🔷 વાતાવરણમાં ઉકળાટ , બાફ ને કારણે રસ્તાઓ પર..

હાલ વર્ષાઋતુના શરૂઆતી દિવસો કચ્છમાં ચાલી રહ્યા છે. હજુ વાતાવરણમાં કયાએ ઠંડક જોવા નથી મળતી ત્યારે , ઉકળાટ અને બાફને કારણે બખોલ અને દર માંથી સાપ જેવા ઝેરી જીવજંતુઓ બહાર આવી રહ્યા છે..
હાલ રાત્રે રસ્તાઓ પર રેંગતા કાચિંડા , ઝેરીલા વીંછી, સાપ લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેમાં ગામડાઓમાં દેશી મકાનો ની ભીંતો માં મોટા દર ને કારણે સાપ જેવા સરીસૃપ સહેજે સંતાઈ જાય છે.
ઘરકામ વ્યસ્ત કે બીજી કોઈ પ્રવૃત્તિમાં મસ્ત માણસ ને જ્યારે ઓચિંતા કોબ્રાના દર્શન થાય એટલે હૃદયના ધબકારા થોડાક ઘણા વધી જરૂર જાય..! 

🔷 જાણ કર્યાના ગણતરીના કલાકમાં જ….!

    જ્યારે લોકો જાગૃત ન હતા અને સોશિયલ મીડિયા ના અભાવે ગામડિયા ગામમાં ઝેરીલા સાપ દેખા દેતા ત્યારે લોકો ગમે તે ભોગે મારી નાખતા.. હાલ નખત્રાણા મધ્યે આશીષભાઈ શિક્ષક અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દિલીપસિંહ પઢાર તથા દક્ષાબેન વરસાણી ને કોલ કરતા તે સાપને રેસ્ક્યુ કરી ને વગડાઓ માં રિલીઝ કરી નાખતા હોય છે..

    જેની ધુવાડ જ 20 મીટર દૂરથી સંભળાય એવો અતિ ઝેરીલા કોબ્રા સાપ અંગીયા ના મફત નગર વિસ્તારમાં એક રહેણાંકમાં દેખા દેતા તુરંત નખત્રાણા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દક્ષાબેન વરસાણી ને મનોજ વાઘાણીએ જાણ કરતા 30 એક મિનિટમાં જ પુરી તૈયારીઓ સાથે સ્પોટ પર પોહચી આવ્યા હતા.. 
    સાહસ અને ગજબની સ્ફૂર્તિ ધરાવતા દક્ષાબેન એ માત્ર બે જ મિનીટ માં જ સાપ પકડી ને બરણી માં રેસ્ક્યુ કર્યો હતો અને 1 કિલોમીટર દૂર વગડામાં રીલિઝ કર્યો હતો એ આપ નિહાળી શકો છો..

🔷 રેસ્ક્યુ નો પૂરો વિડિઓ નિહાળો..!

🔷 તમારી આસપાસ…

હાલ ઉકળાટ ભર્યા વાતાવરણમાં તમારી આસપાસ ઝેરીલા કાળા સાપ જેવા જીવજંતુઓ દેખાય તો મારતા પહેલા તુરંત કચ્છ પશ્ચિમ વન વિભાગ ના નાયબ વન સંરક્ષક શ્રી તથા નખત્રાણા પશ્ચિમ રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ૨૪ કલાક નિષ્ઠા પૂર્વક સેવા બજાવતા અધિકારી /કર્મચારી તથા વોલેન્ટર નો સંપર્ક કરવો..

૧. આશિષ ભાઈ (શિક્ષક) -886 603 7596
૨. દિલીપસિંહ પઢાર (વનરક્ષક)-90234 26606

૩. દક્ષા બેન વરસાણી (ફોરેસ્ટર )- 9979225777

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મુછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *