🔷 અંદાઝે 18 રેક કિલોમીટર….

 વિથોણનું જીવદયા ગ્રુપનું પ્રસંશનીય કાર્યની નોંધ આસપાસ ના ગામડાઓના લોકો લહી રહ્યા છે. શાંતિલાલ નાયાણીને સહકાર માટે પુરા દિવસ દરમિયાન ફોન પર ફોન આવે છે. લોકો કહી રહ્યા છે ભાઈ અમારા જેવું કામ હોય તો કહેશો.. લમ્પી વાઈરસ નો રાફડો ફાટ્યો છે એ જોતાં આ જીવદયા ટીમ રાત દિવસ જોતી જ નથી ( એ પછી દિવસના 2 વાગ્યા હોય કે રાતના 2) એની ટાઈમ ટ્રીટમેન્ટ માટે તત્પર છે.
 વિથોણ ની જીવદયા ની ટીમ આસપાસના 15થી 18 કિલોમીટરની રેન્જમાં સેવાકીય કાર્ય કરી રહી છે. જાણ કર્યાના એકાદ કલાકમાં ડોક્ટર સાથે ટીમ હાજર જ હોય..આ સેવાકીય કાર્યનો ઈશ્વર બધાના શિરે કામગીરી નથી સોંપતા આતો સિલેકટેડ અને કિસ્મતના બળિયા બેલ્લીને સેવા કરવાનો મોકો મળે છે.

🔷 માત્ર વિથોણમાં 130 જેવા નિરાધાર ગૌ વંશ…

 નિરાધાર ગાયો અને આંખલાની સંખ્યા શાંતિલાલ ભાઈના જણાવ્યા અનુસાર 130ની આસપાસ થાય એમ છે. જેનો કોઈ નથી એનું આ વિથોણ નું જીવદયા ગ્રુપ છે. અંદાઝે 130 નાના મોટા આંખલાઓ , વાછરડાઓ અને ગાયો ગામની બજાર અને વાડી વિસ્તારમાં આ રખડતા ઢોરમાં લમ્પી વાઇરસ ઘર કરી ગયો છે.
 20 એક યુવાનોની ટીમ  સાથે મળીને વિથોણ ગામમાં સર્ચ ઓપરેશન કર્યું અને જેમાં લમ્પી વાઈરસ થી પીડાતા આંખલા ઓ અને ગાયોને સ્થળ પર જ ટ્રીટમેન્ટ ડોક્ટર સાથે કરવામાં આવતી અને જ્યાં સ્થિતિ નાજુક હતી તેવા ગૌ વંશને એક વરંડામાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા...

🔷 વગડા ટાઈપ..

બસસ્ટેન્ડ નજદીક વગડા ટાઈપ અને જગલ જેવો અહેસાસ થાય તેવા વાતાવરણમાં જે લમ્પી વાઈરસ થી નાજુક સ્થિતિ ધરાવતા આંખલાઓ ને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. 
જેમાં પશુ ચિકિત્સક દ્વારા બે ટાઈમ ટ્રીટમેન્ટ અને વાલજીભાઈ & શાંતિલાલ ભાઈ ટીમ દ્વારા ડાન ખાણ ખવરાવમાં આવતું હતું અને સારી એવી રીકવરી પણ જોવા મળી હતી. અન્ય પશુઓને રોગ લાગુ ન પડે તે માટે આ નવતર પ્રયોગ કારગર નીવડ્યો હતો..

આ પ્રયોગ જે ગામડાઓમાં લમ્પી વાઈરસ ની અસર વધારે છે ત્યાં ખરેખર કરવા જેવો ખરો.. અને જીવદયા પ્રેમી શાંતીલાલ ભાઈ & વાલજીભાઈ ટીમ ને ભગવાન હાજાનવરા રાખે અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાનું બળ પૂરું પાળે..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – કચ્છ
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *