Site icon Ek Zalak

#EkZalak548… કૅન્સર જેવી ગંભીર બીમારીને હંફાવી ને ‘અમભાઈએ” સાબિત કરી દીધું કે હજુ નશોમાં “યંગ બ્લડ” વહે છે..! “ઇમોશનલ ઇલેક્શન પિક્ચર ઓફ ધ ડે”

 #EkZalak548… ઓપરેશન ના 8માં દિવસે આળસને અવગણીને મતદાન મથકે પોહચતા અમિતભાઇ પારસિયા..!!કૅન્સર જેવી ગંભીર બીમારીને હંફાવી ને ‘અમભાઈએ” સાબિત કરી દીધું કે હજુ નશોમાં “યંગ બ્લડ” વહે છે..!સાજા અને તાજામાજા માણશો,જે મતદાન મથકે નથી પોહચ્યા તેના માટે સબક સમાન “ઇમોશનલ ઇલેક્શન પિક્ચર ઓફ ધ ડે”


🔷 બન્ને પક્ષના સ્થાનિક ઉમેદવાર હોવાના કારણે મતદાન મથક નજદીક ભારે અવર જવર…

તાલુકા પંચાયત નાના અંગીયા – 1 ને લાગુ પડતા ગામોમાં જેવી ભીડભાડ હોય તેના કરતાએ સ્થાનિક ગામ અંગીયા મધ્યે સવારે 7 કલાક થી સાંજે 6 વાગ્યા સુધી ભારે ભીડ જોવા મળી હતી..!!બન્ને પક્ષના કેન્ડીડેટ એક જ ગામના હોવાથી લોકોમાં ઉત્સાહ પણ અનેહરો જોવા મળ્યો હતો..



બહાર ગામથી પણ પોતાના પસંદગીના કેન્ડીડેટ ને જીતાડવા,પોતાના વતન લોકો વિવિધ વહિકલ લઈને પોહચ્યા હતા..!!એ જોઈને રીતસરનો મેળા જેવો માહોલ સર્જાયો હતો..!!




🔷 જે મતદાન મથકે નથી પોહચ્યા તેના માટે સબક સમાન ‘ઇમોશનલ ઇલેક્શન પિક્ચર ઓફ ધ ડે’

સજાગ અને સ્ફૂર્તિથીલા “અમભાઈ પારસિયા” છેલ્લા 10એક દિવસથી હોસ્પિટલાઈઝ હતા.!દાંતના ભાગે કેન્સર રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 8 દિવસ પહેલા જ ઓપરેશન કરાવાની ફરઝ પડી હતી.શરીરે થોડીક નબળાઈ હોવા છતાં તેમને પોતાનો કિંમતી મત વેડફયો ન હતો..!અમભાઈ ની જે રીતના હાલ તબિયત છે.એ જોતાં કદાચ એ વોટિંગ ન કરત તો પણ વાત વ્યાજબી હતી તેમ છતાં,તેઓ પોતાની ફરજ નિભાવી હતી..(કદાચ 1 વોટથી જીત થશે તો તેનો યસ અમભાઈ ને જાય ખરો)





ગામમાં એવા પણ એજ્યુકેટેડ અને તાજામાજા લોકો જોવા મળ્યા હતા,જેઓ મતદાન મથક સુધી પોહચવામાં આળસ કરી હતી.!એવા લોકો માટે તો અમભાઈ સબક સમાન હતા.ગામના જાગૃત લોકો અને યુવાનો દ્વારા ખાસ ગાડીઓની,રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેના દ્વારા મોટી ઉંમરના બુઝુર્ગ,બીમાર,અપંગ લોકોને મતદાન મથક સુધી પોહચાડવુ સરળ રહ્યું હતું..




“જય હો”


ફોટો ક્લિક 
હર્ષ  રૂદાણી ,ભાવેશ ચોપરા 

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
23.341576869.307123
Exit mobile version