🔷 5 – 5 ઓવર્સની રસપ્રદ રમતમાં બે પ્લયર્સ લેડીશ પણ…!!!

નખત્રાણા તાલુકાનું 80% પાટીદાર વસ્તી ધરાવતું વિથોણ ગામ વિવિધ એક્ટિવિટી માટે જાણીતું છે. પાછલી બે સીઝનથી રમાતી બોક્સ ક્રિકેટ ભાઈઓ સાથે બહેનોનું આકર્ષક જમાવ્યું છે. આ આયોજન ની બીજી ખાસિયત એ છે કે ભાઈ સાથે બહેનો પણ ટુર્નામેન્ટમાં ભાગ લે છે..
એક ઈનિંગ 5 ઓવરની હોય છે અને એમાં પણ ફરજીયાત એક ઓવર મહિલા પ્લેયર્સને નાખવાની હોય છે.અને એક ટીમમાં બે મહિલા પ્લેયર્સ હોય છે.આસપાસના ગામડાઓ રમાતી ટુર્નામેન્ટમાં મોટા ભાગે ભાઈઓની રમાતી હોય તો અમૂક જગ્યાઓ પર બહેનોની માત્ર ટુર્નામેન્ટ હોય ત્યાં વિથોણ ગામે અનોખી રીતે બે મહિલા પ્લેયર્સ ભાઈઓ સાથે રમતી નઝરે પડે છે..

🔷 બેક ગ્રાઉન્ડમાં ટાવર જોઈને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાતી હોય તેવા આભાસ લાગે…

પાટીદાર સમાજના પ્રટાગણમાં રમાતી ટુર્નામેન્ટ અને અહીં એન્ટ્રીમાં આવેલ ટાવર ખૂબ આકર્ષક લાગે છે..! જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ હતી તેના બેક ગ્રાઉન્ડમાં ટાવરનું લોકેશન જોતા કોઈ મોટી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ચાલતી હોય તેવું ર્દશયમાંન થાય..
ફાઈનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ અવર કડવા પાટીદાર સમાજનો એકમાત્ર ઇન્ટરનેશનલ પ્લેયર્સ એવા દિનેશભાઇ નાકરાણી ઉપસ્થિત રહેલ અને ખેલાડીઓ સેલ્ફી ઉપર સેલ્ફી લીધેલ સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણી અને નારાયણ ડિવિઝનન મહામંત્રી નીતિનભાઈ ભાદાણી અને pro મનોજભાઈ વાઘાણી પણ સાથે રહેલ..

🔷 ટુર્નામેન્ટનો વિડિઓ જોવા માટે નીચે આપેલ ekzalak youtube ચેનલની લિંક..

🔷 જીવદયાના લાભાર્થે ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય..

આયોજક ભાઈઓ જોડે થયેલ વાતચીતમાં ભાઈઓ એ એવું જણાવ્યું કે સામાન્ય પશુ-પક્ષીઓ ને ચારોચાર કે ચણ નાખવા માટે ઘણાબધા દાતાઓ આગળ આવતા હોય છે.પણ ઘણા એવા પરિવારો છે જેઓ દવાખાને સામાન્ય દવા પણ લેઇ શકતા નથી તેવા પરિવારો માટે મેડિકલ હેલ્પથી લઈને સેવાઓ આ પાટીદાર યુવા ગ્રુપ આપી રહ્યું છે.આ અમારો મુખ્ય હેતુ રહ્યો છે.
તેના માટે છેલ્લી બે સીઝન થી ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ…

🔷 વિવિધ ફ્રેન્ચાયસી અને દાતા પરિવાર સાથે આયોજકો…

👉 ઉમાડેરી હેરીકેન્સ…
👉 ઉપાસના વોરીઅર્સ.
👉 શિવાજી ફાર્મ
👉 સુરાણી વોરીઅર્સ..

ફાઇનલમાં સુરાણી વોરિયર્સ અને ઉપાસના વોરીઅર્સ વચ્ચે છેલ્લા બોલ સુધી ફાઈટ થઈ હતી. છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી અને તેમાં પણ લાસ્ટ 1 બોલમાં 4 રન ની જરૂર હતી અને ટીમ ઉપાસના પ્લેયર્સએ બાઉન્ડ્રી મારતા ટ્રોફી ઉપાસના વોરીઅર્સના નામે અંકિત થઈ હતી..
દાતા પરિવારમાં બચુભાઇ નાયાણી , વિજય આઇસકેન્ડી, બિપિનભાઈ સુરાણી(કલકત્તા) , ઉમા ટી & કોલડ્રીન્ક્સ ,દિનેશભાઇ રૂડાણી , સ્વ. દિનેશભાઇ અબજીભાઈ નાયાણી, લષ્મીબેન નાયાણી.

🔷 આયોજક ભાઈઓમાં..

અવિનાશ નરસીંગાણી, દર્શનભાઈ સુરાણી, મનીષ ભાઈ વાલાણી, નિર્મલભાઈ વાલાણી , ખુશાલભાઇ રામાણી, રાજેશભાઇ સુરાણી ,કમલેશભાઈ વાલાણી
નવીનભાઈ સુરાણી , રાજેશભાઈ વાલાણી , મિતુલ ભાઈ માનાણી, વિવેકભાઈ વાલાણી

🔷આયોજક બહેનો

ખુશીબેન નાયાણી, આરતીબેન નાયાણી, દ્રષ્ટિબેન ભગત,

🔷 આયોજન માં સહયોગ આપેલ ભાઈઓ..

ચંદ્રેશભાઈ રૂડાણી, દિપકભાઇ નાયાણી, ભાવિન ભાઈ રૂડાણી, નિકુંજભાઈ ભગત, મહેન્દ્રભાઈ સુરાણી ,હાર્દિકભાઈ વાલાણી ,કેવલ નરસીંગાણી
એ આયોજન સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો..

*જય હો*

ફોટો સેન્ડર..
દિપક નાયાણી..

✍️ મનોજભાઈ વાઘાણી
નાના અંગીયા – કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *