#EkZalak549… બિસ્કીટને માથા પરથી સરકાવી ને કાચીંડા સ્ટાઇલમાં કેચઅપ કરતી મહિલાઓ.! 70 વર્ષ ઉપરના માજીના પૂજન સાથે વુમન્સ ડેની વિવિધ રમતોનું ઉત્સાહભેર ઉજવણીઓ મસ્ત અને વ્યસ્ત નખત્રાણા અને અંગીયાના મહિલા મંડળોની આછેરી વિડિઓ ઝલક નિહાળો..



🔷 70 વર્ષના વડીલ માતાઓએ મહિલા -ડેના પ્રોગ્રામ ઉજવણીનો શુભારંભ કરાવેલ..

ભગવાનનું સાક્ષાત બીજું સ્વરૂપ માતા-પિતાને માનવામાં આવે છે.અને એ માતાઓ જ્યારે પ્રોગ્રામ નો શુભારંભ કરાવે ત્યારે તો કહેવુ જ શુ..?ઉત્સાહમાં અનહેરો વધારો થાય જ..!!



અંગીયા મધ્યે લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ મહિલા -ડે ના રોજ સમાજની અંદર 70 વર્ષ ઉપરના દરેક મહિલાઓને આ પ્રોગ્રામમાં બોલાવશું.સાથે પ્રોગ્રામ તેમના હાથે શુભારંભ કરાવીશું તેમનું પૂજન અને માનભેર સાલ ઓઢાડીને સન્માન કરીશું..



🔷 20 ઉપર અલગ-અલગ વેરાયટી સભર ગેમોમાં 15 થી 65 વર્ષ સુધીની મહિલાઓ એ ભાગ લીધો.

માઈન્ડ ફ્રેશ સાથે વિવિધ કૌશલ્યોનો વિકાસ તેમજ શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય એવી કવિઝ સ્પર્ધાઓ અને 20 ઉપર ગેમો અંગીયા મધ્યે યોજવામાં આવી હતી.જેમાં 15 થી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓએ હોંશભેર ભાગ લીધો હતો.!સાસું-વહુની બ્યુટીપાર્લર સ્પર્ધા,સ્પૂન થી સિક્કા કાઢવવા,માથામાં પેપર પુરાવવા,ફુગ્ગો ઉડાડી ને શર્ટ ના બટન બંધ કરવા વગેરે મનોરંજનથી ભરપૂર ગેમો રમાડી હતી તેની આછેરી વિડિઓ ઝલક..

બિસ્કીટને માથા પરથી સરકાવી ને કાચીંડા સ્ટાઇલમાં કેચઅપ કરતી મહિલાઓ વિડિઓ ઝલક.



સ્પૂન થી થાળી બારે સિક્કા કાઢતી મહિલાઓ..



50 વર્ષ ઉપરની મહિલાઓ માથા પર જેટ ઝડપે ચાંદલા…


સાસુઓ વહુ ને બ્યુટીપાર્લર કરતી નજરે પડે છે..


પેપર ને માથા પર પોરવતી મહિલાઓ..


એકબીજાને માળાઓ પહેરાવતી મહિલાઓ

ફુગ્ગો ઉડાડી ને શર્ટ ના બટન બંધ કરતી મહિલાઓ..

ચણિયામાં નાડા પોરવતી છોકરીઓ

કપાસિયા કાઢીને દિવેટ બનાવતા બુઝુર્ગો

🔷 નખત્રાણા સત્યનારાયણ સમાજ મધ્યે મહિલા -ડે ના વિવિધ રમતોની આછેરી ઝલક…

1 મિનિટ તેમજ અન્ય રમતોના આયોજન માટે સમાજોમાં સત્યનારાયણ સમાજ લગભગ મોખરે રહેતી હોય છે.અહીંના ઉત્સાહિત યુવાનો અને મહિલાઓમાં દર વર્ષે સામાજીક પ્રોગ્રામોમાં કાંઈક નવું કરવા થનગનતા હોય છે.!!અને આસપાસના સમાજ નોંધ લે તેવા જો ઉત્સવ ઉજવતું હોય તો સત્યનારાયણ સમાજ નખત્રાણા છે.
મહિલા ડે ના રોજ અહીંનું મહિલા મંડળ એ વિવિધ રમતો રમી તેની આછેરી વિડિઓ ઝલક..



🔷 પ્રોગ્રામ દરમિયાન કોરોના વેકસીન અંગે મહિલાઓ ને ઇન્ફોર્મેશન આપતા અનસૂયાબેન પોકાર..




🔷 મહિલા ડે ના વિવિધ રમતોનું સંચાલન કરતા માયાબેન સંજયભાઈ રૂડાણી..




🔷 સફળ કાર્યક્રમની આભાર વિધિ કરતા ભગવતીબેન ખીમજીભાઈ પારસિયા




🔷 મહિલા ડે રમત ગમતની આયોજન સમિતિ..


ઇન્ટરનેશનલ મહિલા ડે ની ઉજવણી દરમિયાન આ પ્રોગ્રામ ને સફળ બનાવવા નાની મોટી જહેમત ઉઠાવનાર દરેક મહિલાઓનો હૃદયપૂર્વક આભાર..

“જય હો”

ફોટો & વિડિઓ ક્લિક
હેમાલી નાથાણી,માયાબેન,ધ્રુતિબેન
સંગીતાબેન,ચંદ્રિકાબેન

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *