🔷 આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા…
દર વર્ષે ભારત સરકાર દ્વારા હજુ પણ ‘પોલિયો’ જાગૃતિ અંતર્ગત મોટા ગજાના સેલિબ્રિટીને સાથે રાખી ‘એવરનેસ’ પ્રોગ્રામ ટી.વી તેમજ સોશિયલ મીડિયામાં ખાસો એવો પ્રચાર કરે છે..
સરકાર બહુ ચિંતિત છે..!! કોઈ બાળક પોલિયાના ટીપા વગર રહી ન જવો જોઈએ. તેના અનુસંધાને દર વર્ષે ગામડે અને શહેરોમા બુથો દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન હેઠળ પોલિયાના ટીપા પીવડાવવા માં આવે છે.
🔷 કચ્છભરના ગામડાઓમાં આજરોજ….
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આજરોજ કચ્છભરના ગામડાઓમાં પોલિયાના 0 થી 5 વર્ષના બાળકો ને ટીપા પીવડાવવાનો બુથો રાખેલા છે..સવારે 8.00 થી સાંજે 4.00 કલાક દરમિયાન આરોગ્ય કાર્યકર , આશા વર્કર બહેનો અને આંગણવાડી સાથે સપોર્ટની મદદથી આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવી રહ્યો છે..
🔷 સરપંચશ્રી મતિ હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયાની ઉપસ્થિતમાં…
નખત્રાણા તાલુકાનું નાના અંગીયા ગામે આજ રોજ સવારે 8.00 કલાકે પાટીદાર પુસ્તકાલય મધ્યે નાના અંગીયાના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મતિ ‘હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા’ તેમજ આરોગ્ય કાર્યકર ‘પૂજાબેન જોશી’ રોશનીબેન જોશી, ડો. આઇદાન ગઢવી , આશાવર્કર તેમજ આંગણવાડીની બહેનોમાં અંશુયાબેન પોકાર , કવિતાબેન જોશી ,સેજલબા જાડેજા વગેરેની ઉપસ્થિતમાં દીપપ્રાગટ્ય કરી આ પોલિયો બુથનો સરપંચ શ્રી મતિ હંસાબેન એ કરાવ્યો હતો તેની આછેરી ઝલક..
જય હો
ફોટો સેન્ડર…
હિરેન ભગત
✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…