તારીખ 26/06/2022ના રોજ યુવાસંઘ કચ્છ રિજિયન (KCR) કારોબારી સભાનું રિજીયન ચેરમેન શાંતિલાલ નાયાણીના અધ્યક્ષ સ્થાને મોસમી વાતાવરણમાં ‘પાટીદાર વિધાર્થી ભવન – નખત્રાણા’ ખાતે બપોર બાદ 3.00 કલાકે સુંદર મઝાનું આયોજન થયું..
જેમાં રિજિયનના સલાહકાર , હોદેદારો , તેમજ વિવિધ થીમ કન્વીનર અને કારોબારી સભ્ય હાજર રહેલ અને સુંદર મઝાની બેઠક વ્યવસ્થામાં અગામી દિવસોમાં કાર્ય અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા તેની આછેરી ઝલક..
યુવાસંઘ કચ્છ રિજીયનના સેકેટરી રાજેશભાઈ સાંખલા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જય ઘોષ સાથે મિટિંગની શરૂઆત કરી હતી અને સૌ પ્રથમ કેન્દ્રીય સમાજના પૂર્વ મહામંત્રી સ્વ. વાલજીભાઈ ચવાણ તેમજ સનાતની સમાજમાં નામી- અનામી સ્વર્ગીય કાર્યકરોનું આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડ્યું હતું. ત્યારબાદ ysk રિ પેમેન્ટ , કાર્યશાળા તેમજ અગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે માહિતી અને મુક્તપણે મંતવ્યો એ મુખ્ય એજન્ડા હતા..
🔷 *શૈલેષભાઇ પોકાર..*
ટૂંકું અને ટચમાં આપ લોકોને જણાવું કે 5 મહિના અગાઉ જેઓ જીયાપર-કચ્છ મધ્યે શિયાળાની કાતિલ ઠંડીમાં યુવા સુરક્ષા કવચનો (YSK ) દ્રુતીય ચેક અર્પણ કરવા કચ્છ રિજીયનની ટીમ સાથે જોડાયા હતા. સામાજીક સેવાનો જ્યાં સાદ પડે ત્યાં શૈલેષભાઈ ને આમંત્રણ ના આપો તોય પોહચે એવો તો એને સેવાકીય કાર્યો કરવાનો નશો. દરેક કાર્યકર્તા ને આશાવાદી કેમ બનવું , લોકોને સમાજ પ્રત્યે જાગૃત કેમ કરવા એનું જોર અને જોશ પૂરું પાડવાનું સ્ટોરેજ જો કોઈ હોય તો એ શૈલેષભાઇ પોકાર છે.
5 ડિગ્રી શિયાળાની કાતિલ ઠંડીમાં જેમને ચાલુ ગાડીએ અને એ પણ ડ્રાઇવિંગ કરતા પેરાલિસિસ થયું અને અમદાવાદ સુધી ની દર્દનાક સફરમાં સૌ કાર્યકરો , સગાસંબંધીઓ , સ્નેહીઓ , હિતેચ્છુઓના પગ ઢીલા અને મનમાં એકવખત તો એવું લાગ્યું કે શૈલેષભાઈ કાયમી પલંગ અને પથારીને પ્રિય થઈ જશે..!! પણ જેને જીવનમાં સારા સામાજીક કર્મો અને સેવાઓ કરેલી હોય એને મિત્રો સર્જનહાર સાથ આપે…
મન થી મક્કમ અને મનોબળથી મજબૂત માણસ ને ભલભલી માંદગી એનું શું બગાડી શકે..?? પોતાના શરીરની સ્થિતિ હજુ 20% સુધરી છે એવું ખુદ શૈલેષભાઇ માને છે ત્યારે એને ગતરોજ પાટીદાર વિધાર્થી ભવન ખાતે યુવાસંઘ કચ્છ રિજીયનની કારોબારી મિટિંગ દરમિયાન સરપ્રાઈઝ એન્ટ્રી જોઈને સૌ કાર્યકર્તાઓ પોતાની જગ્યાઓ પર ઉભા થઈને શૈલેશભાઈના સેવાકીય જોશને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો તેની આછેરી ઝલક..
🔷 *ysk રી પેમેન્ટની અંગે નવીનભાઈ ભાવાણી..*
એજન્ડા મુજબની કાર્યવાહીમાં સૌ પ્રથમ ysk રિપેમેન્ટ અંગે ચર્ચા થયેલ જેમાં યુવાસંઘ કચ્છ રિજીયન ysk pdo નવીનભાઈ ભાવાણીએ પોતાનું રિપોર્ટ રજૂ કરતા તેઓ એ જણાવેલ કે આપણી પાસે વિસ્તાર બહુ મોટો છે સાથે 73 જેવા ગામડાઓ છે અને 3,000 ysk મેમ્બર માંથી હજુ 550 રી પેમેન્ટ બાકી છે, જેઓનું ઝડપથી શોર્ટ આઉટ કરીએ.
YSk બાબતે કોઈ પ્રશ્ન મુજવતો હોય તો નારાયણ ડિવિઝન ysk કન્વીનર સુરેશભાઈ 24/7 સેવામાં કાર્યરત છે.
🔷 *બાબુલાલ કેશરાણી…*
યુવાસંઘના ysk કમિશનર અને કચ્છના બન્ને રિજીયનના સલાહકાર અને સેવાભાવી સાથે ભામાશા એવા બાબુલાલ કેશરાણીએ સૌ કાર્યકરો ને પોતાની અંતરની વાત જણાવતા કહ્યું હતું કે ભારત ભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજના કોઈ પણ પરિવાર હોય જેઓ ysk મેમ્બર હોય અને સંજોગોવસાત આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોય તેઓનો મને કોન્ટેક્ટ કરાવજો હું રી-પેમેન્ટ ભરી મુકીશ
ખીરસરા રોહાના અને આંબાના મોટા વેપારી અને નારાયણ ડિવિઝન આધ્યાત્મિક થીમ કન્વીનર ‘પ્રવીણભાઈ માવાણી’ પણ સેવાકીય કાર્યમાં સૌ પહેલા હોય જ અને તેઓ પણ આર્થિક રીતે નબળાં લોકોને ysk રી- પેમેન્ટ ભરવા આતુર છે.
🔷 *મિશન ચેરમેન…*
કચ્છ રિજીયન મિશન ચેરમેન હસમુખભાઈ નાકરાણી એ દરેક થીમના એક્ટિવ કન્વીનરો ને શબ્દો દ્વારા પીઠ થાબડી હતી. રાત્રે 2.00 કલાકે ટેલિફોનિક વાત કરતા યુવાસંઘ માટે કામ કરતા કાર્યકરો મેં જોયા છે. હાલ 73 ગામો માંથી ysk અંતર્ગત નવીનભાઈ ધોળુ , નવીનભાઈ ભાવાણી , સુરેશભાઇ હડપાણી અને જીતેન્દ્રભાઈ ચૌહાણ કોલ ઉપર કોલ આવે છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.
અગામી વર્ષોમાં google પે જેવી પેમેન્ટ ભરણા માટે સિસ્ટમ આવી જશે ત્યારે કાર્યકરના ભાગે મહેનત ઓછી થઈ જશે તેવું મિશન ચેરમેન એ જણાવેલ..
🔷 *Let પણ letest કાર્યશાળા….*
કચ્છ રિજીયનની આ નવી અને બિનઅનુભવી ટીમ અને તેમાં પણ સંજોગો એવા ઉભા થયા કે કાર્યશાળા થઈ શકી નહિ..!! ક્યારેક કોરોના , ભાગેડુ લગ્ન , શૈલેષભાઇ ને પેરાલિસિસ વગેરે અડચણો સર શક્ય ન થયું અને તેમાંયે જ્યારે વડતાલ ખાતે કાર્યશાળાનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે થીમ સાથે 40 કાર્યકરો એ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ તેઓ તો જોશ હતો.
પણ let અને letest આવતી 9 ,10 જુલાઈના રોજ પાટીદાર વિધાથી ભવન – નખત્રાણા ખાતે બે દિવસીય કાર્યશાળાનું સુંદર મોસમી વાતાવરણમાં કાર્યશાળાનું આયોજન કરવું તેવુ નક્કી થયેલ..
🔷 *મિશન રાજકીય..*
સેન્ટ્રલ લેવલે વિધાનસભાનો રાજકીય પ્રોગ્રામ થઈ રહ્યો છે અને તેમાંયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો અવસર પ્રશંગે 27 જૂનના રોજ અમદાવાદ ખાતે આપણે પોહચવાનું છે અને તારીખ 28ના મુખ્યમંત્રી અથવા તો કોઈપણ કેબિનેટ લેવલના મિનિસ્ટર સાથે બપોરનું ભોજન લેવાનું છે. તેવું યુવાસંઘ રાજકીય PDO રમેશભાઈ દળગા એ જણાવ્યું હતુ..
🔷 *મુક્ત પણે મંતવ્યો…*
કચ્છ રીજીયન સગપણ સમિતિ કન્વીનર મનસુખભાઇ રાજાણી એ જણાવેલ કે થોડા સમય પહેલા નવીનભાઈ અને અમારી ટીમ મળીને 3 લગ્ન આપણા ભાઈઓના કરાવેલા છે અને અષાઢી બીજ બાદ અમારી પાસે 10 ફાર્મ આવ્યા છે તેના માટે અમે અન્ય રાજ્યોમાં જવાના છીએ. મોસમી વાતાવરણ ધીરેધીરે કચ્છ વિસ્તારમાં બની રહ્યું છે ત્યારે એગ્રીકલ્ચર થીમ કન્વીનર ભાવેશભાઈ રામાણીએ જણાવેલું કે દરેક કાર્યકર પોતાના જન્મ દિવસ પ્રશંગે 2 થી 4 છોડનું વાવેતર કરીએ અને કૃષિ મહોત્સવમાં ભાગ લઈએ.
🔷 *અધ્યક્ષ સ્થાને રજુઆત*
*શાંતિલાલ નાયાણી..*
યુવાસંઘ કચ્છ રિજીયન ચેરમેન શાંતિલાલ નાયાણી પોતાના વિચારો રજૂ કરતા તેઓ એ સંઘની તાકાત વિશે કાર્યકરો ને પરિચિત કર્યા હતા. ગામેગામ થી યુવાસંઘની ટીમમાં ક્રીમ લોકો જોડાયા છીએ, દરેકમાં જબરદસ્ત શક્તિઓ , તાકાત અને ટેલેન્ટ છુપાયેલુ છે. બસ એને ખીલવવાની જરૂર છે.
આપણે ysk રી – પેમેન્ટ માટે ગામેગામ ના યુવક મંડળ સાથે કોમ્યુનિકેશન કરીને કાર્યને ઝડપી બનાવવાનું રહેશે અને રિજીયનના દરેક કાર્યકરો રી પેમેન્ટમાં બાકી સભ્યોને ટેલિફોનિક સંપર્ક કરીને માહિતી મેળવશો , કારણ જાણશો. સાથે ઓગસ્ટમાં આપણે ત્યાં યુવાસંઘની AGM નું આયોજન છે તેની રૂપરેખા અગામી દિવસોમાં જણાવશું..
ત્યારબાદ બરાબર ત્રણ કલાક ચાલેલ કારોબારી સભાની આભારવિધિ કચ્છ રિજીયનના ખજાનચી પ્રકાશ ભીમાણી એ કરી હતી અને રાષ્ટ્રગાન બાદ સૌ છુટા પડેલ..
*જય હો*
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રીજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…