#EkZalak541.. PGVCLના પાવરની કોઈ જરૂર નહીં..!!ખેતી-વાડીના પાણી ટાંકાના “ધર” માં સોફ્ટવેર ડિવાઇસ ડેવલપમેન્ટ કરીને એગ્રીકલ્ચર ક્ષેત્રે આવિષ્કાર કરતો *અંગીઅંશ* *ભરત અમૃતભાઈ પારસિયા* માઇલોદુર બેસીને માત્ર મોબાઈલમાં એક ક્લિક દ્વારા અનુકૂળતા મુજબ ધરના (આંટા)ખોલતો સફળ હાર્ડવેર અને સોફ્ટવેર બનાવ્યો.(ઘર થી ધર સુધીનું અંતર જેમને “ઝીરો” બનાવી મૂક્યું છે તેવા “હીરો” ભરતભાઇના કાર્યને નીચે લિંક દ્વારા ફોટો અને વિડિઓ પર નિહાળો )


🔷 બાપદાદાવારની ખેતીની જગ્યાએ પિતાશ્રી અને મોટા વિપુલભાઈના સપોર્ટથી વડોદરા મધ્યે સોફ્ટવેર ખેતીમાં હાથ અજમાવેલો..!!

બાળપણ બાદનો સમય અને અત્યારે યુવાન અવસ્થા મારી વડોદરામાં પસાર થઈ રહી છે.જે ને કહેવાયને કે મારી આમ તો સોફ્ટવેર એન્જિનિયર ક્ષેત્રે કારકિર્દી વડોદરા શહેરમાં ઘડાઈ તેમાં અભ્યાસુ વૃત્તિ ધરાવતા અને મારા ઉત્સાહમાં હરહંમેશ વધારો કરતા મારા મોટાભાઈ C.A વિપુલનો જબરદસ્ત સપોર્ટ.મારા પિતાશ્રી અમૃતભાઈ પારસિયા વ્યવસાયએ ખેડૂત છે.અમને ક્યારે ફોર્સ નથી કર્યો કે દિકરા તમારે તો ખેતી કરવી પડશે.એની જગ્યાએ સામેથી મોટીવેટ કરીને પ્રોત્સાહન આપ્યું છે કે તમને ભાવે એ ખાઓ અને જેમાં મન લાગે એ વિષયોમાં મરજીવાની જેમ ઊંડા ઉતરીને મોતી શોધી કાઢો..


વતન અંગીયા જ્યારે આવું ત્યારે એવો પણ વિચાર આવે કે મારી “સોફ્ટવેર ખેતી” દ્વારા પિતાશ્રી ને ટેકનોલોજી દ્વારા શુ એવું નવું આપું..?જેથી એની અગવડને સગવડમાં બદલી શકું.ઘર થી 3 કિલો- મીટર દૂર વાડીએ પાણીના ટાંકાના ધરના માત્ર બે આંટા ખોલવા શિયાળાની 5 ડીગ્રી વાળી ઠંડી હોય તોય ભલે અને ઉનાળાની બાળી મૂકે એવી 45 ડીગ્રી ગરમી હોય તોય ભલે વાડીએ પાંચ મિનિટ માટે પણ જવું પડતું આ અગવડ પરથી મને સોફ્ટવેર બનાવા નો વિચાર આવ્યો.જેના લીધે સમય અને પૈસા બન્ને ની બચત તો ખરી અને ઉપરથી સગવડરૂપી બેનિફિટ એ,ઘર થી ધરનું અંતર “ઝીરો”….!!!


🔷 માત્ર 35,000/- ની આસપાસ આ સિસ્ટમ તૈયાર થઈ જાય છે..!પાવરની બાબતમાં માત્ર 12 વોલ્ટની બેટરી કાફી છે.એટલે PGVCLના પાવરની કોઈ જરૂર નહીં.


ઘરથી જેની ખેતી-વાડીઓ દૂર હોય તેના માટે તો આ સિસ્ટમ ખરેખર આર્શીવાદ રૂપ છે.બહુ ઇઝી અને અભણ માણસ પણ ઓપરેટ કરી શકે એવી ભરત ભાઇએ ઓપરેટિંગ સિસ્ટમ ગોઠવી છે.સોલાર દ્વારા ચાર્જ કરીને માત્ર 12 વોલ્ટની બેટરીથી આ સિસ્ટમ નો હાર્ડવેર કામ કરે છે..!!એટલે PGVCLના પાવરની કોઈ જરૂર નહીં..!!

ભરત પારસિયા પોતાની કંપની The Syntax studio નામની કંપનીનો આ ઓટોમેટિક સોફ્ટવેર છે.આ સોફ્ટવેર એકદમ સિક્યોર છે.અને વન ટાઈમ ઇન્વેસ્ટ કરી આ સિસ્ટમ ખરીદયા પછી સોફ્ટવેરનો વર્ષો સુધી કોઈ extra ચાર્જ નથી..!


🔷 સ્થળ પર સફળ સોફ્ટવેર અને હાર્ડવેર વર્ક કરતા પિતા-પુત્ર ભરતભાઈ અને અમૃતભાઈ પારસિયા..


છેલ્લા 4 એક મહિનાથી સતત સોફ્ટવેર અને હાર્ડવેર પર ઘણો બધો અભ્યાસ અને અખતરાઓ કરેલા.તેમાં અમુખ અંશે સુધારાઓ પણ કરેલા અને ધરના તમે 1 થી 9 આંટાઓ ખુલ્લી શકો છો.મતલબ 1 થી 9 ઇંચ અને એથી એ વધારે અનુકૂળતા મુજબ, તમે અડધો આંટો,દોઢ,અઢી,સાડા ત્રણ,સાડા ચાર વગેરે-વગેરે એમ ઘર બેઠા મોબાઈલથી ફેરવી શકો છો..


તાજેતરમાં અમૃતભાઈએ બનાવેલ વાડી પર નવો ટાંકો અને એમાં ઓટોમેટિક ધરનું સફળ પ્રયોગ કરેલો.આ પ્રસંગે હું હાજર રહેલો અને ભરતભાઇ અને અમૃતભાઈની આખરે મહેનત રંગ લાવી હતી.આપ નીચે વિડિઓમાં જોઈ શકો છો..

એગ્રીકલ્ચર ક્ષેત્રે ભરતભાઇએ નવીન શોધ કરી છે જે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે જ..ગામ અંગીયાના યુવાનો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે તો આગળ છે જ સાથે આજે કોમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે એક અલગ સિદ્ધિ હશીલ કરીને ગૌરવ વધાર્યું છે.વ્યવસાયમાં વ્યસ્ત,શરીરે તંદુરસ્ત અને જીવનમાં જબરદસ્ત રહો તેવી શુભેચ્છાઓ…


“જય હો”


✍️મનોજ વાઘાણી

નાના – અંગીયા

9601799904

0 thoughts on “#EkZalak541.. PGVCLના પાવરની કોઈ જરૂર નહીં..!!ઘર થી ખેતી-વાડીના પાણી ટાંકાના ધર સુધીનું અંતર જેમને “ઝીરો” બનાવી મૂક્યું છે તેવા “હીરો” ભરતભાઇના કાર્યને”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *