Site icon Ek Zalak

#EkZalak572.. Village Lover’s… Nana Angiya.

ભુજમાં ધંધાર્થે વિવિધ સોસાયટી અને નગરમાં રહેતા નાના અંગીયા નિવાસીઓ એકબીજામાં નજદીકતા વધે , ભાઈચારા ની ભાવના વધે અને ચીરપરિચિત થાય એવા ઉમદા હેતુથી કોડકી ગંગાજી મધ્યે મેળાવડો કર્યો..!

🔷 નાના અંગીયા નો ઇતિહાસ….

ગત રવિવારના રોજ ભુજ તાલુકાના કોડકી ગંગાજી મુકામે ભુજમા રહેતા નાના અંગીયા નિવાસી એકત્રિત થયેલા આ પ્રશંગે “વિશાલભાઈ ડાયાણીએ” નાના અંગીયાનો સુંદર મઝાનો ઇતિહાસનું સૌ લોકો સમક્ષ વર્ણન કર્યું હતું.. આ એકદિવસીય મનોરંજન મેળાવડામાં બાળકો થી લઇને વડીલો ને પોતાના પરિવારરૂપ સમાજજો ને નિહાળી ને અંતરની મીઠી મોજ પડી હતી..

🔷 માત્ર મનોરંજન….

કોડકી ગંગાજી મુકામે સવારે 9.00 કલાકે સૌ કોઈ સમયસર પોહચેલા. ત્યારબાદ નાસ્તાનું આયોજન કરેલુ , બરાબર 10.00 કલાકે એકબીજા થી ચીરપરિચિત થાય તે ઉમદા હેતુથી ‘પરિવાર પરિચય’ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાનેરા થી મોટેરા સૌ ભાગ લઈ શકે તેવી મનોરંજન રમતો રમાડવામાં આવી હતી. બપોરના 12.30 કલાકે સમૂહ ભોજન બાદ સૌ છુટા પડેલ…

Hari Zalak Gruh Udhyog – Nana Angiya 30 type Orgenic Agarbatti….

🔷 અંતરનો રાજીપો…

દાનાભાઈ નાનાજીભાઈ પારશિયા એ ખુલ્લા મંચમાં પોતાનો અંતરનો રાજીપો વ્યક્ત કરતા કહેલું કે ‘વર્ષમાં એક વખત’ તો જરૂરથી પોતાના વતન ગામ અંગીયાની મુલાકાત કરવી જ. જેથી ત્યાં રહેલ આપના સમાજજોના સંપર્કમાં રહી શકીએ, એકબીજાથી નજદીકતા વધે.

અમૃતભાઈ મેઘાણીએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહેલું કે વર્ષમાં બે થી ત્રણ વખત ભુજ રહેતા નાના અંગીયા નિવાસી આપણે સૌ આવી રીતે મેળાવડો કરતા રહીએ..ખરેખર સૌ સાથે જોઈને ખૂબ આનંદ થાય છે.
આ મેળાવડા પીકનીક પરિચયનું સંચાલન વિશાલભાઈ ડાયાણીએ કર્યું હતું તો રમેશભાઈ મેઘાણી , શંકરભાઇ મેઘાણી, નારણભાઇ ભગત, શાંતિલાલ ડાયાણી, મોહનભાઇ રૂદાણી તેમજ હરેશભાઇ મણિલાલભાઈ કેશરાણીએ
આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેવું ટેલિફોનિક ચર્ચામાં જણાવ્યું હતું..

“જય હો”

ફોટો સેન્ડર..
હરેશભાઈ કેશરાણી..

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 96017 99904

Exit mobile version