🔷 છેલ્લા 7 એક દિવસથી સોશિયલ મીડિયામાં SPLનો અગાજ ના બેનરો થઈ રહ્યા છે વાઇરલ..
નખત્રાણાના આંગણે પાટીદારોમાં પ્રથમ વખત એ લેવલની ટુર્નામેન્ટની તૈયારીઓ થઈ રહી છે જે ગ્રાઉન્ડમાં પર આવ્યા બાદ જ તેનો ખરો ખ્યાલ આવશે. ગુજરાતી સીને જગતની બેસ્ટ ફિલ્મો માની એક રેવા મુવીમાં લીડ રોલ કરનાર રાઇટર , એકટર મારા મિત્ર ચેતન ધનાણી અને છેલ્લો દિવસ થી લઈને અનેક ગુજરાતી મુવી દ્વારા લોકોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન ધરવતા એકટર મલ્હાર ઠાકર જે ટુર્નામેન્ટની લાઈવ જોવા માટે રાહ જોતા હોય..! SPL ની પબ્લિસિટી કરતા હોય તે ટુર્નામેન્ટ મિત્રો નાની સુની ન હોય.
છેલ્લા 7 દિવસથી સવાર ઉગે એટલે વોટ્સએપ સ્ટેટસ અને ફેસબુક પર SPL (સત્યનારાયણ પ્રીમિયમ લિંગના) મેસેજ દેખાય.
સમાજ ના યુવાનો ભારે ઉત્સાહ સાથે આ આયોજન ને સફળ બનાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે..
Hari Zalak Gruh Udhyog – Nana Angiya Orgenic Agarbatti Product
🔷 ટોટલ 32 ટીમો અને 8 ફ્રેન્ચાશી..
આ ટુર્નામેન્ટ તારીખ 3 એપ્રિલ થી સ્ટાર્ટ થઈ રહી છે, જેમાં કુલ્લ 32 ટીમો ભાગ લઈ રહી છે. આયોજક જણાવી રહ્યા છે કે હજુ પણ ટીમો પેન્ડિંગ પડી છે. ફ્રેન્ચાશી પેન્ડીંગ છે એનો મતલબ એમ કે આ SPL ટુર્નામેન્ટમાં હિસ્સો બનાવવા સૌ તલપાપડ છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ 17 એપ્રિલના રોજ રમાશે.
દિવ્ય ભાસ્કર મીડિયાના સહયોગ સાથે યોજાનાર ટુર્નામેન્ટ નો આખરી ઓપ અપાઈ રહ્યો છે.અને એમ્પાયર , ઓનલાઈન સ્કોરર, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ , વગેરે ટોટલ 8 જેટલી સમિતિઓ હાલ આખરી ઓપ આપી રહી છે..
🔷 લાઈવ ટેલિકાસ્ટ..
કલ્પેશ જબુઆણી & ટીમ હાલ સોશિયલ મિડિયા પર SPL ટુર્નામેન્ટની રૂપરેખા જણાવી રહ્યા છે. સાથે સત્યનારાયણ youtube ચેનલ મારફતે આ SPL ટુર્નામેન્ટને દેશ – વિદેશમાં લોકો જોઈ શકે તેની ફૂલ તૈયારી કરી રહ્યા છે.
હાલ લોકો ને અગવડ ન પડે તે માટે QR કોડ દ્વારા youtube ચેનલ સરળતા થી લિંક ખુલી શકે તેની વ્યવસ્થા કરી છે…
🔷 SPLના આયોજનની મોટી જવાબદારી ઉપસરપંચશ્રી નૈતિકભાઈ પાંચાણી અને સ્પોર્ટ્સ કન્વીનર કુંદન ધનાણીના શિરે…
પંચાયત થી પાર્લામેન્ટ સુધી ઓળખ ધરાવતા નખત્રાણા જૂથ ગ્રામપંચાયતના ઉપસરપંચશ્રી નૈતિક પાંચાણી આ ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન છે. અને વ્યવસાયે વકીલાત કરતા સ્પોર્ટ્સ મેન & સ્પોર્ટ્સ કન્વીનર કુંદન ધનાણી, મહેશભાઈ મુખી , સિવદાસભાઈ કેશરાણી ,એડવોકેટ ‘ધવલભાઈ પાંચાણીના’ શિરે મુખ્ય જવાબદારો છે. સાથે સમાજના ઉત્સાહિત યુવાનો અને વિવિધ 8 સમિતિના લોકો આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ક્રિકેટ પ્રેમીઓ આતુરતાપૂર્વક ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે.
‘જય હો’
✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..
96017 9904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…