલ્લા 11 વર્ષથી ગામ આમારા મધ્યે….

લિજેશભાઈ સાંખલાના જણાવ્યા મુજબ દરેક જ્ઞાતિ સાથે મળીને મકરસંક્રાંતિના રોજ શ્વાનો માટે છેલ્લા 11એક વર્ષથી ગામ આમારા મધ્યે ખીચડીનું આયોજન કરીને ઠંડાગાર શિયાળામાં સેવાભાવીઓ દ્વારા શેરીએ – શેરીએ શ્વાનો માટે શિરો પીરસવામાં આવે છે..


આ સેવાકીય કાર્યમાં ભરતભાઈ ગોસ્વામી , ભવનભાઈ નાકરાણી , વાલજીભાઈ જાદવાણી , મોહનભાઈ નાકરાણી , શાંતિભાઈ ચવાણ , વસંત ભાઈ આહીર , પમેજીભાઈ રામાણી , લાલજીભાઈ રામાણી , કાન્તીભાઈ ચવાણ , મુબારક પ્રજાપતિ , લીજેશ સાખલા જોડાયા હતા તેની આછેરી ઝલક…

🔷 છેલ્લા 6એક વર્ષથી વિરાણી મોટી મધ્યે…

દર રવિવારના પરોઢિયે દાદા ધોરમનાથ – ધીર્ણોધર મધ્યે શીશ ઝુકાવતા નઝરે પડનારા નવીન બાથાણીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના એક દિવસ અગાઉ અમે લોકો છેલ્લા 6 એક વર્ષથી ગામની દરેક શેરીઓમાં શ્વાનો માટે તેમજ ગાયો માટે ખીચડી પીરસી રહ્યા છીએ..


જેમાં નવીનભાઈ બાથાણી , નિલેશભાઈ બાથાણી , મિતેશ બાથાણી ,જયેશભાઇ કાનાણી વગેરે સેવાભાવીઓ દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવે તેની આછેરી ઝલક..

🔷 ગાયો માટે મકરસંક્રાંતિના લીલોચારો મબલખ પડે પણ ગામના શ્વાનો ભૂખ્યા રહે તે કેવું..? મકરસંક્રાંતિના રોજ છેલ્લા ત્રણેક વર્ષથી દરેક શેરીમાં શ્વાન માટે શિરો પીરસતું અંગીયાનું સેવાભાવી મિત્રવર્તુળની આછેરી ઝલક..

અબોલાના બેલ્લી આજ બહુ ઓછા લોકો છે..! મકરસંક્રાંતિના રોજ ગવત્રીને દાનવીરો લીલોચારો ખવરાવે છે તે સારી બાબત છે..ગામડિયા ગામમાં રખડુ આંખલાઓનો ત્રાસ અતિશય છે ત્યારે શેરીઓમાં આવેલ ચાડીઓ સફાચટ કરી મૂકે છે. શ્વાનો ને બોલાવીને ખવરાવું પડે છે તેવી હાલત છે..! શિયાળાનો સમય છે, બહાર કોલવેવ ચાલી રહી છે ત્યારે ગ્લુડિયા થી લઈને કુતરાઓ માટે મકરસંક્રાંતિના સ્પેશિયલ ખીચડી રાંધીને આયોજનબંધ રીતે ખવરાવતું અંગીયાનું મિત્રવર્તુળ .


આજથી ત્રણેક વર્ષ પહેલાં સમાજના આગાશી પર આવેલ વિચારને અમલમાં મૂકીને સેવાકીય કાર્યમાં કાર્યરત એવા ભાઈ ઓમાં કેશરાકાકા કેશરાણી , મણિલાલભાઈ મેઘાણી, જીતેન્દ્ર કેશરાણી , ઘનશ્યામ શિવજીયાણી ,શાંતિલાલ ચોપરા ,હરસુખ કેશરાણી , હિતેશભાઈ મેઘાણી , વિનોદભાઈ કેશરાણી , સતિષભાઈ વાઘાણી , શરદભાઈ પોકાર , જશવંત રૈયાણી , પીયૂષભાઈ વાઘાણી , મયુરભાઈ ભગત , હિતેશભાઈ પારસિયા , મિતેશ સુથાર , રોહન કેશરાણી સતીશ પૂંજાણી , પ્રકાશ ભગત , અક્ષય ચોપરા , મીત પારસિયા પાર્થ પારસિયા , ભરત કેશરાણી વગેરેભાઈઓ આ આયોજનને સફળ બનાવી રહ્યા છે…

🔷 સમગ્ર કચ્છ ભરમાં મકરસંક્રાંતિના રોજ ગૌ – શાળા તેમજ ઢોરવાળાઓમાં લીલોચારો નાખતા દાતાશ્રીઓ..

ગૌ -શાળા અને મોટી સંખ્યામાં જ્યાં ઢોરો આવેલા છે તે રાતા તળાવ મધ્યે તેમજ કચ્છ ભરમાં વિવિધ ઢોરવાળાઓમાં લીલોચારો નાખવામાં આવ્યો હતો. તેમાં રાત તળાવ મધ્યે મોટી સંખ્યામાં પશુઓ આવેલા છે.અહીં આયોજન બંધ રીતે ગૌ – શાળા ચલાવામાં આવે છે. અને અહીં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન અને તેમાંય નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી નવીનભાઈ પોકાર મકરસંક્રાંતિ પતંગની પેચ લડાવવા કરતા મુંગા પશુઓ ને લીલોચારો નાખીએ તો અબોલાઓ રાજી થાય તે ઉમદા હેતુથી સહ પરિવાર સાથે લીલોચારો નાખ્યો હતો તેવું જણાવ્યું હતું..



જય હો*

ફોટો ક્લિક…
શરદ પોકાર , મિતેશ સુથાર..
લિજેશ સાંખલા , નવીન બાથાણી,
ધર્મેન્દ્ર નાયાણી

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *