🔷 સમય ક્યારે…..!!

હેલ્થી શરીર ધરાવતા સંજુભાઈ રૂડાણીનું માનવું છે કે સમય ક્યારે ફેર બદલ થઈ જાય એ આપણે સપનામાં પણ સોચી ન શકીએ..!! કુદરત આપણી પાસે કોરોના રૂપી રાક્ષસ મોકલશે એ તમે ને મેં ખ્યાલ સુધા નોહતો કર્યો. 2021ના વર્ષે મારા માટે પડકારરૂપ રહેલ, મારા દુશ્મન ને પણ કુદરત આવા કપરા દિવસોનો ભેટો ન કરાવે..


ભુજ G.K જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં 26 દિવસ સુધી સારવાર હેઠળ રહેલ સંજુભાઈની આજુબાજુ એક ડેડ બૉડી બે દિવસ સુધી પડેલ અને આસપાસ ઓક્સિજનની કમી ને કારણે તડફડીયા મારતા લોકોને નિહાળી – નિહાળી ને સંજુભાઈ પણ મેન્ટલી હારી ચુક્યા હતા..


એક સમય સંજુભાઈ નું ઓક્સિજન લેવલ 70ની આસપાસ રહેતું , ઓક્સિજનની ભારે માંગ ને કારણે અને જાજા દિવસો હોસ્પિટલમાં રહી જતા, દરરોજ ના હજારો કેસ ડેડ તો થતા સાથે સ્મશાન ગૃહમાં વેઇટિંગ ના મેસેજ થી હતાશ સંજુભાઈ ને હેતુ સંતોષીઓ, મિત્રો એ મોટીવેટ કરેલા એટલે સમય ક્યારે બદલાઈ જાય એના કરતાં સેવાકીય કાર્યો માં જોડાઈ જાઓ મિત્રો એજ જીવન ની સાચી ખુશી છે એવું સંજુભાઈ નું માનવું છે..

🔷 સેવાકીય કાર્ય માં પ્રવૃત…

મને કુદરતે નવું જીવન આપ્યું છે, તો તેનો ઉપયોગ સારા કાર્યો માં સમર્પિત કરવું છે. હાલ નાના અંગીયા ગૌ શાળા મધ્યે લીલોચારો ગવત્રીને નિરણ થઈ રહ્યા છે. સવારે વોકિંગની સાથે સંજુભાઈ મિત્રો સાથે લીલોચારો ગાયના ગમણમાં નિરણ કરી રહ્યા છે, અને અન્ય લોકોને મેસેજ પણ આપી રહ્યા છે કે સેવાકીય કાર્ય કરવાની જ્યારે પણ તક મળે ત્યારે તે ઝડપી લેશો કેમકે કાલ કોને જોઈ છે.?


મિત્રો, આજની જનરેશન પાસે ટાઈમ જ નથી, પણ ટાઈમ ખરેખર કાઢવો પડશે, તમને મળેલ સમય માંથી થોડોક સમય ખરેખર આવી સેવાકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરશો તો જીવન અંતિમ પળ સુધી ખુશી અપાર હશે.
મને મળેલ બોનસ રૂપી જીવન મારાથી બની શકે એવી સેવાકીય કાર્યો માં સમર્પિત કરવું છે.

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *