Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 129…. Last 18 Years, Fully Flowers Decorate Shiv Tample – Nana Angiya

.

.

🔷 હજારોની સંખ્યામાં વલસાડ , વાપી અને વડોદરાથી ફુલ્લો….

ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા શિવભક્ત વિજયભાઈ શિવજીયાણીએ 18 વર્ષ પહેલાં પોતાની વાડીમાં થતા ફુલ્લો દ્વારા નિજ મંદિરમાં શણગાર આપી શકાય એટલા જ ફુલ્લો થી મહા શિવરાત્રી પ્રસંગે શિવભક્તો શણગારતા..

નિજ મંદિરમાં વિજયભાઈ ને અધૂરપ જણાતા બાદમાં મહા શિવરાત્રીના રોજ પુરા મંદિરને ફુલ્લોનો શણગાર આપી શકાય તે માટે પોતાના વાડીમાં થતા ફુલ્લો તો બહુ ઓછા પડે એમ હતા.. તેથી સમય જતાં વાપી , વલસાડ અને વડોદરા થી હજારીના ફુલ્લો વિજુભાઈ એ મંગાવવાનું શરૂ કર્યું અને શિવરાત્રીના આગલી મોડી રાત્રી સુધી શિવભક્તો દ્વારા અવનવી ડિઝાઇનમાં શણગાર આપવામાં આવે છે અને મંદિર ફુલ્લોની મહેકથી મહેકી ઉઠે છે.

Hari Zalak Gruh Udhyog – Nana Angiya 30 type of Orgenic Agarbati..

🔷 મહિલાઓ દ્વારા ફુલ્લોની માળાઓ બનાવવામાં આવે છે.

મહા શિવરાત્રીના પાવન પ્રસંગે મંદિરને ફુલ્લોના શણગાર આપવા મહિલાઓ દ્વારા લગભગ 4એક કલાકની મહેનત બાદ આ ફુલ્લોની માળા તૈયાર થાય છે..!! હજારોની સંખ્યામાં હજારીના અને આસોપાલવના પાનની ડિઝાઇનવાળા માળાઓ તૈયાર કરતા મહિલાઓ ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવું સમયદાન રૂપી યોગદાન આપીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે..
આપ નીચે ફોટો પર ફૂલની માલાઓ તૈયાર કરતી નજરે પડે છે..

🔷 વાજતે -ગાજતે નગરયાત્રા..

સવારે 4.30 કલાકે મંગળા આરતીબાદ મહાશિવરાત્રીના રોજ ભક્તોનું દર્શન માટે ઘોડાપૂર ઉમટી પડે છે..સૂર્યોદય બાદ પારેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. બપોર બાદ ગામ અંગીયા મધ્યે ભગવાન શિવ અને માં પાર્વતીની મોટી સંખ્યામાં બેન્ડપાર્ટી સાથે વાજતે – ગાજતે નાના અંગીયા નગરમાં શોભાયાત્રા નીકળવામાં આવે છે..

🔷 ભગવાન શિવ અને માતા પાર્વતીના સ્વરુપમાં ..

નિયતીબેન જિગરભાઈ પોકાર આ બન્ને દંપતી ભગવાન શિવ અને માં પાર્વતી સ્વરૂપમાં આપ જોઈ શકો છો..

🔷 શિવલિંગ આકારનો રથ…

નાના અંગીયાના પારેશ્વર ઓઈલમીલ & વેલ્ડીંગનો વર્કશોપ ધરાવતા દિનેશભાઈ , અરવિંદ , શંકરભાઇ & ટીમ દ્વારા શોભાયાત્રાનો રથ વાહન શિવલિંગ આકારનું બનાવ્યું હતું તે નઝરે પડે છે..

🔷 વાજતે -ગાજતે નગરયાત્રા YouTube Link..

🔷 સંતવાણી કાર્યક્રમની આછેરી ઝલક..

રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ભજનીક કલાકાર દ્વારા પારેશ્વર મહાદેવ પાસે આવેલ મેઈન ચોકમાં શિવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે.. આખી રાત્રી દરમિયાન ભજનમય બન્ની જતા શિવભકતો..

જય હો

ફોટો ક્લિક…
શરદ પોકાર , નીતિન શિવજીયાણી
મયુરભાઈ ભગત..

✍️ મનોજ વાઘાણી…
નાના અંગીયા – 96017 99904

Exit mobile version