#EkZalak553.. આળસ,આંખે અંધાપો અને આડઅસરની અફવાઓને અવગણીને covid-19 vaccine પ્રથમ ડોઝ લેવા લાઇનમાં ઉભેલા વડીલો.જાગૃત લોકોના પગલે એકી દિવસે 128 બુઝુર્ગોનું રસીકરણ સાથે અપંગ,પગે લાચાર લોકોને કોવિડ -19 વેકસીનનો ડોઝ દર્દીના ઘેર આપીને સરાણીય કામગીરી કરતા ANM રીટાબેન જોશી..!
આયુષ્યમાન વેલનેસ સેન્ટર – નાના અંગીયા મધ્યે સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરીને તારીખ 20 માર્ચના રોજ 128 બુઝુર્ગોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો..!
સવારના 9 કલાક થી જ વેલનેસ સેન્ટર તરફ 60 વર્ષ ઉપરના બુઝુર્ગ વર્ગની રસીકરણ માટે ભારે ભીડ જોવા મળી હતી.આળસ અને આડઅસરની અફવા ને અવગણીને વડીલોએ ઉદાહરણરૂપ રસીકરણ કરાવ્યું હતું..!
128 લોકોનું covid-19 vaccineરસીકરણ થયું તેમાં એક પણ દર્દીને હજુ સુધી કોઈ આડઅસર થઈ નથી. અને લોકોને મેકિંગ ઇન્ડિયા કોવિડ-19 વેકસીન લેવા ઝડપથી સેન્ટર સુધી પોહચવા અમે અપીલ કરી રહ્યા છીએ..
અંગીયા વિસ્તારની 108 એટલે મણુંભાઈ મેઘાણી સવારથી જ હાજર અને સાથે સરપંચશ્રી તુલસીભાઈના સહયોગથી સેન્ટર સુધી લોકોને પોહચાડવામાં મદદરૂપ થયા હતા.
ડો.દિયાબેન, ANM રીટાબેન જોશી, ડો.આઇદાનભાઈ ગઢવી તેમજ આરોગ્ય કર્મચારી વિક્રમભાઈ તેમજ આસા કર્મચારીમાં અનસૂયા બેન પોકાર,કવિતાબેન જોશી,રિયાબેન પોકાર,ભગવતીબેનદાવડા સાથે ગામના જગૃત લોકોએ વધારેમાં વધારે રસીકરણ કરાવ્યું હતુ..
આંખે અંધાપો અને પગે લાચાર લોકો સેન્ટર સુધી પોહચે એવી પરિસ્થિતિ ન હોતા આયુષ્યમાન વેલનેસ સેન્ટર – નાના અંગીયા મધ્યે ફરજ પર ANM રીટાબેન જોશીએ દર્દીઓના પરિવારને વિશ્વાસમાં રાખીને પોતે ઘેર સુધી રસીકરણ માટે પોહચ્યા હતા.
પોતાની સેવા વધારે લોકો સુધી કઇ રીતે પોહચી શકે એના પ્રયાસ રૂપે અને ભગવાન મને મારા પગની સાથે શરીર તંદુરસ્ત આપ્યું છે.તો જે દર્દી સેન્ટર સુધી પોહચવા અસમર્થ છે,એ દર્દી ને વધારે તકલીફ ન પડે એવા ઉમદા ભાવથી રીટાબેન જોશીએ દર્દીના ઘેર covid-19 vaccine રસીકરણ કરીને સરાણીય કામગીરી કરી હતી તેની તસવીરી ઝલક..
નજદીકના ભવિષ્યમાં *પ્રાઇવેટ હોસ્પિટલમાં* રસીકરણ માટે પૈસા પણ આપવા પડે..!
સરકાર શ્રી તરફથી નિઃશુલ્ક covid-19 vaccineનું થતું રસીકરણ,નજદીકના ભવિષ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આજ નહિ તો સવારે રૂપિયા 500/- અથવા તો તેથી વધારે ખર્ચીને અપાવી પડે તો નવાઈ નહિ..!!એથી બહેતર છે સેન્ટર સુધી સરકાર શ્રી ના નિયમ મુજબ રસીકરણ કરાવશોજી..
“જય હો”
તસવીરો સેન્ડર…
હિતેશ મેઘાણી, કવિતાબેન જોશી
તુલસીભાઈ ગરવા,રીટાબેન જોશી.
નાના – અંગીયા
9601799904
