#EkZalak570.. બેકટેરિયા કલ્ચરથી ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન સેમિનાર ખીરસરા (રોહા) મધ્યેની આછેરી ઝલક..વધી રહેલા ખર્ચાને પોહચી વળવા અને જમીનને ટકાઉ અને ઉપજાઉ કેવી રીતે બનાવી શકાય તેવું બંસી ગીર ગૌ શાળાના સંસ્થાપક ગોપાલભાઈ સુતરીયાએ પ્રોજેક્ટર પર સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું.. (ખીરસરા પાટીદાર યુવક મંડળ આયોજીત)

🔷 કચ્છનું કેસર કેરીનું હબ ગણાતું ખીરસર રોહા મધ્યે સેમિનાર..

     ખીરસરા રોહા અને તેની આસપાસનો મોટાભાગનો વિસ્તાર બાગાયતી ખેતી માટે જાણીતો છે..! સુખપર રોહા , ખીરસરા , વેશલપર તેમજ ગઢશીશા વિસ્તારમાં કેશર કેરી , પપૈયા ,કેળા ના બગીચાઓ મોટાપાયે આવેલા છે..અહીંના ખેડૂતો ઓર્ગેનિક ખેતી અને છાણ ખાતરનો ઉપયોગને પ્રથમ પાયોરિટી આપી છે.ગૌ આધારિત ખેતી અને તેનાથી થતા ખેડૂત અને જમીનને ફાયદા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.. છાણ – ખાતર માં વિવિધ પ્રોસેસ દ્વારા બેક્ટેરિયાની સંખ્યા વધારીને જમીનની ફળદ્રુપતા તેમજ ગાય ખેતી ક્ષેત્રે કેટલી ઉપયોગી છે અને વધુ ઉત્પાદન કેવી રીતે લઇ શકાય તેવું ગોપાલભાઈ સુતરીયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..

     આ વિસ્તારમાં મોટેપાયે બાગાયતી ખેતી આવેલી છે અને ખેડૂતો તો જો વધુ માં વધુ ગૌ આધારિત ખેતી તરફ પ્રયાસ કરશો તો આપણે ગૌ -માતાને તેમજ જમીનની ગુણવત્તા ટકાવવામાં કામયાબ થશું તેવું ખીરસરા રોહા મધ્યે બેક્ટેરિયા કલ્ચર કેમ્પમાં માહિતગાર કર્યા છે..

🔷 ગાય કેટલી ઉપયોગી..!!!

ગાયને ઘર આંગણે રાખવામાં અનેકવિધ ફાયદાઓમાં બજારનું મિલાવટ વગરનું ચોખુ દૂધ તો મળે સાથે આજકાલનો ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ નઝર કરી છે , ત્યારે છાણ તેમજ ગૌ મૂત્ર બજારોમાં ઉચ્ચા કિંમતે મળવા લાગ્યા છે. ( લોકો મોટા બેરલમાં ભરીને સંગ્રહ કરવા લાગ્યા છે) તે ઘર આંગણે ઊચ્ચ ગુણવત્તાવાળું મળી રહે છે..

ઓર્ગેનિક દવાઓમાં મોટાભાગે ગૌ મૂત્રનો ઉપયોગ થાય છે અને જમીન અને છોડના મૂળમાં છાણિયા ખાતરનો ઉપયોગ થી જમીન ઉપજાઉ અને ફળદ્રુપ જળવાઈ રહે છે. અને ઉત્પાદન પણ વધારો જોવા મળે છે..! રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને હવે આપણે પૂર્વજોની થિયરીથી ગૌ આધારિત ખેતી તરફ વળીએ તો ગાયનું સંવર્ધન થાય સાથે જમીન પણ ઉપજાઉ બને..

🔷 યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના કૃષિ અને પર્યાવરણ થીમ PDO અને કન્વીનર ઉપસ્થિત રહેલ..

બેકટેરિયા કલ્ચરથી ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન સેમિનાર ખીરસરા (રોહા) મધ્યે યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓના ખેડૂતો શ્રી લક્ષ્મીનારાયણ સમાજ – ખીરસરા રોહા મધ્યે પધાર્યા હતા.. આ સેમિનારમાં ગોપાલભાઈ સુતરીયાએ અને મેઘજીભાઈ હિરાણીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના કૃષિ અને પર્યાવરણ થીમ PDO અને કન્વીનરમાં જગદીશભાઈ છાભૈયા, ભાવેશભાઈ રામાણી તેમજ ખજાનચીશ્રી પ્રકાશભાઈ ભીમાણી નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી નવીનભાઈ પોકાર, સામાજીક અને આધ્યાત્મિક કન્વીનર પ્રવિણભાઇ માવાણી , મુકેશભાઈ ઉકાણી હાજર રહેલા..

અન્ય મૈવડીઓમાં જીતુભાઇ માવાણી , શાંતિલાલ ભાઈ માવાણી ,ખીરસરા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખશ્રી નારણભાઇ છાભૈયા ,મંત્રીશ્રી રવજીભાઈ માવાણી તેમજ યુવક મંડળના પ્રમુખશ્રી લખમશીભાઈ માવાણી, મંત્રી શ્રી પ્રવિણભાઇ માવાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના ગામના લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહેલ..આ પ્રોગ્રામનું આયોજન ખીરસરા રોહા પાટીદાર સનાતન યુવક મંડળએ કરેલ…

ફોટો & info સેન્ડર .

ભાવેશ રામાણી – નારણપર (રોહા)
કૃષિ & પર્યાવરણ કન્વીનર
નારાયણ ડિવિઝન..

✍️ મનોજ વાઘાણી..
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *