#EkZalak545… અયોધ્યાના આંગણે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે ત્યારે ગામડાઓ,નગરોમાં રથયાત્રાએ સર્જ્યો કેશરીયો માહોલ..!પશ્ચિમ કચ્છની શેરીઓ,ગલ્લીઓમાં ગુજયું એક જ નામ જય-જય શ્રીરામ..
🔷 પશ્ચિમ કચ્છમાં શ્રીરામ રથયાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગતની આછેરી ઝલક…
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા મધ્યે વર્ષો બાદ જ્યારે ભગવાન શ્રીરામનું નવનિર્માણ મંદિર બનવા જઇ રહ્યું છે ત્યારે ગામડાઓ અને શહેરોમાં રથયાત્રા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.ગામની દીકરીઓ દ્વારા ગોતીડાઓ,બાઇક રેલી તો ક્યાંક રંગેચંગે રથયાત્રાના સ્વાગતમાં કેસરિયો માહોલ સર્જાયો હતો..
દરેક હિન્દૂ તેમજ રામ ભક્ત કે ભગવાન શ્રીરામમાં આસ્થા રાખવવા વાળા લોકો,આ નવનિર્માણ મંદિર માં પોતાનું યથા શક્તિ યોગદાન આપી રહ્યા છે.જે નિધિ એકત્ર સમિતિ દ્વારા ગામડાઓમાં ઘરોઘર જઇ ને આ ભવ્ય મંદિરમાં ફૂલ નહિ તો ફૂલની પાખડી રૂપે લોકો પાસેથી યોગદાન રૂપે ભેટ સ્વીકારી રહ્યા છે..
🔷 હાથે ધજા,માથે તિલક,ખંભે કેશ અને શરીરે કુર્તા સાથે જાણે સમગ્ર માહોલ બન્યો કેશરીયો…!!
નખત્રાણાના નવાવાસના યુવાનો દ્વારા રથયાત્રા ની ભવ્ય તૈયારીઓ રૂપે કુર્તાઓ કેશરી પહેર્યા હતા તો અન્ય જગ્યાઓ પર DJ ના સહારે વાજતે- ગાજતે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈયા હતા.
ગામડાંઓમાં નાની-નાની દિકરીયું એ માથે ગોતીડો લઈને આ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.નખત્રાણામાં બે દિવસ દરમિયાન રથયાત્રા નું ભવ્ય dj સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંદાઝે છ લાખથી ઉપર ભેટ એકત્ર કરવામાં આવી હતી..
🔷 નખત્રાણા નગર અને અન્ય ગામડાઓમાં dj સાથે રમઝટ...
પશ્ચિમ કચ્છમાં હિન્દૂ સમાજની વસ્તી ધરાવતા ગામડાઓ અને શહેરોમાં શેરી અને ગલ્લી માંથી જ્યારે રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે સમગ્ર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.!દેવીસર પાસેનું ભીમસર ગામે એક માત્ર હિન્દૂ પરિવારે પણ રથયાત્રાનું સ્વાગત કરીને પૂજા -આરતી કરી હતી..
🔷 અયોધ્યા શ્રીરામ તીર્થક્ષેત્ર મધ્યે ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણમાં ગામડાઓ અને શહેરોના લોકો કરોડોનું અનુદાન આપી રહ્યા છે..
ભુજ તાલુકાનું એકલા સુખપર ગામે અંદાઝે 1 કરોડ ઉપર તો અન્ય ગામેગામના લોકો લાખો અને હજારોના આ મંદિર નિર્માણ માટે યથાશક્તિ ફૂલ નહિ તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપી રહ્યા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ એકત્ર સમિતિ તેમજ રાષ્ટ્રીય સ્વયંમ સેવક (RSS) પશ્ચિમ કચ્છ VHP ના નેજા હેઠળ લોકોમાં જાગૃતી તેમજ આ રથયાત્રાના આયોજનનું સફળ સંચાલન થઈ રહ્યું છે..
🔷2.7 એકરના ભવ્ય મંદિરની સાથે – સાથે…
પુસ્તકાલય,અભિલેખાગાર,સંગ્રાલય,અનુસંધાન કેન્દ્ર,યજ્ઞશાળા,વેદ પાઠશાળા,સત્સંગ ભવન,પ્રસાદ વિતરણ કેન્દ્ર,પ્રશાસનિક કાર્યાલય,મુક્તાકાશ સભા સ્થળ,ધર્મશાળા,વિશિષ્ટ અતિથિ નિવાસ, પ્રદર્શની, પાર્કિગ અને પ્રસાધન વગેરેનું પણ મંદિર સાથે નિર્માણ થશે…
🔷 આપ ઘર બેઠા પણ મંદિર નિર્માણમાં ઓનલાઈન યોગદાન આપી શકો છો..
આજે ઓનલાઈન સેવા ખૂબ સગવડ ભરી સાબિત થઈ રહી છે.!બેંક કે રોકડાની કોઈ જફા નહિ મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘર બેઠાં આપ કરોડોના ગમે ત્યારે ગમે ત્યાં ટ્રાન્ફર કરી શકો છો.
અયોધ્યા શ્રીરામ તીર્થક્ષેત્રના આ રહ્યા બેંક એકાઉન્ટ નંબરની વિગત..
સેવિંગ એકાઉન્ટ :- 39161495808
કરન્ટ એકાઉન્ટ :- 39161498809
Ifsc કોડ ડિટેલ :- SBIN0002510
પાન કાર્ડ ડિટેલ :- AAZTS6197B
“જય હો”
ફોટો સેંડર….
નિલેષભાઈ રૈયાણી ,મયુર ભગત
યોગેન્દ્ર સુરાણી..
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
23.733732669.8597406