🔷 કનકપર વિસ્તારમાં મોટેપાયે ફાર્મિંગ કરતા પાટીદારો…

સરકારશ્રી તેમજ વિવિધ સંસ્થાઓ , દવા કંપની ઓ જ્યાં અવાર – નવાર , જે વાડી વિસ્તારમાં પોતાના સેમિનારો, માર્કેટિંગ અને માર્ગદર્શન કેમ્પો યોજતા હોય , એ વિસ્તારમાં મોટાપાયે પાટીદારો ફાર્મિંગ કરે છે..
આ વિસ્તારનો સમૃદ્ધ વાડી વિસ્તારનો અંદાઝ આ બાબત પરથી તો લગાવી શકાય છે..!! વર્ષો પહેલા ગામડાઓ માંથી આવી ને કનકપર સ્થળે સ્થાઈ થયેલા પાટીદારની ખેતી કરવાની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અને વધારે ઉત્પાદન કઈ રીતે લઇ શકાય તે કનકપરના ફાર્મર અન્ય માટે પ્રેરણારૂપ છે..

www.ekzalak

🔷 ફાર્મિંગ ક્ષેત્રે વાડીલાલભાઈને ગુજરાત રાજ્ય ક્ષેત્રે બે મોટા એવોર્ડ મળી ચુક્યા છે..

એકરમાં નહિ પણ નજર પોહચે ત્યાં સુધી કનકપર વિસ્તારમાં જાઓ એટલે આપણા પાટીદાર ભાઈની સેજે પૂછો તો કહે કે 100એકર ઉપર. અને મેનેજમેન્ટ પણ એકલા કરતા હોય એ એની જભરી ખાસિયત. ફાર્મિંગ મેનેજમેન્ટ કનકપરના ખેડૂતો પાસે શીખવા જેવું ખરું..


ફાર્મિંગ સાથે જોડાયેલા વાડીલાલભાઈ ને નિતનવું અને અન્યથી અનોખુ કરવું સ્વભાવમાં છે સાથે જે કાંઈ પણ કરો તેમાં ઊંડા ઉતરી જાશો તો તેનું મૂળ સમજાશે અને સફળ થશો એવું વાડીલાલ ભાઈ નું માનવું છે..વર્ષ 2015માં આત્મા તરફથી રાજય કક્ષાએ બેસ્ટ ફાર્મર એવોર્ડ તો વર્ષ 2017માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના હસ્તે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વાડીલાલ ભાઈને મળેલ એ એવોર્ડ એના ફાર્મિંગની સફળતા.

🔷 Be. Civil એજ્યુકેટેડ ફાર્મર વાડીલાલભાઈ પોકાર..

જે વખતમાં એજ્યુકેશન ને પ્રોત્સાહન અપાતું ન હતું , સાથે બાપદાદા વખતમાં માત્ર 4 કે 5 ચોપડી અભ્યાસ કરતા હોય અને બાદમાં તો ઘરના વડીલો જ પોતાની ખેતી વાડી કે લાકડા સો-મિલમાં કામે લગાડતા એવા સમયે Be. civil સુધી અભ્યાસ કરીને વાડીલાલભાઈએ ખરેખર કેડી કંડારી છે. અભ્યાસુ વૃત્તિ જ વાડીલાલભાઈ ને ખરેખર અગ્રેસર બનાવ્યા છે.

🔷 કચ્છ જિલ્લાનું 2007થી 100% ડ્રિપ પદ્ધતિથી ખેતી કરતું કનકપર ગામ..

કનકપર ગામ અને આસપાસમાં થતી તરબૂચ ને ટેટી ભારત ભરમાં વખણાય છે.લોકોની પહેલી પસંદ આ વિસ્તારમાં થતી મધમીઠી ટેટી છે.જેમાં જગદીશ ડાયાણી ,અલ્પેશભાઈ ડાયાણી, દિલીપભાઈ રંગાણી જેઓ ટેટી ઉછેરમાં મહેર છે.સાથે આ વિસ્તારમાં ગૌચર વિકાસ થાય તે માટે કાંકરેજ દેશી ગાયનું શુદ્ધ ઓર્ગેનિક ધી *કનેકશ્વરી બ્રાડ* નામે વહેંચાય છે.
આ વિસ્તારમાં પાણી મીઠા અને તળ ઊંચા હોવા છતાં પાણીની બચત થાય એ અંતર્ગત ખેડૂતો આધુનિક પધ્ધતિ નો ઉપયોગ કરીને વર્ષ 2007 થી 100% ડ્રિપ પધ્ધતિ થી ખેતી કનકપર ગામ કરી રહ્યું છે.

🔷 વિવિધ સસ્થાઓમાં સેવાઓ આપતા વાડીલાલ ભાઈ..

👉 છેલ્લા 17 વર્ષથી કનકપર સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે કાર્યરત..

👉 કનકપર ગ્રામપંચાયતમાં ઉપસરપંચ પડે વર્ષ 2007 થી 2012માં સેવાઓ આપેલ..

👉 તાલુકા ભાજપના મહામંત્રી પડે વર્ષ 2015 થી 2019.

👉 પશ્ચિમ કચ્છ ઝોન સમાજના સલાહકાર શ્રી પદે..

👉 દિલ્લી ખાતે 2007માં નિર્મલ ગ્રામ પંચાયત પુરસ્કાર મળેલ..

👉 2008માં micro irrigations saytem (M.I.S) ડેવલોપમેન્ટમાં નલિયા ખાતે એવોર્ડ..

👉 વર્ષ 2015માં આત્મા તરફથી રાજયકક્ષાએ બેસ્ટ ફાર્મર એવોર્ડ..

👉 વર્ષ 2017માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના હસ્તે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વાડીલાલ ભાઈને મળેલ..

👉 ચાલુ વર્ષ 2021 ના કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદની જવાબદારી વાડીલાલ ને મળેલ..

વિવિધ સંસ્થાઓમાં નાની વય થી જોડાયેલા અનુભવી વાડીલાલભાઈ કચ્છ જિલ્લાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનતા ચો-મેરથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન વાડીલાલ ભાઈ ને અભિનંદન પાઠવે છે.

ફોટો & ઇન્ફો સેન્ડર..
જગદી
શભાઈ ડાયાણી

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO .યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *