🔷 ગામે ગામ…

બેરું , નવાવાસ – નખત્રાણા , રામપર , વિથોણ , સાંગનારા , અંગીયા વગેરે ગામોમાં છેલ્લા 10 દિવસથી ગાયો ના ધણ ચરિયાત માટે બંધ છે..!! નખત્રાણા વિસ્તારના ગામડાઓના સ્થાનિક લોકો , જેઓ પશુપાલન વ્યવસાય થી જોડાયેલા છે તેવા પરિવારો એ ગામની ગૌ સેવા સમિતિ જોડે વાર્તાલાપ , નાની – મોટી મિટિંગ કરીને ‘જ્યાં સુધી લમ્પી વાઈરસ કાબુમાં ન આવે ત્યાં સુધી ધણમાં ગાયોને મોકલવી નથી એવું નક્કી કરેલ .. જ્યારે પણ છોડવામાં આવશે ત્યારે ‘વેકસીનેશન’ પ્રથમ કરાવશું..


ગાયોમાં ઝડપથી ફેલાતો રોગ ને કારણે એકી સાથે એક માલિકના 30 ગાયો મૃત્યુ પામી છે એવા પણ સમાચાર છે. તો છુટા છવાયા લમ્પી વાઈરસ ને કારણે તડપી-તડપીને ગૌ વંશ ઘણાબધા મૃત્યુ પામે છે..

🔷 નખત્રાણા અને આસપાસના વિસ્તારની તસવીરી ઝલક…

ગરમીના દિવસો અને તેમાંય સીમ અને વગડાઓ ખાલીખમ છે ત્યારે જે શરીરે દુબળા ગૌવંશ પર લમ્પી વાઈરસ જોર વધારે કરી જાય છે. હૃદયદ્રાવી ઉઠે જ્યારે રૂબરૂ તડપતો ગૌ વંશ ને જોવો ત્યારે…

🔷 વિથોણની જીવદયા સમિતિ 24/7

ખરેખર રંગ રાખ્યો છે , શાંતિલાલ નાયાણીની & પશુ ચિકિત્સક ટીમેં .. મિત્રો હાલ ઉકળાટ ભર્યું વાતાવરણ અને પાછું બાફી મૂકે તેવી ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે બાવળના ઝાખરા થી ભરચક વગડામાં , સીમમાં રાત દિવસ જોયા વગર આ ટીમ પોતાના કાર્યને બખૂબી નિભાવી રહી છે.. લમ્પી ને હરાવવા સાચા હીરા મેદાને છે..જીવદયા ગ્રુપ વિથોણના કાર્ય જોઈને દાતા પરિવાર પોતાનો પૈસો ખરેખર પરમાર્થ કાર્યમાં વપરાય છે એ જોઈને તેના દિલને આવી ગરમીમાં ટાઢક વળી છે. (હજુ પણ પૈસા આપવા દરરોજ ના 25 ફોન શાંતિભાઈને આવે છે. પરંતું સમિતી પાસે હાલ માતબર રકમ છે, જરૂરત જણાશે તો જણાવશું)


મોડી રાત્રે હાલ 12.25 એ હું આ આર્ટિકલ લખી રહ્યું છું ત્યારે વિથોણની જીવદયાની ટીમ વગડાઓમાં પશુ સારવાર અર્થે ડોકટરની ટીમ સાથે ખડેપગે છે. મિત્રો કહેવું અને કરવું એમા મોટો અંતર છે. કામ કઠિન છે પણ કઠિન કાર્ય કુદરત આવા કોહિનૂર ને સોંપે..

જય હો

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રીજીયન
નાના અંગીયા – 9601799904

3 thoughts on “#પોઝીટીવપંચ 158…. નખત્રાણા વિસ્તારમાં ‘લમ્પી’ વાઇરસ ના ભરડામાં ગૌ વંશ…!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *