#EkZalak550… 75,000 હજાર “હજારીના” પુષ્પોથી પારેશ્વર મહાદેવ મંદિરને છેલ્લા 17વર્ષથી શણગારતા “શિવભક્તો”..7 કલાકની મહેનતે 150 કિલો આસોપાલવના પાનથી ગૂંથાયેલી માળાઓ તૈયાર કરતી મહિલાઓ.. (વડોદરાના વાડી વિસ્તાર માંથી મંગાવેલા પીળા પુષ્પો તેમજ શિવરાત્રી પુરા પ્રોગ્રામની આછેરી ઝલક નિહાળો)
🔷શિવભક્ત વિજયભાઈ પેઈન્ટરના જણાવ્યા મુજબ 17 વર્ષ અગાઉ શરૂઆત સિંહાસન શણગારવા થી થઈ હતી..!!
શિવજી પ્રત્યે લગાવ અને જેમને અતૂટ શ્રદ્ધા છે, સાથે પારેશ્વર મહાદેવ મંદિરે ઉજવાતા ઉત્સવોમાં ખડેપગે સેવામાં તત્પર એવા વેજીટેબલ ફાર્મિંગ માટે જાણીતા શિવભક્ત વિજયભાઈ જેઠાલાલ શિવજી યાણી (સીતારામ) ના જણાવ્યા મુજબ 17 વર્ષથી પારેશ્વર મહાદેવને ફુલ્લો થી શણગારીએ છીએ..
શરૂઆતમાં મેં મારા ફાર્મમાં ફુલ્લો વાવેલા હતા તે પુષ્પોની માળાથી માત્ર સિંહાસનનો જ શણગાર થાય તે પૂરતું હતો..!!બાદમાં મને થયું કે મંદિરના ગર્ભગૃહનો પણ શણગાર થાય તો આવનાર દર્શનાર્થી ને અલગ સુગંધમય અનુભૂતિનો દિવ્ય અહેસાસ થાય.તેથી ધીમે-ધીમે ખાસ વડોદરાથી પીળા ખીલેલા હજારીના પુષ્પો મંગાવવાનું શરૂ કર્યું.
ભલે ને 2,50,000 અઢી લાખ પુષ્પોની જરૂરત પડે..!શિવભક્તોના સહયોગથી આવનાર સમયમાં અમે લોકો સિંહાસન થી શિખર સુધી સંપૂર્ણ મંદિરને શણગાર આપવા સજ્જ છીએ,અને લગભગ કચ્છ આખામાં અંગીયાનું પારેશ્વર મંદિર એવું હશે કે જે લગભગ પૂરો શણગાર પુષ્પોનો હશે..!!
🔷 સિંહાસન અને ગર્ભગૃહને ફુલ્લોના શણગારથી આખરી ઓપ આપતા શિવભક્તો..
શિવરાત્રી અને પવિત્ર શ્રાવણ માસમાં લગભગ શિવાલયોમાં માહોલ શિવમય બની જતો હોય છે.!ગામેગામ શિવાલયોને લાઈટ સીરીઝ થી તો ક્યાંક પુષ્પો વગેરે અલગ પ્રકારથી શણગારવા આવે છે.17 વર્ષથી નખત્રાણા તાલુકાનું ગામ અંગીયામાં પારેશ્વર મહાદેવ મંદિરને ફુલ્લોથી અલગ જ અંદાઝમાં ડિઝાઇન કરવામા આવે છે.
શિવરાત્રીની આગલી રાત્રે 5 કલાકની મહેનતે સિંહાસન ગર્ભગૃહ તેમજ પ્રટાગણ સાથે મંદિર ફરતે ફુલ્લોની ડિઝાઇન કરવામાં આવી હતી.બે દિવસ અગાઉ ગામ આખાની શેરીયું માં કેશરી ધજાઓ શિવભક્તોએ બાંધી હતી તેની આછેરી ઝલક..
🔷 7 કલાકની મહેનતે 150 કિલો આસોપાલવના પાનથી ગૂંથાયેલી માળાઓ તૈયાર કરતી મહિલાઓ..
દર વર્ષે અંદાઝે 40 થી 50 એક્ટિવ મહિલાઓ વિજયભાઈના ઘેર 75,000 હજાર પુષ્પોને 150 કિલો આસોપાલવના પાન સાથે સોય-દોરો લઈને બપોરે 2.30 કલાકથી રાત્રે 9 કલાક સુધી એકીબેથકે માળાઓ ગૂંથીને સમયદાન આપે છે.આજે પૈસા કરતા એ જો અગત્યનું કહી શકાય તો એ છે સમયદાન..
7 કલાકથી એકીબેથકે પુષ્પોની માળા બનાવવા મગ્ન મહિલાઓની આછેરી ઝલક..
🔷 બેન્ડપાર્ટીના સહારે નીકળેલ શિવપાર્વતીની રવાડી…
અંદરે 3 થી 4 કલાક સુધી ચાલતી આ શેષનાગ ડિઝાઇનમાં શણગારેલ ટ્રેક્ટર પર બિરાજમાન શિવ-પાર્વતીની રવાડી બેન્ડપાર્ટી સાથે પુરા ગામ અંગીયાની મુખ્ય બજારો તેમજ શેરીઓમાં વાજતે -ગાજતે નીકળે છે અને તેમાં યુવાનો થી લઈને વડીલો ઝૂમી ઉઠે છે..
🔷 શિવ-પાર્વતી સ્વરૂપે દંપતી તેમજ શેષનાગ ડિઝાઇન માં રથ..
વર્ષોથી અંગીયા મધ્યે શિવરાત્રીના દિવસે પુરા ગામમાં શિવ-પાર્વતી સ્વરૂપે રવાડી નીકળે છે જેમાં દર વર્ષે દંપતી શિવ-પાર્વતી સ્વરૂપે રથ પર બિરાજે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે..
પારેશ્વર મહાદેવ પર શ્રદ્ધાવાન એવા શિવભક્ત દિનેશભાઇ પૂંજાભાઈ રૂદાણી જેમને પોતાનો કારો બારનું નામ પણ પારેશ્વર મહાદેવ પર રાખ્યું છે.જે રવાડી દરમિયાન ટ્રેક્ટરને શણગાર આપવામાં આવે છે,તેનો સેફ દિનેશભાઇ અને અરવિંદભાઈ તૈયાર કરે છે..
🔷 મહાશિવરાત્રીના શીખરપર ધજા બદલાવતા દાતાશ્રી ઓ…
🔷 શિવરાત્રી દરમિયાન સવારે 6 કલાકે પૂજા-અર્ચન કરાવતા કૌશિક જોશી..
🔷 મહા-શિવરાત્રીના રાત્રે ભજનિક કલાકારો દ્વારા રમઝટની આછેરી ઝલક..
આ પ્રોગ્રામને સફળ બનાવવા શિવ સમિતિ તેમજ દાતા પરિવાર અને શિવભક્તોએ જહેમત ઉઠાવી હતી તે સર્વેનો હૃદયપૂર્વક આભાર..
“જય હો”
ફોટો ક્લિક..
પૂજન સોની,મયુર ભગત
પ્રેમ પૂંજાણી.,શરદ પોકાર
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
23.341576869.307123