અંકિત સખિયાનો આ ગુજરાતી ફિલ્મનો પહેલો અનુભવ છે, આ સાથે કલાકારોથી લઈને ક્રૂ મેમ્બર્સમાં ઘણાં એવા લોકો છે કે જેમના માટે ફિલ્મ સાથે જોડાવું અને ફિલ્મમાં કામ કરવું આ પહેલો અને નવો જ અનુભવ હતો, આમ છતાં ફિલ્મની સ્ટોરી, મ્યુઝિક અને સ્ક્રીન પ્લે લોકોને થિયેટરમાં એવા જકડી રાખે છે કે સવા બે કલાકનું મૂવી તેમનો જીવનનો ઘણો મોટો પાઠ ભણાવીને રહે છે.

લાલો ફિલ્મના ડિરેક્ટરે ‘ધ સીએમ શો’માં ફિલ્મ વિશે ઘણી વાત કરી હતી, જેમાં તેમને જે સવાલો થઈ રહ્યા હતા તેના જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં તેમણે લાલો શબ્દ બહુ દેશી લાગે છે તે અંગે પણ વાત કરી છે. જ્યાં અંકિત કહે છે કે, (ફિલ્મના નામની વાત આવે ત્યારે) આ નામ જ યાદ ન આવે, ઘણાંએ કહ્યું કે આ દેશી લાગે છે, પણ મેં કહ્યું આ મેં નથી રાખ્યું, આ તો તેનું (કૃષ્ણ) પ્રમાણ છે.


ઘણી કારની પાછળ શ્રી કૃષ્ણ સદા સહાયતે લખ્યું હોય છે એ એમ જ નથી આવી ગયું, એ એક વિચાર છે. જે વ્યક્તિ કાર ચલાવે છે તેને ખબર છે કે આ નામનું મહત્વ કેટલું થાય છે. એ ભાગ્યશાળી છે.. કૃષ્ણના ઘણાં નામો હોવા છતાં લાલો નામ લોકોના દિલને આજે ફિલ્મના માધ્યમથી ઘણું અસર કરી રહ્યું છે.

આ ફિલ્મની અસર થિયેટરમાંથી અને થિયેટર બહારથી સામે આવી રહેલા વીડિયોમાં છતી થઈ રહી છે. એક ગુજરાતી ફિલ્મે ઘણાંના જીવનમાં પરિવર્તન લાવી દીધું હોવાના દાખલા પણ સામે આવી રહ્યા છે. ફિલ્મના કલાકારો અને ડિરેક્ટર લોકોની વચ્ચે જાય ત્યારે તેમને જોઈને અભિભૂત થઈ રહ્યા છે. આ પ્રેમ મળતા ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો પોતાના સારા કામ બદલ ગર્વ અનુભવી રહ્યા છે.



આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…
