#EkZalak543… ઉત્સાહી ઉમિયાં ગ્રુપનું ઉમદા કાર્ય.. છેલ્લા ત્રણ વર્ષથી ગાયોના ઘાસચારા માટે શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરી રહ્યુ છે.આ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં 8 થી 10 ટીમ વેઇટિંગ લિસ્ટમાં હોય અને દાતાઓ છૂટાહાથે દાન આપતા હોય છે..
🔷 બચત રકમથી વર્ષમાં બે થી ચાર વખત ગાયો ને પોતાના હાથે ચરોચાર ખવરાવે છે..
નખત્રાણા ઉત્સાહી ઉમિયાં ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી ક્રિકેટનું શાનદાર આયોજન એક ઉમદા હેતુથી થઈ રહ્યું છે.આપસ માં ભાઈચારો અને ખેલદિલીની ભાવના વધે.સાથે ટુર્નામેન્ટમાં દાતાઓ તરફથી આવેલ સંપૂર્ણ રકમ દ્વારા બળબળતા ઉનાળામાં ગાયોને જે જગ્યાએ ખરેખર જરૂરિયાત હોય તેવા વાડા,ગૌશાળાએ પોતાના હાથે ઉમિયાં ગ્રુપના મેમ્બરો લીલોચારો ખવરાવે છે.
આ એવું ગ્રુપ છે જેની દરેક ટુર્નામેન્ટમાં 16 ટીમ સિવાય પણ લગભગ 8 થી 10 ટીમ ટુર્નામેન્ટ રમવા માટે વેઇટિંગ લિસ્ટમાં હોય છે..!!આ સિક્સર ટુર્નામેન્ટમાં દાતાઓ એટલા ઉત્સાહિત હોય છે જેઓ આયોજકને ટ્રેકસૂટ પહેરાવતા હોય છે.ગૌ સેવાના લાભાર્થે આ આયોજન હોવાથી મોટી રકમની બચત થાય છે જે સંપૂર્ણ બે થી ચાર વખત ગાયોને લીલો ચારો ખવરાવીને વર્ષ દરમિયાન પુરી કરી નાખવામાં આવે છે..
🔷 ગૌસેવા ના લાભાર્થે આ સીઝન-3 ક્રિકેટ ટુર્નામેન્ટના વિનર્સ ટ્રોફીના મુખ્ય દાતા પરિવાર સ્વ.મેઘબાઈ અરજણ માવાણી પરિવાર..
ઉમિયાં ગ્રુપના પ્રમુખશ્રી રમેશભાઈ માવાણી ગોળાફેક સિવાય પણ ભાઈ ગિરધરભાઈ સાથે અનેક જરૂરિયાત વાળી જગ્યાએ દાન કરતા હોય છે.વાત રહી ગૌસેવા ની તો કહેવું જ ન પડે.તે સિવાય દાતા પરિવારોમાં શિવમ ગ્રુપ,ઉમિયાં ગ્રુપ,ગલેક્સિ ગ્રુપ,પટેલ પેડા ગ્રુપ,પ્રગતિ ગ્રુપ,ટેકનો ગ્રુપ,એન.સી ગ્રુપ તેમજ શુભ બેટરી રાજુભાઇ અને હરેશભાઇ દ્વારા આયોજક ને ટ્રેક શૂટ આપવામાં આવ્યા હતા તો પટેલ પેંડા ઘરના શૈલેષ ભાઈ અને તરુણ ભાઈ પોકાર ટુર્નામેન્ટમાં ભોજન ના દાતા તેઓ થયા હતા..
🔷 સ્કોરર,કૉમેન્ટર અને મુખ્ય મહેમાનશ્રી તેમજ પ્રેક્ષકોની આછેરી તસવીરી ઝલક..
🔷 ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર ખેલાડીઓ અને દાતાશ્રી ઓ..
દાતાશ્રી:- ભરતભાઇ સોમજીયાણી
– ફાઇનલ મેંન ઓફ ધ મેચ.
(હર્ષદ પોકાર 9 બોલ 32)
દાતાશ્રી :- ઉમિયાં આઈસ કેન્ડી – નાના અંગીયા
– હાઇએસ્ટ ઇનિંગ
(ધીરજ ભગત 14 બોલ 58 રન)
દાતાશ્રી:- ઉમિયાં સેલ્સ & સર્વિસ – નખત્રાણા
– હાઈએસ્ટ સિક્સર
(હર્ષદ પોકાર 15 સિક્સર)
દાતાશ્રી:- હિન્દુસ્તાન એન્ટરપ્રાઇઝ
– બેસ્ટ ફિલ્ડર
માનવ
દાતાશ્રી:- ટેકનો ઇલેક્ટ્રોનિક – નખત્રાણા
– બેસ્ટ બોલર
(સરદાર B ટીમ :- દીક્ષિત 6 વિકેટ)
દાતાશ્રી :- એન.સી રેડિયો – નખત્રાણા
– બેસ્ટ વિકેટ કિપર
(હિતેશ દિવાણી)
દાતાશ્રી:- ઉમિયાં ઝેરોક્ષ – નખત્રાણા
– બેસ્ટ બેસ્ટમેન
(મેઘપર :- રોમિત 126 રન)
દાતાશ્રી:- શિવમ પાર્ક -નખત્રાણા
– મેંન ઓફ ધ સિરીઝ
(સરદાર B : – હિરેન સેંઘાણી 90 રન 4 વિકેટ)
દાતાશ્રી:- શિવમ ગ્રુપ – નખત્રાણા
– રનર્સ અપ ટીમ
(મેઘપર xi )
દાતાશ્રી:- સ્વ.મેઘબાઈ અરજણ માવાણી પરિવાર
સિઝન -3 ચેમ્પિયન ટીમ
(આર્ય ટીમ)
સિઝન – 3 આયોજન ને સફળ બનાવવા માટે ઉમિયાગ્રુપ નખત્રાણાના દરેક મેમ્બર એ જહેમત ઉઠાવી હતી.આવનાર સમયમાં આવા ગૌસેવા ના લાભાર્થે આયોજન કરતા રહેશો તેવી શુભેચ્છાઓ.
“જય હો”
ફોટો ક્લિક..
શરદ પોકાર,વીનું કેશરાણી..
✍️મનોજ વાઘાણી
નાના અંગીયા
9601799904
23.34313969.2668937