#EkZalak552… B.sc ફિજીકસમાં અર્ચના સ્કૂલ નખત્રાણાના અભ્યાશુવૃત્તિ ધરાવતો નિકુંજ ભાદાણીને Gujarat University અમદાવાદમાં 3 ગોલ્ડમેડલ..!! (ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ગૌતમભાઈના પુત્રને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના જજ સાહેબના હાથે મેડલ એનાયત સમયની આછેરી ફોટો ઝલક)
🔷 નખત્રાણાના નિકુંજ ગૌતમભાઈ ભાદાણીનું સફળતા પાછળનું રહસ્ય..
પ્રાથમિક અને માધ્યમિક સ્કુલી ઘડતર સેન્ટ ઝેવિયર્સ અર્ચના સ્કૂલ – નખત્રાણા મધ્યે થયેલ. નાનાપણથી નિકુંજ અભ્યાસ પ્રત્યે રુચિ અને જ્યારે વાંચન કરતો હોય ત્યારે એ વિષય પર ખોવાઈ જાય છે.મતલબ રસના વિષયમાં તમે ઊંડા ઉતરો એટલે પરીક્ષા સમયે ઓટોમેટિકલી તમને ઉત્તર મળે જ..! પરીક્ષાઓના બે-ચાર દિવસ મહેનત કરવા કરતાં જો અગાઉ દરરોજ એકા-દી બે કલાકનું રિવિઝન કરીએ તો તે 90% આપણું રિઝલ્ટ સુધારી આપે એવું નિકુંજભાઈનું માનવું છે..!
મારા પિતાશ્રી ગૌતમભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે.અને એને મને ક્યારે ફોર્સ પણ નથી કર્યો કે અંતે તો તને આ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સંભાળવાનો છે.મારા પિતાશ્રી હંમેશા મારા પડખે ઉભા રહીને મને મોટીવેટ કરતા આવ્યા છે.અને એમનું માનવું છે કે સફળતા તો જ મળશે જે પણ રસનો વિષય પસંદ હોય તે 100% કરો..!પરિવાર તરફથી મળેલ ફ્રીડમ મને ફિજીકસ વિષયમાં ગોલ્ડ મેડલ સુધી લઈ ગઈ…!
🔷 ગોલ્ડમેડલ સેરેમની સમયની અમદાવાદ મધ્યે આછેરી ઝલક..
નખત્રાણાના નિકુંજ ગૌતમભાઈ ભાદાણીએ અર્ચના સ્કૂલ બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ગાંધીનગર મધ્યે ગયેલ અને ત્યાં તેઓ B.sc ફિઝિક્સમાં વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તેમને Gujarat University અમદાવાદ સેનટહોલ ખાતે (૬૯) મોં કોવોકેસન સેરેમની યોજવામાં આવેલ હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજયપાલ Acharya Devvrat is an Indian politician who is the Governor of Gujarat since July 2019 શ્રી દેવરત સાહેબ સાથે સુપ્રીમ કોર્ટેના આદરણીય (જજ) સાહેબ શ્રી M.R. શાહ સાહેબ તેમજ IAS શ્રી મતી અંજુબેન શર્મા મુખ્ય મહેમાન શ્રી ની ખાસ ઉપસ્થિત માં (B.s.c.) (ફિજીકસ) વિષયમાં કુલ્લ ૩ જેટલા ગોલ્ડમેડલ ચિરંજીવી શ્રી નિકુંજ ગોતમભાઈ ભાદાણીને અર્પણ કરવામાં આવેલ તેની આછેરી ઝલક…
જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી માં ઉમિયાં જી પાસે પાર્થના. જીવનમાં મસ્ત,વ્યસ્ત,જબરદસ્ત રહો તેવી શુભેચ્છાઓ..
“જય હો”
ફોટો અને ઇન્ફોર્મેશન સેન્ડર
નીતિનભાઈ ભાદાણી
મહામંત્રી શ્રી નવાવાસ નવયુવક મંડળ
નખત્રાણા – કચ્છ
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904