🔷 Indian idol…
બાળપણ થી જ ગાયકીમાં ઊંડો રસ ધરાવતી કેશવી ને તેમના માતાપિતા લક્ષ્મીબેન હર્ષદભાઈ મેઘાણીએ અત્યારથી તેમની પાછળ એક નાના છોડને વટવૃક્ષ બનાવવા તરફના જબરદસ્ત પ્રયત્નો કરી દીધા છે.. કેશવીને પોતાના ઘેર ગાયકી માટેના ઉપકરણો થી લઈને માર્ગદર્શન સુધીની સુવિધાઓ હર્ષદભાઈ એ ઉપલબ્ધ કરાવી છે.
🔷 ભુજ ખાતે ટેલેન્ટ નો મહા સંગ્રામ…
તારીખ 2 અને 3 એમ બે દિવસ ભુજ ખાતે 70 કલાકારો ની ઉપસ્થિત માં ટેલેન્ટ નો મહા સંગ્રામ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં કેશવીએ ઉપસ્થિત નિર્ણયાકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ bhul bhuliyaનું શ્રેયા ઘોશાલએ ગાયેલું હાર્ડ સોન્ગ 'મેરે ઢોલના સુન, મેરે પ્યારકી ધૂન' સોંગ ગાયકી પર ટોપ 10માં સિલેક્ટ થઈ હતી અને એક રાધા એક મીરા સોંગ એ તેમણે 3rd પ્રાઈજ અપાવ્યું..100 થી વધારે સિંગર પરફોર્મર એ ભાગ લીધો હતો તેમાં નાના અંગીયા ની કેશવી પટેલ એ 3 rd પ્રાઈઝ મેળવ્યું હતું તેની આછેરી ઝલક..
નજદીક ના સમયમાં કેશવી એક મોટી ગાયકી તરીકે ઉભરી આવશે એ નક્કી..!! પોતાનો ચુંબકીય સુરીલો આવાજ તેમને ગાયકી ક્ષેત્રમાં આગવી ઓળખ કરાવશે..
નેક્ટ ગોલ:- કેશવીનો નેક્સ્ટ ગોલ ગમે તે ભોગે indian idol માં પરફોર્મન્સ આપવાનો છે..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…