🌳 દક્ષિણ ભારતમાં (સાઉથના શ્રવણ કુમારો..) તમારો સાથ અને સહકાર ને અમે જીવન ની અંતિમ ઘડી સુધી સદાય યાદ કરીશું….!! વડીલો નો રાજીપો આપ સર્વે ને અંતરમનથી આર્શિવાદ આપી રહ્યો છે..🌳
વડીલ વિમાન યાત્રા – 2 માટે વડીલો જેટલા આતુર છે, એ થી વધારે આતુર તો દક્ષિણ ભારત મધ્યેના વડીલો, યુવાનો અને કાર્યકરો પોતાના માદરે વતન ક્ચ્છથી પોતાના આંગણે પધારી રહ્યા છે. તેના ભાવભર્યા સ્વાગત માટે આતુર જોવા મળ્યા..!!
🛕 ખરેખર આટલી બધી ખુશી અને આનદ થશે એ અમે સપને પણ વિચાર્યું ન હતું..!! 15 દિવસના પ્રવાસમાં અમારી સાથે ટોટલ શ્રવણ કુમાર સહિત 48 વડીલો અને એમાંય એ મોટા માં મોટા 76 વર્ષના વડીલ અને ભગવાનની કેવી કૃપા કહેવાય કે પ્રવાસ દરમિયાન ટાંચણી જેટલી પણ કોઈ ને તકલીફ ન પડી, એ ચમત્કાર થી કમ નથી..!!
👉 15 દિવસના પ્રવાસ દરમિયાન યુવાસંઘ, સમાજ અને યુવક મંડળ, મહિલા મંડળના મદદરૂપ થયેલ સાઉથના શ્રવણ કુમાર સેવાભાવીઓ ની વિસ્તૃત અહેવાલ..
🌳 Day :- 1 (25/02/2024) 🌳
તારીખ 25/02/2024 ના બપોરબાદ ગામ નવી મંજલ ખાતે…
યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 નું ભવ્ય સ્વાગત કરીને આ યાત્રા સિધી રાત્રી ભોજન માટે ભચાઉ પોહચી હતી અને ત્યાં ઉત્સાહિત મંડળો માં ગુણાતીતપુર સમાજ , યુવક મંડળ તેમજ મહિલા મંડળ જાણે આતુરતા પૂર્વક પ્રતીક્ષા કરી રહ્યું હોય..!
🔴 ગુણાંતીતપુર યુવક મંડળ દ્રારા વડીલો માટે 56 ભોગ જેવુ જમણની વ્યવસ્થા…
ગૌ શાળા જેવી અને પંજાબી ટાઇપ ઠંડી અને ઘાટી છાશ જાણે તન ને તરોતાજા કરી મૂકે અને બાજરાનો રોટલો , રોટલી ,તંદુરી જાત – ભાતના શાખ ની તૈયારી. જે માંગો તે હાજરા હજૂર ને ઝડપી વ્યવસ્થાની ગોઠવણી યુવાસંઘ પૂર્વ કચ્છ રિજીયન ના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ભગત , યુવાસંઘ સેંટ્રલ ના અમારા સાથી મિત્ર હરેશભાઈ રૂડાણી અને જુસ્સેદાર ગુણાંતીતપુર લક્ષ્મીનારાયણ સમાજના હોદેદારો, પ્રમુખ વીરજીભાઈ રૂડાણી અને તેની ટીમ યુવક મંડળ પ્રમુખ મોહનભાઈ છાભૈયા IPP અરવિંદભાઈ રૂડાણી ઉપપ્રમુખ તુલસીભાઈ રૂડાણી જગદીશભાઈ રૂડાણી તેમજ તેમની ટીમ સાથે મહિલા મંડળ અને ઉદાર હ્રદયના રાજા , પાર્થ પોલીમર્શ ના ornar જગદીશભાઈ ભગત અને અમૃતભાઈ રવાણી તેમજ તેમની ટીમ દ્વારા ઉત્સાહિત ભોજન વ્યવસ્થા કરેલ તેની આછેરી ઝલક..
ગુણાંતીતપુર મહિલા મંડળની બહેનો દ્રારા સનાતની તિલક , રક્ષા કવચ અને ખેસ વડીલો ને અર્પણ કરેલ તેની આછેરી ઝલક..
🔴 હરેશભાઈ સેંઘાણી..
રાત્રીના 12.00 કલાક થી સતત કોન્ટેક્ટ અને એક માવીત્ર ની માવજત કોને કહેવાય તેનું ઉદાહરણરૂપ કાર્યના દર્શન અમને હરેશભાઈ સેંઘાણી – રાયણ (માંડવી) કરાવ્યા.. 48 વડીલો માટે ગરમા ગરમ પરોઠાં, અથાણાં, મરચા, ચટણી વગેરે તૈયાર કરી ને હાઇવે રાત્રીના 3.30 કલાકે પોતાના હાથે પીરસી ને એક સેવા નો સ્વાદ નો અનુભવ કરાવેલ.. પોતાના વતન ને તેમાંય મિત્રો યુવાસંઘના આ વડીલ વિમાન યાત્રા – 2 ને કોઈ અગવડ ન પડે તેની સગવડ હરેશભાઈ અને તેમના ફેમિલાના 12 મેમ્બરો એ રાત્રી ના પોતાના જાગરણ વચ્ચે આવકાર આપ્યો હતો…
🔴 Day – 2 (26/02/2024)
🔴 પોતિકાપણા ની મહેક દક્ષિણ ભારત પ્રવાસમાં…!!!
વ્યવસાયમાં ભારે વ્યસ્ત હોવા છતાં પોતાનો કીમતી સમય આપીને જ્યારે વતન ક્ચ્છ થી વડીલો પોતાના આંગણે આવતા હોય ત્યારે તેને મીઠડો આવકાર આપવા ચેન્નઇ ખાતે સમાજના પ્રમુખશ્રી ભીમજીભાઈ ભગત ,મંત્રીશ્રી નાનજીભાઈ જાદવાણી સાથે અન્ય કાર્યકર્તાઓ તેમજ યુવક મંડળના પ્રમુશ્રી જીતેન્દ્રભાઈ ચોપરા, મંત્રી ભગવાનદાસભાઈ સાથે પૂરી ટીમ અને મહિલા મંડળ તેમજ યુવાસંઘના *એવરગ્રીન કાર્યકર્તાઓમાં અમૃતભાઈ ભાવાણી,
હરિલાલ ચુનીલાલ મેઘાણી , માનવ મેઘાણી એ વડીલો ને બીચ પર ખો ખો રમત રમાડેલ તો નિલેશ પારસિયા , દિપક પારસિયા વગેરે મદદરૂપ થયેલ…
વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા અને બે દિવસ રાત્રી રોકાણ ચેન્નઇ પાટીદાર સમાજ મધ્યે રાખવામાં આવ્યું હતું અને સવાર , બપોર અને સાંજે ભોજન પીરસવા ને માટે ચેન્નઇ યુવક મંડળના ઉત્સાહિત ભાઈઓ આ વડીલોની સેવામાં તત્પર જોવા મળ્યા હતાં અને આ ભોજન ના દાતા તરીકે કચ્છમાં ગામ નાના અંગીયા અને હાલે ચેન્નઇ રહેતા ભામાશા પરિવારના દિલેરી દાતા એવા સ્વ. ચુનીલાલ દેવજીભાઈ મેઘાણી પરીવાર આ વડીલોને ભોજન કરાવીને અંતરના આશીર્વાદ મેળવ્યા હતા…
સ્વ. ચુનીલાલ દેવજીભાઈ મેઘાણીની શ્રદ્ધાંજલી જલક તેમના નિવાસ સ્થાને
Gurukrupa Wood – Gandhidham – Jignesh Keshrani 9624065081
🪧 ચેન્નઇ એરપોર્ટ મધ્યે…
અમદાવાદ થી સવારે 7.05 કલાકે જ્યારે ફ્લાઇટ સીધી ચેન્નઇ મધ્યે 9.05 કલાકે લેન્ડ થઈ ત્યારે સૌ પ્રથમ તાંબરન થી આ કમલેશભાઈ કાંતિલાલ જાદવાણી એ સર્વે વડીલો ને રીશિવ કરવા આવેલ..
આરામદાયક AC Volvo લક્ઝરીની વ્યવસ્થા અને તિરુપતિ બાલાજી મંદીર દર્શન નું આયોજન અમૃતભાઇ ભાવાણી એ કરેલ હતું સાથે ચેન્નઇ મધ્યે નાનજીભાઈ , જીતુભાઈ , હરીભાઈ , દીપકભાઈ મદદરૂપ થનાર સર્વે મિત્રો નો અંતકરણ પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ….
તિરુપતિ બાલાજી મંદિર મધ્યે દર્શન કરાવવા માટે આવેલ ગાઈડ – કાર્તિક
🔴 Day – 4 (28/02/2024)
કાંચીપુરમ ખાતે ઐતિહાસિક પૌરાણિક દક્ષિણ ભારતના શિલ્પ સ્થાપત્યની કલા- કૃતિ રૂપ દર્શન થયા.. વિશાળ કદ નું પ્રવેશ દ્વાર ખરેખર વડીલો ને મોહિત કર્યાં હતા..અહી વડીલોને કાંચીપુરમ ખાતે સુનીલભાઈ જાદવાણી, દિનેશભાઈ જાદવાણી અને વિજયભાઈ સાથે ચેન્નઇવાળા હરિલાલભાઈ મેઘાણીના કાંચીપૂરમ ફેકટરી ના મહેતાજી રવિભાઈ પણ ખૂબ મદદરૂપ થયા હતા તેની આછેરી ઝલક આપ સમક્ષ… ખૂબ ખૂબ ધન્યવાદ કાંચીપુરમનાં પાટીદાર ભાઈઓ નો…
રવિ અન્ના…
🪧 વેલુર
વેલુર ખાતે વડીલ વિમાન યાત્રા – 2 પધારેલ તે સમાચાર મળતા વડીલોની સેવાકાજે ભાવભર્યું સ્વાગતમાં સમાજના પ્રમુખશ્રી મેઘજીભાઈ જાદવાણી , કાંતિભાઈ સાંખલા , વીરજી જાદવાણી , ગગદાશ જાદવાણી, વિજયભાઈ જાદવાણી અને DBR રીજીયન ના સામજીક અને આધ્યાત્મિક કનવિંનર હોશિલા જીતુભાઈ સાંખલા અને મહિલા મંડળના પ્રમુખશ્રી હસાબેંન મેઘજીભાઈ જાદવાણી આવકારતા સાથે ત્યાંના ફરતે પાણીબંધ કિલ્લા વચ્ચે આવેલ જંખેડસ્વર મહાદેવ નું ઐતિહાસિક શિવ મંદીર અને મહા લક્ષ્મી 10,000 હજાર ટન સોનાથી મઢેલ ગોલ્ડન ટેમ્પલ દર્શન કરાવેલ ખૂબ ખૂબ આભાર Velur મધ્યે મદદરૂપ થનાર સર્વે વડીલો નો..
DBR રીજીયન ના સામજીક અને આધ્યાત્મિક કનવિંનર હોશિલા જીતુભાઈ સાંખલા
🔴 🪴 Day – 5 🪴 29/02/2024
🪧 તિરુંવનમલે – Tiruvannamalai (તમિલનાડું)
આ તિરુંવનમલેમાં માત્ર એક જ ગામ ઘડાણીનો પાટીદાર પરીવાર. 65 વર્ષના શાંતાબેન ચંદુલાલ લીંબાણી એ માજીની ભાવના બહુ ઉચી. આસપાસ અને અન્ય રાજ્ય માંથી આ મંદિરોની નગરી તિરુંવનમલે દર્શન માટે આવે ત્યારે ગાઈડ તરીકે શાંતાબહેન અને તેમના સુપુત્ર રવિભાઈ લીંબાણી જતા હોય છે. મહાદેવ મંદીર દેવ દર્શન અને વડીલો ની બપોરના ભોજન વ્યવસ્થા માટે રવિભાઈ લીંબાણી અને શાંતાબેન ચંદુલાલ લીંબાણી પરિવાર ખૂબ મદદરૂપ થયેલ , આ પરિવારો નો અંતકરણ પૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ…
🪧 કુંભકોણમ
વડીલો માટે અતિથી દેવો ભવ અને તેમાંય વિશાળ હ્રદયના મૂળ ગામ કોટડા (જ) અને હાલે કુંભકોણમ – તમિલનાડું રહેતા બાબુલાલ સેંઘાણી પરિવારે પોતાના ઘેર ટોટલ 48 વડીલો નું રાત્રી રોકાણ કરેલ.. આપણે 5 મહેમાન આવે ત્યાં મુંજાઈ ત્યાં તો આ 50 મહેમાનો ને પોતાના ઘેર આશરો આપ્યો સાથે ઉમરશીભાઈ , હરીભાઈ ત્યાં વિવિઘ પૌરાણીક મંદિરોના વડીલો ને દર્શન કરાવી ને *મનમોહી લીધા.* થાક કોને કહેવાય એ જાણે વડીલો ને ખબર નથી એવી ગજબ ની સ્ફૂર્તિ તેમના શરીરે જોવા મળી હતી…
પોતાનો કિંમતી સમય કાઢી ને આ વડીલોના ગાઈડ તરીકે બાબુલાલ સેંઘાણી સાથે ઉમરશીભાઈ અને હરિભાઈ તેમજ ત્યાં સ્થાનીક રહેતા આપણાં પાટીદાર ભાઈઓ ખૂબ જ મદદરૃપ થયા હતા..
🔴 Day – 6 (01/03/2024)
🪧 તંજાવુર
ખરેખર અલગ મુલ્ક માં પોતાની આગવી છાપ છોડી છે.* તુંજાવર મંદીર માં જ્યાં દરરોજ લાખો લોકોની ભીડ હોય અને તેમાંય 2 થી 3 કલાક તો સહેજે દર્શન માટે લાગે. *એ ભીડભાડવાળા મંદીરે તમને માત્ર 5 મીનીટની અંદર અને તેમાંય શિવલિંગ નજદીક VIP લોકોની જેમ દર્શન કરાવવા એટલે..??* દૃશ્ય જોઈને દિલ ખુશ થઈ ગયેલ, ખરેખર તુંજાવરના ઈશ્વરભાઈ અને કાંતિભાઈ , રમેશભાઈ , મોહનભાઇને જેટલા ધન્યવાદ
🪧 ત્રીચનાપલ્લી…
શ્રી રંગમ મંદિર દર્શન બાદ વડીલો એ ભારતમાં જ્યાં જ્યાં પાટીદારો વસે છે , અને ત્યાં પાટીદારોની સમાજવાડી છે. તેમાં સૌ થી પહેલો નબર જો આવે તો એ છે *ત્રિચનાપલી ની સમાજ…!!* 5 star હોટલ ને બાદ કરે તેવી આધુનિક સુવિધા થી સજ્જ ત્રિચનાપલી સમાજ મધ્યે ડાયાભાઈ , ગંગદાશભાઈ , રમેશભાઈ , ગંગારામભાઈ સાથે સમાજ, યુવક મંડળ તેમજ મહીલા મંડળ ના હોદેદારો એ સહયોગ આપ્યો હતો.. ત્રીચનાપલ્લી સમાજજનનો નો અંતકરણ પુર્વક આભાર…
વડીલો માટે દ્રાક્ષ લઈને આવેલ બહેનો…..
Jignesh Keshrani – 9624065081 Gurukrupa Wood
🪧 રામેશ્વર જયોર્તિલિંગ અને કન્યા કુમારી.. (Day – 7 and 8)
48 વડીલો જ્યારે ત્રીચનાપલ્લી થી રામેશ્વર જયોર્તિલિંગ ના દર્શન માટે ગયેલ ત્યારે ત્યાં ગુજરાતી ભવનમાં અશ્વિનભાઈ મદુરાઈ વાળા , નીતિનભાઈ હૉસુર ખૂબ મદદરૂપ થયેલ તેમજ ત્યાં ગાઈડ તરીકે ની વ્યવસ્થા દીપકભાઈ પારસીયા , નિલેશભાઈ પારસીયા – ચેન્નઇવાળા એ વ્યવ્સ્થા કરેલ…
🔴 Day – 9 (03/03/2024)
🪧 સિંગોટા – તમિલનાડું ખાતે…
તમિલનાડું અને કેરળ બોર્ડર નજદીક જંગલ વચ્ચે આવેલ તેંનકાશી મંદિર તેમજ ત્યાં વોટર ફોલના દર્શન કરેલ તેમજ ત્યાં ફ્રેમસ મરી – મસાલાઓ લેવામાં સ્થાનિક ભાઈઓ ખૂબ મદદરૂપ થયેલ.. સિંગોટા મધ્યે અતિથી દેવો ભવ સત્કાર કરવામાં આવેલ. વડીલો ને 12 પરીવાર દ્વારા તેમના ઘેર ઉતારા ની વ્યવસ્થા કરવામાં આવેલ. સિંગોટા મધ્યે મૂળ ગામ કોટડા (જ) ના જેન્તીભાઇ દીવાણી અને DBR રિજીયન મહામંત્રી જગદીશભાઇ દીવાણી , નરેશભાઈ , કિર્તીભાઇ વગેરે ભાઈઓ ખૂબ મદદરૂપ થયેલ…
જેન્તીભાઇ દીવાણી અને DBR રિજીયન મહામંત્રી જગદીશભાઇ દીવાણી
🪧 મદુરાઈ…. Day – 10 (04/03/2024)
સાઉથ ભારતના પ્રખ્યાત મંદિરોમાં નું એક એટલે માતા મીનાક્ષી દેવી નું મદુરાઈ ખાતે મંદિર ના દર્શન યુવાસંઘ સેન્ટ્રલ ના પ્રવકતા એટલે મહેશભાઈ પોકાર , તેમના નાનાભાઈ જીગ્નેશભાઈ પોકાર એ દર્શન કરાવેલ સાથે ત્યાં સ્થાનિક સમાજ, યુવક મંડળ ખૂબ મદદરૂપ થયેલ.. ત્યાં કિશોરભાઈ પોકાર સહિત કાર્યકર્તાઓ જોડે મોડી રાત્રી સુધી રહ્યાંન ગોષ્ઠિ કરેલ તેની ઝલક.. ગુજરાતી ભવન માં ભોજન સહિત ની વ્યવસ્થામાં મહેશભાઈ પોકાર , જીગ્નેશ ભાઈ પોકાર મદદરૂપ થયેલ..
🔴 Day – 11 Date 06/03/2024
મદુરાઈ સવારે સરસ મઝાનો નાસ્તો કરીને કોડાયકેનાલ હિલ સ્ટેશન ની મોજ માટે બરાબર 9.00 કલાકે રવાના થયેલ.. કોડાય કેનાલ વડીલો ને ખૂબ મોજ પડેલ તે માટેનો અલગ થી વિડિયો બનાવેલ છે…
🔴 Day – 12 Date 07/03/2024
કોડાય કેનાલ મધ્યે સવાર થી સાંજ દરમીયાન ત્યાંના મુખ્ય ફરવાલાયક સ્થળો ની મુલાકાત લીધેલ…
🔴 Day – 13 Date 08/03/2024
મહા શિવરાત્રી નો પર્વ અને સવારે 10.00 કલાકે કોડાય કેનાલ થી કોઇમ્બતુર રવાના થયેલ આમતો ધ્યનલિંગમ અહી નું ફ્રેમ્સ આધ્યામિક સ્થળ પણ શિવરાત્રી નિમિતે ભારે ભીડ ને કારણે સીધા કોઇમ્બતુર જવા નીકળેલ ત્યાં બપોર ના ભોજન ની વ્યવસ્થા અરવિંદભાઈ દીવાણી , જગદીશભાઇ વગેરે કરેલ …
મોરબી મધ્યે Car Wash માટે નું વિશ્વાસપાત્ર સ્થળ – રમેશ પટેલ 9825026441
🪧 કોઇમ્બતુર
કોઇમ્બતુર પોહચ્યાં ત્યાં પ્રવીણભાઈ જાદવાણી, પરસોતમભાઈ , કીશોરભાઈ વગેરે યુવાસંઘ અને મંડળના ભાઈઓ ગુજરાતી ભવન મધ્યે વડીલો ની સેવા માટે તત્પર રહેલ સાથે ભોજન પીરસવા સહિતની જવાબદારી નિભાવેલ.
🔴 Day – 14 Date 09/03/2024
🪧 સેલમ
કોઇમ્બતુર થી સવારે 7.00 કલાકે હોસુર્ જવા માટે નીકળેલ ત્યાં યુવાસંઘ DBR રીજીયન ના ચેરમેન મેહુલભાઈ નાકરાણી પોતાનાં પરીવાર માટે પટેલ નું અમ્રુત એટલે રાબની વ્યવસ્થા કરેલ ,
વડીલો રાબ પી ને ખરેખર અંતરના આર્શિવાદ આપેલ ત્યાંબાદ રસ્તામાં 1008 શિવલિંગ દર્શન સાથે સેલમ ખાતે જલારામ મંદિર મધ્યે વસંતભાઈ ચોહાણ અને ત્યાં સેલંમ મધ્યે વડીલો નું સન્માન કરવામાં આવેલ તેની આછેરી ઝલક..
🪧 હોસુર
સેલંમ થી બરાબર 4.00 કલાકે હોસુર મધ્યે પોહચેલ ત્યાં વડીલ વિમાન યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.. હરસુખભાઇ રામાણી અને વિનોદભાઇ રામાણી તેઓ યાત્રા ની આગોતરું વેલકમ કરવા પધારેલ , ત્યાં મહેમાન નવાજી જોઈને વડીલો ખૂબ રાજીપો વ્યક્ત કરેલ. યુવાસંઘ નું મોટું નામ અને એક્ટિવ અને સાઉથ યાત્રામાં જેઓ સતત સમ્પર્ક માં એવા નીતિનભાઈ લીંબાણી નું હોમ ટાઉન એટલે hosur મધ્યે જય મહા લક્ષ્મી ગ્રૂપ દ્વારા વડીલો ને રાત્રિ ભોજન કરાવેલ તેમજ ગાયત્રીબેન પ્રદીપભાઇ રામાણી એ ફણસ ફળ ખવરાવેલ …
નિતિનભાઇ લિંબાણી – હોસુર જેઓ યુવાસંઘ ના એક્ટિવ કાર્યકર્તાઓ માના એક અને સાઉથ ભારતમાં જેઓ નું મોટું નામ તેઓ એ શ્રવણ કુમાર ને સપોર્ટ કરનાર તેમના ધર્મ પત્ની માટે સ્પેશિયલ ગિફ્ટ તેમના મોટાભાઇ ના હાથે અપાવેલ તેની આછેરી જલક ..
🪧 બેંગ્લોર રેલવે સ્ટેશન..
ભારેભીડ વાળું citiy માની એક એટલે બેંગ્લોર ત્યાં 10.20 કલાકે ગાંધીધામ – ક્ચ્છ માટેની ટ્રેન ના એક કલાક પહેલા વડીલ વિમાન યાત્રા રેલ મુસાફરી માટે પોહચેલ ત્યાં રમેશભાઈ સહિતના સ્થાનિક મિત્રો ટ્રેનમાં વડીલો ને સમાન સેટ કરાવવા પોહચેલ
DKT રિજીયન ના વાઇસ ચેરમેન વિથલભાઇ પોકાર , સલાહકાર રમેશભાઈ લિંબાણી , મનીષ લિંબાણી , ભારત સાખલા , નરેશભાઇ ધોળું , કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી વિશ્રામભાઇ છાભૈયા વગેરે મુલાકાત લીધેલ
વડીલો ને ટ્રેન માં દ્રાક્ષ ખવરાવવા નો રાજીપો વ્યકત કરેલ….
🔴 Day 15 (10/03/2024)
🪧 મિરજ
બેંગ્લોર થી ગાંધીધામ જતી ટ્રેન બીજા દિવસે બપોરે મીરજ પોહચી હતી ત્યાં બપોરના ગરમા ગરમ ભોજન દિનેશભાઇ ની ટિમ લઈને આવેલ…
🪧 પુના
યુવાસંઘ સેન્ટ્રલ ના પૂર્વ સેક્રેટરી ભરત છાભૈયા , સ્પોર્ટ્સ કનવિંનર જગદીશ લીંબાણી, હિરેનભાઈ વગેરે મિત્રો વડીલો માટે ગરમા ગરમ પાઉંભાજી ની વ્યવસ્થા કરેલ અને ટેસ્ટ માં બેસ્ટ પાઉંભાજી નો વડીલો એ મોજ માણી હતી…
🔴 Day 16 (11/03/2024)
ગાંધીધામ થી સૌ વડીલો કુળદેવી મા ઉમિયાના ચરણે દર્શન માટે વાંઢાય મધ્યે પધારેલ ત્યાં સૌ પ્રસાદ લઈ અને ત્યાં ઉમિયા માતાજી સંસ્થાન ના મહામંત્રી શ્રી બાબુલાલ ચોપરા અને અન્ય કાર્યકર્તાઓ એ વડીલો નું સન્માન કરેલ..
🔴 વડીલ વિમાન યાત્રા ની રૂપરેખા તૈયાર કરનાર….
વડીલ વિમાન યાત્રા 1 અને 2 બન્ને નું સંપૂર્ણ માળખું ભારે મહેનત બાદ બારીકાઈ થી બાબુલાલ કેશરાણી – માનકૂવા ,
શૈલેશભાઈ પોકાર તેમજ મુકેશભાઇ ઉકાણી જેઓ આ વડીલ વિમાન યાત્રાના પ્રોજેકટ કન્વીનર હતા અને તેમણે દક્ષિણ ભારતમાં અમૃતભાઇ ભાવાણી અને નિતિનભાઈ લિંબાણી – હોસુર એ બખુબી નિભાવી હતી..
સતત ટેલિફોનિક સંપર્ક માં રહી ને દક્ષિણ ભારતના પ્રવાસમાં મદદરૂપ થનાર વર્ષ 2018 ના DBR રિજીયન ના પ્રવકતા રમેશભાઈ રંગાણી…
- વડીલ વિમાન યાત્રા ના સારથી એટલે સુપર લકજરી ડ્રાઈવર વિનોદ અન્ના…
🔴 વડીલ વિમાન યાત્રા અને એ યાત્રા જે કચ્છ રિજીયન એ યોજી તેના કર્ણધારો…
યુવાસંઘ કચ્છ રિજીયન ચેરમેન રમેશ દડ્ગા , સેક્રેટરી સુરેશ હડપાણી , અને મિશન ચેરમેન મયુર ભીમાણી…
વડીલ વિમાન યાત્રા કન્વીનર અને સામાજીક અને આધ્યામિક થીમ કન્વીનર – ખીમજીભાઈ પારસિયા…
વડીલ વિમાનયાત્રાના શ્રવણ કુમારો અને તેમના ધર્મ પત્ની…
- ખીમજીભાઈ વિનોદભાઇ પારસિયા – નાના અંગીયા
- ભગવતીબેન ખીમજીભાઈ પારસિયા – નાના અંગીયા
- મનોજભાઇ મહેશભાઇ વાઘાણી – નાના અંગીયા
- ખુશ્બુબેન મહેશભાઇ વાઘાણી – નાના અંગીયા
વડીલ વિમાન યાત્રા -2 દરમિયાન આ વડીલો ને મદદરૂપ થનાર તમામ શ્રવણ કુમાર સમાન સેવાભાવી મિત્રો નો હ્રદય પૂર્વક આભાર .. આપ સર્વે મદદરૂપ થનાર મિત્રો ને કારણે જ યાત્રા ખૂબ સફળ રહી ..
‘ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા..
#tamilnadu #india #umiya #vandhay #kutch
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…