#EkZalak558… અંગ્રેજીમાં વાતું કરતા વારાણસી ના વિદ્વાન 123 વર્ષના પંડિતનું આનંદમય,યોગમય લાંબુ અને નિરોગી જીવન જીવવાની તરકીબ દર્શાવતો HD વિડિઓ ઝલક નિહાળો…
🔷 લોકોની ઉંમર જ 60ની આસપાસ થઈ છે ત્યારે…
50+ ઉંમરના લોકો શરીરે એકાદ – બે બીમારી થી પીડાતા હોય છે ત્યારે છેલ્લા એકાદ દાયકામાં 55 થી 65 વર્ષ સુધીના લોકો નો મરણ આંક ટોપ પર છે..! બેઠાળું જીવનની સાથે આધુનિક ટેકનોલોજીના સાધનો ને કારણે સુખ સગવડ એટલી વધી ગઈ કે લોકો પરસેવારૂપી પરિશ્રમ છોડી દીધો છે.આજે કોરોનાકાળ ને કારણે ઘણાલોકો માનસિક રોગનો શિકાર બન્યા છે.કોઈક સ્વજન ગુમાવીને બેઠું છે તો કોઈક બિઝનેસ તો કોઈક નાની ઉંમરે રોગનું શિકાર થયું છે.મતલબ આજે માણસને ઝીણીજાડી ઉપાધિ માંથી પસાર થઈ રહ્યો છે એ બધો ઇફેક્ટ શરીર પર અને મગજ પર થઈ રહ્યો છે.
123 વર્ષના પંડિતજી નું કહેવાનું બસ એટલે જ છે કે લાંબુ આયુષ્ય માટે મેડિટેશન અને રોજ શરીરને ઉર્જાવાન રાખવા હળવીફુલ કસરત કરો સાથે સાદું ભોજન,મન ને શાંત અને પ્રફુલ્લિત રાખવા પ્રભુ ભક્તિ ડિમ્પ્રેશન થી બન્ને તેટલું દૂર રહેવાનો પ્રયત્ન કરો. પંડિતજી ની જીવન સહેલી વિડિઓ રૂપે..