Site icon Ek Zalak

#EkZalak571.. (જો ‘ઢાંક શો તો ફરી પાછું ઢાંકણુ’ ખોલશે.)

યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની યુવા ઉત્કર્ષ થીમ અંતર્ગત ગામ સાંગનારા મધ્યે સાંપ્રત સમાજની સમસ્યાઓ વિશે હૃદય સોસરવું ઉતારી મૂકે તેવું વક્તવ્ય નર્મદાબેન સેંઘાણીએ આપ્યું તેની આછેરી ઝલક..

🔷 પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીની ટકોર…

સાંપ્રત સમાજની સમસ્યાઓ અંતર્ગત સાંગનારા ગામથી “યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની” યુવા ઉત્કર્ષ થીમના આવા કાર્યક્રમો અનેક ગામડાઓમાં અગામી દિવસોમાં કરવામાં આવશે…!! લોકો નો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અને ગામના વડીલ વર્ગ એવું વિચારી રહ્યા છે કે આવા કાર્યક્રમો ગામડે ગામ થવા જોઈએ…


પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીએ ટકોર કરતા કહેલું કે ગામે ગામ થતી મહિલા મંડળની અને યુવક મંડળની મિટિંગમાં 13 વર્ષથી ઉપરના દરેક કુંવારી બહેનો અને દીકરાઓની હાજરી 100% હોવી જોઈએ. જેથી સામાજીક ધારા ધોરણોનો ખ્યાલ પડે સાથે સામાજીક એક્ટિવિટીની જાણ થાય અને સમાજની મર્યાદારૂપી છાપ તેના માનસપટ પર હંમેશા અંકિત રહે..

🔷 હજુ એ મોડું નથી થયું…!!!! બસ ઉકેલ શોધવાની જરૂર છે..

કમી તો માત્ર વાર્તાલાપમાં છે..!! માં ઉમિયા જી ની પાટીદારો પર ખૂબ કૃપા થઈ છે.. પરંતુ આજકાલ છોકરાઓ વ્યસનમાં , અને બહેનો ફેશનમાં લયલૂંટ જોતા સમાજ ધીમીધારે પોતાની રિધમ ખોઈ રહ્યો છે. તેવું વડીલ વર્ગ લાગી રહ્યું છે..!!

હજુ તો શરૂઆત છે. કાંઈ મોડું નથી થયું પરંતુ આ ધીમું ઝેર સમાન વ્યસન અને ફેશનમાં શરીર અને સંપત્તિ બન્ને ક્યારે ચાલી જશે ખબર પણ નહીં પડે..!! ઘણીબધી જ્ઞાતિઓ આપના માટે ઉદાહરણ રૂપ છે..

Hari Zalak Gruh Udhyog -Nana Angiya Kutch Orgenic Agarbatti Product…. 9601799904

છોકરો દારૂ પી ને આવે એમાં 100% પત્નીનો વાંક છે.. મેં ઘણા એ દાખલ જોયા છે. સરસ સાડી કે ડ્રેસ અથવા તો એકાદ આંટો બગીચે ગાડી લઈને ફરાવી આવે તો લયલૂંટ થઈ જાય. અને પતિ ને પછી ઢાંકે એટલે અને મોકળું મેદાન મળે. બાપા સુકામ છાવરો છો..?


એની જગ્યા એ સાંગનારા ગામે નર્મદા બેન એ કહ્યું એમ કે સાસુ – સસરા ને કહો..? એ નું કહ્યું ન કરે તો સબંધી ને કહો નહિ તો સમાજ ને.. ઓટોમેટિક લાઈનમાં આવી જશે કેમકે આજે સમાજની સૌ ને બીક છે.. એ નક્કી પડ્યું છે અને મેં ઘણા સમાજમાં કિસ્સાઓ જોયા છે.. જો “ઢાંક” શો તો ફરી પાછું ઢાંકણું ખુલશે – ખુલશે ને ખુલશે..!!

🔷 સાસુ – વહુ એ ક બીજાના કાર્ય ને એપ્રિસીએટ કરો..

સાસુ અને વહું વચ્ચે નો વાર્તાલાપ એક બહેનપણી જેવો હશે તો ઝીણી બાબતોના ઝઘડાઓ તો સહેજે ગાયબ થઈ જશે..!! મારી તારી કરવાની જગ્યાએ ખાનગી અને જાહેરમાં એકબીજા ના ભરપૂર વખાણ કરો..! તમને તેનું રિઝલ્ટ મળતું જણાશે..

🔷 સંપૂર્ણ પણે વિડિઓ નિહાળવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશોજી…

🔷 સારી એવી સંખ્યામાં સાંગનારા સમાજજનો અને યુવાસંઘ ના કાર્યકર ઉપસ્થિત રહેલ…

24/02/2022ના રોજ સાંપ્રત સમાજની સમસ્યા વિષય પર નર્મદાબેન સેંઘાણીનો મોટિવેશન કાર્યક્રમ લાઈવ HD માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો..! જેમાં ભારતભર માંથી 3000+ લોકો જીવંત આ પ્રોગ્રામ માણી રહ્યા હતા.. સાંગનારા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજોને આ કાર્યક્રમનું રસપાન કર્યું હતું…
આ કાર્યક્રમમાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક ‘શાંતિલાલભાઈ નાયાણી , સહ ખજાનચી – વિજયભાઈ સાંખલા , PRO મનોજભાઈ વાઘાણી , યુવા ઉત્કર્ષ થીમ કન્વીનર – રસીલાબેન ગોરાણી , વેબકોમ કન્વીનર – નવીનભાઈ ભાવાણી , સંગપણ સમિતિ – કન્વીનર મનસુખભાઇ રાજાણી, રિજીયન ફંડ સમિતિના નારાયણ ડિવિઝનના કન્વીનર અને PDO જયસુખભાઈ પોકાર અને નીતિનભાઈ લીંબાણી, યુવાસંઘ CCM મેમ્બર “ભગવતીબેન પારશિયા , ખીમજીભાઈ પારશિયા , ગીતાબેન નાયાણી, વગેરે ઉપસ્થિત રહેલ.જેન્તીભાઈ પોકારે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને જેન્તીભાઈ લીંબાણીએ આભારવિધિ કરી હતી..

જય હો

લાઈવ ટેલિકાસ્ટ
રસિક પોકાર

✍️ મનોજ વાઘાણી
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
96017 99904

Exit mobile version