#EkZalak546.. 2006માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માંડવી મધ્યે સમગ્ર કચ્છ શુટિંગ વોલીબોલ ચેમ્પિયન ટ્રોફી રૂપી બહુમાન જેમને સ્વીકાર્યું હતું તેવા બાહુબલી બાબુભાઇ પારસિયા વિશે આછેરી ઝલક.2 ડિગ્રી કચ્છની કડકડતી ઠંડીમાં સૌ-પ્રથમવાર મોથાળા મધ્યે ચેમ્પિયન થયેલી(વાતો વોલીબોલની 44 વખત ચેમ્પિયન થયેલી અંગીયા ટીમની)
🔷 દાયકા પહેલાં ચેમ્પિયનનો ડંકો વગાડી ચુકેલી કચ્છ શુટિંગ વોલીબોલની અંગીયા ટીમ…
દોઢ દાયકા અગાઉ જેમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મેદાનમાં એન્ટ્રી કરતી ને જે રીતે સામેની ટીમ અંડર પ્રેશર અનુભવતી ને..??તેવું જ જભરુ પ્રેશર અંગીયા સામેની શુટિંગ વોલીબોલની ભલભલી ટીમ અનુભવતી.!!સમગ્ર કચ્છમાં હરીફ ટીમ ને હંફાવીને હરાવી મુકવાનું હોશ અને જોશ તે વખતે જો હતું તો ગામડા ગામની એકમાત્ર શૂટિંગ વોલીબોલની શહેનશાહ કહેવાતી “ટીમ અંગીયામાં” આપ એનો નીચે તસ્વીર જોઈને અંદાઝ લગાવી શકો છો.!!
વોલીબોલ ટુર્નામેન્ટ “ડ્રો” માં સામે જો અંગીયાની ટીમ હોય તો હરીફ ટીમ રમવા ન આવે એવા એ દાયકા અગાઉ ઘણા દાખલાઓ છે અને તે વખતે “ચારે કોર ચર્ચા આ ચેમ્પિયનની થતી”
🔷 વોલીબોલ રમતમાં એનરેજીક અંગીઅસ બાબુભાઇ..
ચપળ,સ્ફૂર્તિથીલા અને ઓપોઝિટ ટીમ પાસ એ ન કરી શકે એવો “દેશી શોર્ટ મારવાના બાહુબલી” અને પ્રેક્ષકોથી ખચાખચ ભરાયેલું મેદાન હોય કે પછી અંગીયા મધ્યે ગ્રાઉન્ડ પ્રેકટીસ,આખું મેદાન એકલા હાથે સાચવી લેતા *બાબુભાઇ લાલજીભાઇ પારસિયા” તે વખતે સેલ્ફીનો ક્રેઝ ન હતો અને ન હતું સોશિયલ મીડિયા,નહીં તો ટીમ ઇન્ડિયાની જેમ ટીમ અંગીયાની અને ધુરંધર પ્લયર્સ બાબુભાઇ પારસિયા, શાંતિભાઇ ચોપરા,નરશીભાઈ પોકાર,હરિભાઈ મુખી,પ્રફુલભાઈ પારસિયા,હરેશભાઇ કેશરાણી, કિશોરભાઈ સામાણી,વિઠ્ઠલભાઈ શીવજીયાણી, મોહનભાઇની તસ્વીરો પર લાખો ક્લિક આવત..
તમે એવી ધારદાર પ્રેક્ટિસ જોઈ છે..?જેમાં આખા ગ્રાઉન્ડમાં માત્ર ચાર જ પ્લેયર હોય..!!બન્ને બાજુ બ-બબે અને તેમાંય 15 મિનિટ સુધી શૂટિંગ વોલીબોલ મેદાન ને ટચ થયા વગર હવામાં સામ – સામે પાસ થતો હોય..!!પરસેવે રેબઝેબ અને આખું મેદાન કવર કરતા એ દર્શયોની મારી આંખો સાક્ષી છે અને અંદરથી માઈલો પોતે બોલી ઉઠે બોસ તમે તો ખરેખર ચેમ્પિયન ને લાયક છો એવી તો આ લોકો ત્યારે પુરા ઝનૂન સાથે પ્રેકટીસ કરતા..
🔷 તે વખતના ટીમના દમદાર સાથી ખેલાડીઓ..
નેટીમાં નરશીભાઈ,સેન્ટરમાં બોસ બાબુભાઇની સાથે શાંતિલાલ ભાઈ તો પડખે પ્રફુલભાઈ હોય ને હરિભાઈ,પાછળ વળી કિનારે કિશોરભાઈ તો ખરા,હરેશભાઇની અદભુત સર્વિસ આ બધાનું જભરુ કોમ્યુનિકેશન એ જ ચેમ્પિયન થવાના મુખ્ય ગુણ..
દાયકા દરમિયાન અંદાઝે 44 વખત ચેમ્પિયન અને 11 વખત રનર્સઅપ અંગીયા ટીમ સભ્યો તે વખતે ડેઇલી સર્વિસ 4 કલાક રાત્રે પ્રેક્ટિસ કરતા.એ પ્રેક્ટિસ ને કારણે રમત પર ઓર પકડ જમાવી હતી..
🔷લાઈબ્રેરી મધ્યે ખચાખચ શિલ્ડ અને ટ્રોફીઓથી ભરેલા શોકેસો ચેમ્પિયન હોવાની ચાડી ખાય છે..
ગામના મુખ્ય માર્ગ અને પાટીદાર સમાજવાડી મધ્યે આવેલ લાઈબ્રેરીમાં જેવી એન્ટ્રી કરો એટલે પુસ્તકો ઉપરના કબાટ પર એકદમ ખચાખચ ટ્રોફીઓ જોવા મળે.અંદાઝે 60 -70 નાની-મોટી ટ્રોફીઓ જોઈને આવનારી પેઢીઓ 100% પ્રેરાઈ જશે એ નક્કી..
સૌ પ્રથમવાર મોથાળા બાદ તો જાણે લોટરી લાગી ભારાપર,કલ્યાણપર,ઘાવડા,નખત્રાણા,ભુજ- ગાંધીધામ,નલિયા અને કચ્છ – ગુજરાત બહાર ઇન્દોર વગેરે અનેક જગ્યાઓ પર ચેમ્પિયન ટ્રોફીનો સ્વાદ ચાખી ચુકેલી નાના અંગીયાની વોલીબોલ ટીમની જીતેલી ટ્રોફીની નીચે આછેરી ઝલક…
🔷 ખેતી ક્ષેત્રમાં 5 વર્ષ એડવાન્સ ટેકનોલોજીના બળ પર આજે એકરોના એકરમાં લહેરાતો ખારેક અને દાડમનો પાક…
બાગાયતી પાકમાં દાડમ અને ખાસ અલગ પ્રકારની બારાઈ ખારેકના છોડ ને નવીનતમ ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.બાબુલાલ ભાઈનું માનવું છે કે આ ખારેકની પાંચ વર્ષ બાદ દેશ અને વિદેશમાં ભારે માંગ હશે..!export ક્વોલિટીનો પાક લઈ શકાય એ પ્રકારનું વાવેતર કરીને જાત મહેનત કરી રહ્યા છે.(ખારેક ટ્રીટમેન્ટનો આર્ટિકલ પણ લખીશું)
વ્યવસાય ક્ષેત્રે વારસામાં આવેલ ખેતીને પુરા ખંત ની સાથે રિધ્ધિ-સિદ્ધિ ફાર્મનું ફ્રુટ ખાઈને લોકો હેલ્દી કેમ બન્ને તે ક્ષેત્રમાં નવીનતમ પ્રયાસો કરતા બાબુભાઇ મોટાભાગનો સમય ખેતી ક્ષેત્રે તેમજ સામાજીક સેવાઓમાં વિતાવી રહ્યા છે.જો બાબુભાઇ ગ્રાઉન્ડમાં પાછા ફરે તો અનેક અંગીયાના યુવાનો તૈયાર થાય એ નક્કી..!!
અંગીયા વોલીબોલ ચેમ્પિયન ટીમના દરેક ખેલાડીઓ પર તેની ખૂબીઓ અને રમત દરમિયાન ઝનૂન વિશે વિગતવાર આર્ટિકલ લખીશું..
અંગીયા વોલીબોલનું અસ્તિત્વ તો જ થશે *લાંબુ*
પ્રેક્ટિસ અને કોચમાં આવે *બાબુ*
“જય હો”
Extra ઇન્ફોર્મેશન
હરેશભાઇ કેશરાણી
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904