શોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી, ખાસ કરીને સગીર વયની દિકરીઓ, યુવતી ઓ તેમજ પરણિતા ને ટાર્ગેટ કરવામાં આવે છે. ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ જેવા લલચામણા હાથવગાં સાધનો ના માધ્યમ પર પહેલા મિત્રતા કેળવાય છે ,  મીઠા મીઠા મેસેજ કરાય છે સુંદરતા ને પરાકાષ્ઠા સુધી વખાણે છે.. સ્માર્ટ છે આમ તેમ,, અને ધીરે ધીરે પ્રેમજાળમાં ફસાવે છે.તો કેટલાક કિસ્સાઓમાં માં તો આવા લોકો સુંદર દેખાતી યુવતી ના નામે ફેક ખાતુ બનાવી પોતે ઓપરેટ કરતા હોય છે.આવા તત્વો ની વાતો માં આવી, સગીરા વય ની દિકરીઓ, પરણિતા ઓ પોતાની પર્સનલ ફોટોસ, વીડિયો, વિગતો આપી દેતી હોય છે.. તો બહાર પીકનીક માણતા હોય તો તરત ફોટો’સ આવા પ્લેટફોર્મ પર અપલોડ થાય છે ચલો માન્યું કે તમે સુંદર છો પરંતુ એ તમારા પરિવાર સુધી,, બહાર ની દુનિયા ને બતાવવા ની ક્યા જરૂર પડી જરા સોચો.., અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એ પણ આપણુ કલ્ચર નથી..

 

 

 

અંતે બ્લેકમેઇલ કરી પૈસા પડાવાય છે.અથવા તો અન્ય ગુનાહ ને અંજામ અપાય છે. એટલે શોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા શખ્સો મિત્રતા ની માંગણી મૂકે તો સ્વીકારવી નહી, તદુપરાંત આવા પ્લેટફોર્મ પર પોતાના ફોટોસ શેર કરવા નહીં જેથી કરીને ભવિષ્યમાં કોઈ નબીરાઓ બ્લેકમેઇલ ન કરી શકે…. નહીંતો આવી ઘટનાઓ ઘટતી રહેશે અને તંત્ર પણ રોકી નહીં શકે… એટલે શોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સો સાથે મિત્રતા કરતાં પહેલાં સાવચેતી રહેવુ અતિ આવશ્યક બને છે..

 

 

 

 તાજેતરમાં એક યુવા મિત્ર ના કહેવા મુજબ કે મારા ફેસબુક પર ચાર હજાર થી વધુ મિત્રો છે.. પરંતુ એટલું જરૂર કહીશ કે તમને જ્યારે તકલીફ પડશે ને ત્યારે આ એકપણ મિત્ર કામ નહીં આવે ફક્ત પરિવાર અને મા બાપ જ કામ આવશે… આ સત્ય છે..તો હાલ મા એક લગ્ન પ્રસંગે એક પાંત્રીસેક વર્ષની દિકરીએ મને કીધું કે મને સાઈઠ વર્ષ ના ઉપર ના દાદા એ ફ્રેન્ડશીપ ની રીકવસ્ટ મોકલી તો હવે શું લખવું* બનતું હશે બાકી મારા પર્સનલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ જેવા સારા ના સાથે સાથે ગંદકી ફેલાવતા પ્લેટફોર્મ પર કોઈ એકાઉન્ટ નથી એટલે જાજુ જાણી ન શકું.. અને *વાંચક વર્ગ મને પણ પ્રશ્ર્ન કરી શકે છે તમે શું મોડે સુધી નથી જાગતા તો સત્ય હકીકત લખું તો હુ ફક્ત કોઈ સમાજીક કાર્ય અથવા કોઈ આર્ટિકલ્સ લખતો હોઉં તો મોડે સુધી જાગતો હોવુ નહીંતો દસ વાગ્યા પહેલાં નેટ બંધ કરી દેતો હોવું.*

 

 

અહિ હુ સોશીયલ મીડીયા નો વિરોધ નથી કરતો, ડીઝીટલ યુગ છે એટલે જરૂરી છે પરંતુ સાથે સાથે એના ગુલામ બનવું એ હાનીકારક છે.. એક લીટી મા કહું તો લગામ આવશ્યક છે નહીં તો અતિ નુકસાનકારક સાબિત થશે. છેલ્લે ખાસ કહુ તો મહિલાઓ પુરુષો ને જો ધંધાકીય રીતે જરૂર હોય તો આવા મીડિયા નો ઉપયોગ જરૂર છે પરંતુ આજકાલ માત્ર શોખ ખાતિર હોય તો બંધ કરવા જરૂરી છે.. અને કહેવાય છે કે આજકાલ રીલ નામે એવો ઉપાડો લીધો છે ને જે લખી પણ ન શકાય
સબકો સન્મતિ દે ભગવાન…

 

જ્ઞાતિ ના શુભચિંતક મીડિયા મેન ની વેદનાઓ..
રમેશભાઈ રંગાણી ત્રિચનગોડ TN, (રામપર-સરવા)   

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *