Site icon Ek Zalak

#EkZalak573.. અંતર માઈલીપા નો મુંજારો છે એટલે તો ‘મોટિવેશન’ પ્રોગ્રામ કરવા પડે છે..!! Darru Bhaat

( સાંગનારા , દયાપર , નેત્રા , વિરાણી મોટી , વિથોણ , નવી મંજલ , પલીવાડ , આણંદપર , સાયરા , વેશલપર ,ખીરસરા (રોહા) ગામેં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની યુવા ઉત્તકર્ષ થીમ અંતર્ગત નર્મદાબેન સેંઘાણીનો “સાંપ્રત સમાજની સમસ્યા” વિષય પર મોટીવેશનલ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે ,અને તેનું લાઈવ ટેલિકાસ્ટ ફેસબુક પેજ “Ek Zalak” પર બતાવવામાં આવી રહ્યું છે. લોકો ખૂબ સારો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. આજરોજ દેશલપર ગૂંતલીમાં અને આગામી દિવસોમાં રિજીયનના અનેક ગામડાઓ મોટીવેશનલ પ્રોગ્રામ કરવા ને માટે આતુર..)

🔷 વાત ‘કડવાઓ’ ને અત્યારે કડવી લાગે છે અને સાચી પણ છે..!! નર્મદાબેનની વાતો આયુર્વેદિક છે..

યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન દ્વારા અત્યાર સુધીમાં “7” (સાંપ્રત સમાજની સમસ્યાઓ) વિષય પર મોટીવેશનલ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. અને હજુ પણ ઘણાબધા ગામડા ઓ આતુર છે.. હાલ જે સમાજ્જનોમાં સમસ્યાઓ ઉદભવી છે તેનું નિરાકરણ વડીલો વહેલી તકે ઈચ્છી રહ્યા છે.. કેમ ન ઈચ્છે..? બળદ ગાંડાની સાથે આંગતોડ કરેલ મહેનતે જ પ્રોપર્ટી અને પૈસાટકે સુખી કર્યા છે. યુવાધન આડે રસ્તે જાય એ કોઈ માવતરને ન ગમે અને અંતરમાં મુંજારો થાય એ નક્કી છે.


લાસ્ટ એકાદ દાયકા થી પાટીદારોના યુવાધનને કોઈકની નઝર તો લાગી છે..જાણે દારૂ કંપનીના છોકરાઓ ને ઉછેરવાની જવાબદારી લઇ લીધી હોય એમ ‘બોટલ’ પીવે, પછે ભલે ને ગમે એટલનો ‘ટોટલ’ થાય..

આમને આમ ચાલ્યું તો શરીર તો જશે સાથે સંપત્તિ એ નક્કી પડ્યું છે. હજુ ઘણું મોડું નથી થયું એટલે ખાસ તો વડીલો અને યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન આ દુષણો ને નાથવા કમર કસી રહ્યું છે..

Add by: – Shree Shopping Mall – Madhapar Kutch (Hari Zalak Gruh Udhyog All Agarbatti Item Stock this Mall)

🔷 ફેશન અને દેખાદેખીમાં પિશાતો પિતા….!!

દિવસ ઉગે ને લગ્નમાં નવીનતા જોવા મળે..!! આસપાસની દેખાદેખી એટલી છે કે લગ્નમાં ખર્ચો કરો એટલો ઓછો છે..! આપણી આસપાસ ઘણીબધી જ્ઞાતિ અને સમાજો પરિવાર કેમ ઉચ્ચા આવે એ દિશામાં પ્રયત્નશીલ બનતો જાય છે.વ્યવહાર ટૂંકા કરતો જાય છે, અમથા ખોટા ખર્ચાવાળા રિવાજો ને તિલાંજલિ આપી રહ્યા છે.ઓછું હતું તે હાલ એક મામેરું લઇ જતી રેલગાડી બજારમાં આવી ગઈ છે.


ફિલ્મોમાં અને સીરિયલમાં બતાવમાં આવતી રસમો હવે આપણા આંગણે થવા માંડી છે. અઢળક રૂપિયા હોય એ કરે. પણ એ નો સિલસિલો મીડીયમ પરિવારની બહેનો ફેશન કરવા માંડે ત્યારે બેલ્લી બોલે નહિ પણ માય ને માય બળી તો ચોક્કસ જાય જ. ગામડે ગામ થતા ‘સાંપ્રત સમાજની સમસ્યાઓ’ વિષય પર મોટીવેશનલ પ્રોગ્રામ દરમિયાન ફેશન બારામાં ખાસ ટકોર કરવામાં આવે છે..

🔷 તમે કોણ છો…? 20 વર્ષથી જેમની બધી ઈચ્છા પૂરી કરી હોય એ દીકરી પોતાના માવતરને કહે ત્યારે..?

યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન અને હાલ ભાગેડુ લગ્નમાં માવતરો આ પીડા ફેશ કરી રહ્યા છે. પ્રેમમાં પાગલ અને અંતર વાસનામાં લયલૂંટ દીકરીઓ જ્યારે એમ કહી દે કે તમે કોણ છો..? હું તો તમને ઓળખતી એ નથી..? આજકાલ પોલીસ સ્ટેશનમા દિકરીઓ પોતાના માવતરને ઓળખવા એ રાજી નથી..


ઇતર જ્ઞાતિમાં છોકરાઓના પ્રેમમાં પાગલ દીકરીઓ ખરેખર હદ કરે છે. જેમને બાળપણ થી યુવાની સુધી ખૂબ લાડ લડાવ્યા હોય અને ‘દીકરા’ કરતા એ દીકરીની બાપે બધી ઈચ્છા પૂરી કરી હોય. અને જ્યારે કહ્યા વગર ઘરે થી બીજા ઘરના ઉંબરે ચાલી જાય ત્યારે બાપને તો પરવરીશમાં કાંઈ ખામી રહી ગઈ એવો વસવસો તો ચોક્કસ પણે થાય. મતલબ બહુ-બહુ તો 5 વર્ષથી જેમના પ્રેમમાં પાગલ હોય..! પણ આ બાપે 20 વર્ષ પ્રેમ કર્યો હોય એ ભાગેડુ ને ઝાંખો લાગે..

🔷 યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ઉપસ્થિત હોદેદારો..

7 ગામમાં થયેલ “સાંપ્રત સમાજની સમસ્યા’ વિષય પર નર્મદાબેન સેંઘાણીના મોટીવેશનલ શાનદાર પ્રોગ્રામમાં ગામડે ગામમાં સ્થાનિક મંડળોના પ્રમુખ – મંત્રી અને સમાજ્જનો સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના હોદેદારો , થીમ કન્વીનર તેમજ સભ્યો પણ હાજરીરૂપી એક્ટિવિટી દર્શાવી..


યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના ચેરમેન “શાંતિભાઈ નાયાણી , હાલ રિજીયનની કામગીરી થી સંતુષ્ટ અને જેમની વિષેશ જવાબદારી છે તેવા મિશન ચેરમેન ‘હસમુખભાઈ નાકરાણી’ રિજીયનનું હૃદય મહામંત્રી શ્રી ‘રાજેશભાઇ સાંખલા’ ગ્રીન્ડલેન્ડ કાઉન્સિલ પ્રેસિડેન્ટ પંકજભાઈ પારસિયા તેમજ સહમંત્રી ‘તુલશીભાઈ લીંબાણી’ અને યુવા ઉત્કષ થીમ કન્વીનર ‘રશીલાબેન ગોરાણી , રંજના બેન , સાંખલા , ગીતાબેન નાયાણી , પ્રકાશભાઈ ભીમાણી , વસંતભાઈ સાંખલા , નીતિન ભાઈ ભાદાણી , નવીનભાઈ પોકાર ,કિશોરભાઈ સાંખલા , ભાવિન પોકાર , પ્રોગ્રામ ને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં જેમને વિશેષ ફરજ બજાવી છે તેવા નવીનભાઈ ભાવાણી , મનસુખભાઈ રાજાણી, પ્રવીણ ભાઈ માવાણી , મુકેશભાઈ ઉકાણી , મયુર ભાઈ ભીમાણી , જગદીશભાઈ છાભૈયા , હસમુખભાઈ પારસિયા, ભવાનભાઈ ભાવાણી, જયસુખ પોકાર , નીતિનભાઈ લીંબાણી , નૈનેશ જબૂઆણી , નિલેશભાઈ દિવાણી , અલ્પેશ કાનાણી , વિજય સાંખલા, CCM મેમ્બર ખીમજીભાઈ પારસિયા , ભગવતીબેન પારસિયા , કલ્પનાબેન રાજેશભાઇ સાંખલા વગેરે હોદ્દેદારો પોતાના સમય અનુકૂતાઓ પ્રમાણે ગામડાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ..

🔷 લાઈવ પ્રોગ્રામની લિંક…

દયાપર :- https://fb.watch/bAepVeZZBq/

વિરાણી મોટી:- https://fb.watch/bAeovyKqPH/

નેત્રા:- https://fb.watch/bAemDRbVh8/

વિથોણ:- https://fb.watch/bAekYfIO1p/

સાંયરા:- https://fb.watch/bAegB2KpT9/

🔷 ચેરમેન અને મિશન ચેરમેનનો સંદેશ…

રિજીયન ચેરમેન શાંતિભાઈ તેમજ મિશન ચેરમેન હસમુખ ભાઈ નાકરાણીએ પોતાનું ઉદબોધન આપતા જણાવેલ કે રિજીયનના આવતા દરેક ગામડાઓમાં મોટીવેશનલ કાર્યક્રમ થવા જોઈએ સાથે નાના-નાના ગામડાઓ આસપાસના ગામો ને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરે..

‘જય હો’

ફોટો ક્લિક..
નવીનભાઈ ભાવાણી , અંકિત પટેલ.
પ્રકાશ પટેલ , હસમુખ પારસિયા

✍️ મનોજ વાઘાણી
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન
96017 99904

Hari Zalak Gruh Udhyog Nana Angiya Kutch

Exit mobile version