Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 111.. કચ્છની ફૂલ ગુલાબી 5એક ડિગ્રીવાળી ઠંડી વચ્ચે રાજકીય રંગમા સેન્ટ્રલ યુવાસંઘની ટીમ.

#પોઝીટીવપંચ 111.. કચ્છની ફૂલ ગુલાબી 5એક ડિગ્રીવાળી ઠંડી વચ્ચે રાજકીય રંગમા સેન્ટ્રલ યુવાસંઘની ટીમ.

#પોઝીટીવપંચ 111.. કચ્છની ફૂલ ગુલાબી 5એક ડિગ્રીવાળી ઠંડી વચ્ચે રાજકીય રંગમા સેન્ટ્રલ યુવાસંઘની ટીમ.. વોર્ડ અને સરપંચ પદના ઉમેદવારો ની શુભેચ્છા મુલાકાત લેતું યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની આછેરી ઝલક…

🔷 ઠંડી વચ્ચે રાજકીય ગરમાવટ…

આ પોસ્ટ લખાય છે ત્યારે ગ્રામપંચાયતની ચૂંટણીને માત્ર ગણતરીના બે દિવસો બાકી છે.સમરસ થઈ ગયા છે , એ ગામડાઓ સિવાય બાકી રાજકીય માહોલ જામ્યો છે.ગામના પ્રથમ નાગરિક અને વોર્ડ સભ્યો બનવવાની હોડમાં , રીતસરની મોડી રાત્રી સુધી ગામની શેરીઓમાં ચહલપહલ જોવા મળી રહી છે.
તો બીજી બાજુ ચોકના ઓટલાઓ પર ચૂંટણી એક્સપર્ટ આ ફૂલ ગુલાબી ઠંડીમાં તાપણીના સહારે , ભજીયા અને ગોટા ખાતા 20 થી 25 લોકો વચ્ચે પોતાનો અનુભવનો એક્ઝિટપોલના આંકડા રજૂ કરી રહ્યા છે. અત્યારે કચ્છમાં સીઝનની સારી એવી ઠંડી પડી રહી છે તેવા સમયે ચૂંટણીની ચારેકોર ચર્ચા એ રાજકીય માહોલમાં ગરમાવટ પકડી છે..

🔷 સેન્ટ્રલ યુવાસંઘ પોલિટિકલ & લીડરશીપના કન્વીનર મયુરભાઈ રંગાણી અને PDO રમેશભાઇ દળગા આજકાલ કચ્છના રાજકીય રંગમાં…

ગ્રામપંચાયતની ચૂંટણી તેમજ અગામી 2022માં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સેન્ટ્રલ યુવાસંગ પશ્ચિમ કચ્છના પ્રવાસે છે.. સરપંચપદના ઉમેદવાર તેમજ બિનહરીફ સરપંચની શુભેચ્છા મુલાકાતમાં ભડલી , પલીવાડ , જીયાપર મધ્યે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન પોકારની શુભેચ્છા મુલાકાત તો વેસલપર વગેરે ગામડાઓમાં રૂબરૂ ચર્ચા કરી હતી..
ટેલિફોનિક ચર્ચામાં મયુરભાઈ રંગાણીએ હાલમાં કચ્છમાં જાણે કાશ્મીરમાં ફરતા હોઈએ તેવો ટાઢોડો માહોલ જામ્યો છે સાથે અહીંના મીઠડા માણસોનો આવકાર અને મહેમાનગતિ હંમેશા યાદગાર રહશે.

🔷 યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના હોદેદારો પણ લોક સંપર્કમાં…

ઉત્સાહી અને એક્ટીવ , રાજકારણમાં સક્રિય અને નોલેજેબલ પર્શન એવા સેન્ટ્રલ યુવાસંઘ પોલિટિકલ & લીડરશીપના PDO તેમજ પશ્ચિમ કચ્છ રિઝિયનના CCM મેમ્બર રમેશભાઈ દડગાએ સમગ્ર પ્રવાસની રૂપરેખા તૈયાર કરી હતી..
ગામડાઓમાં શુભેચ્છા મુલાકાતમાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી સાથે મિશન ચેરમેન હસમુખભાઈ નાકરાણી , સહ મંત્રીશ્રી તુલસીભાઈ લીંબાણી , ખજાનચી શ્રી પ્રકાશભાઈ ભીમાણી , નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી નવીનભાઈ પોકાર , ઝોન સમાજ ના સહ ખજાનચી અશોકભાઈ ધોળુ, મકેશભાઈ ઉકાણી , મયુર ભીમાણી , ભરતભાઈ છાભૈયા , ભરતભાઇ ઠાકરાણી , ઉમેશભાઈ માનાણી , તુલસી પોકાર , વગેરે હાજર રહ્યા હતા…

ફોટો સેન્ડર…
ઉમેશ માનાણી , રસિકભાઈ ભગત…

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO , યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન.
96017 99904

Exit mobile version