Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 110.. એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર

#પોઝીટીવપંચ 110..   એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર

 #પોઝીટીવપંચ 110.. એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર , દમદાર દિનેશ નાકરાણી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના પ્રોગ્રામ સમયેની આછેરી ઝલક…

હાલ જેમને T-20 ક્રિકેટ ફોર્મેટમાં સમગ્ર વિશ્વમાં વર્ષે 2021માં વધુ વિકેટ ઝડપી છે, જેમને સમગ્ર જીવન ક્રિકેટ ને સમર્પિત કર્યું છે એવા મહેનતુ અને લાંબી સિક્સર મારવી તેના ડાબા હાથનો ખેલ તેવા દિનેશ મગનભાઈ નાકરાણી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન ના પરિવાર પરિચયમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે હાજરી આપી હતી.
 
કડવા પાટીદારોમાં મોટાભાગે ગમતા ફિલ્ડમાં જવા ઇચ્છતા બાળકોના મા – બાપની રજામદી હોતી નથી..!! ખરેખર દિનેશભાઇ નાકરાણીનું માનવુ છે કે જો ગમતા ફિલ્ડમાં પોતાને બાળક ને છૂટછાટો અને પ્રોત્સાહ આપશો તો તેનું ઉદાહરણ તમારી સામે જ ઊભું છે. વધુમાં દિનેશભાઈ એ જણાવ્યું હતું કે મારા પિતાશ્રી મગનભાઈ અને ભાઈશ્રી સુરેશભાઈએ ત્યાં સુધી છૂટ આપી છે , કે જ્યાં સુધી તારા હાથ પગ ચાલે ત્યાં સુધી માત્ર ક્રિકેટ રમજે. ઘરથી મળેલ મને આ પીઠબળ આજે મને આ લેવલ નો ક્રિકેટર બનાવ્યો છે.

ક્રિકેટ માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના દેશોમાં રમાય છે અને તમારી રમત ધારદાર હશે તો અન્ય દેશો તમને તેની ટીમનો હિસ્સો બનાવશે. સાથે જેઓ ને ક્રિકેટ માં રસ હોય તેને માર્ગદર્શન અને તમારા ઘેર જો માતા પિતા રજા ન આપતા હોય તો તે ને મનાવવાની જવાબદારી દિનેશભાઇએ નાકરાણીએ લીધેલ હતી..
#જય હો
ફોટો ક્લિક…
મયુર ભીમાણી , ભાવિક માવાણી..
 
મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન..
96017 99904
23.114895469.046164
Exit mobile version