🔷 લોકો માટે પ્રેરણારૂપ પાત્ર ‘અમ્રતભાઈ વાલાણી’
ભગવાન મૃત્યુલોકમાં એવા પણ માણશો ને મૂકે છે , તમે આસપાસ નઝર ફેરવશો તો નઝરે ચડશે, જેમની પાસે પૈસો ખૂબ હોય છે. હરામ જો ગુંજવામાં હાથ નાખે તો..? જાણે વીંછી બેઠો હોય..!! તેમને માત્ર સંગ્રહ કરવા ને માટે ભગવાન એ મોકલયા હોય, એવું અમુક માણશો ને જોઈને લાગે જ..! અંતે પોતે સુખ માણતો નથી અને પાછળની પેઢીયું પાસે આવેલ પરસેવા વગરનું ધન ,મોજશોખના રવાડે ચડી જઇ ને પૂરું થઈ જતું હોય અને આવા સેવાયજ્ઞ પ્રવૃત્તિમાં વપરાતું એ નથી..
ધંધો નાનો કે મોટો મહત્વનો નથી, આપણી આસપાસ વસતો હરેક જીવ ને આપના કાર્ય થી કેટલો સતોષ છે તે મહત્વનું છે.! જીવદયાના દરેક જીવો માટે જેમને એવું નક્કી કર્યું કે મારે તો દિવસ ઉગતાની સાથે દુકાને પ્રથમ પગથિયું ચડનાર ગ્રાહક મને 1000 આપે કે 1 રૂપિયો મારે તો મનથી નિશ્ચિત કરેલ જીવદયા માટે રાખેલ પોટલીમાં મૂકી દેવાનો.. ઈશ્વર નું દિલ મોટું છે એ મને ધાર્યા કરતાં ત્રણ ઘણું આપે જ છે એવું અમૃતભાઈ નું માનવું છે..! વિથોણ મધ્યે ટાયર પંચરના વ્યવસાય સાથે સંકળાયેલા – અમૃતભાઈ વાલાણીના દિલેરી દિલડા ને સલામ..
🔷 આ પોટલાંમાં કેટલા પૈસા છે એ મને ખ્યાલ નથી..! તમે જ શાંતિભાઈ લખી નાખજો..
Hari Zalak Gruh Udhyog – NaNa Angiya Orgenic Agarbatti Product
હાલ વિથોણ મધ્યે જીવદયાના લાભાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. અને ભાગવતના બીજા દિવસે ધાર્યા કરતાં શ્રોતાઓની સંખ્યા ત્રણ ઘણી છે. જીવદયાના લાભાર્થે સપ્તાહના આયોજનમાં કોઠારા , નલિયા , નિરોણા સુધીના સેવાભાવી આ ભાગવતનું રસપાન કરવા આવે છે. સાથે પ્રિય જગદીશભાઈ જોશીની ભાગવત કથા પરની પકડ શ્રોતાઓ એકી બેઠકે પકડી રાખે છે.👌👌
બીજા દિવસે સૌ લોકો અમ્રતભાઈ વાલાણીના સેવાકીય કાર્યના દીવાના થઈ ગયા હતા..! વાલાણી સોંપ ની થતી દિવસ દરમિયાનની પ્રથમ આવક તેઓ જીવદયા માટે રાખેલ પોટલીમાં એકઠી કરે છે. અને એ એકત્રિત રકમ ગણ્યા વગર જ આ ‘ભાગવત સપ્તાહમાં’ શાંતિલાલ & આયોજક ટીમને અર્પણ કરી હતી અને કહ્યું હતું આ જીવદયાના કાર્યમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે સ્વીકારશો..
કંજૂસ કરોડપતિ ને પણ પ્રેરણા પુરી પાડતુ પાત્ર હોય તો ખરેખર અમ્રતભાઈ વાલાણી..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી
પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…