Site icon Ek Zalak

#EkZalak538.. “ફ્લેગ ફોર્મ્યુલા” ટ્રેક્ટર ટેકનોલોજીના બળે ગ્રો-કવર કરતા નખત્રાણાના કિસાન હિંમતલાલ કેશરાણી.

#EkZalak538.. “ફ્લેગ ફોર્મ્યુલા” ટ્રેક્ટર ટેકનોલોજીના બળે,ઓછા ખર્ચની સાથે ઓછા સમયમાં દાડમના છોડ પર ગ્રો-કવર કરતા નખત્રાણાના કિસાન હિંમતલાલ કેશરાણી. આસપાસના ગામડાઓને શાકભાજી અને ફળો મોટાભાગે હિમતભાઈનું ફાર્મ અને ગ્રુપ પૂરું પાડી રહ્યું છે.(ગ્રો કવર “ફ્લેગ ફોર્મ્યુલા” ટ્રેક્ટર પધ્ધતિમાં પવન નહીવત હોય તો જ સક્સેસ જવાય એવો ભાઈશ્રી નો જાત અનુભવ છે)


🔷 ગ્રો કવર ફ્લેગ ફોર્મ્યુલા ટ્રેક્ટર ટેકનોલોજીથી 50% સમય અને મજૂરી ખર્ચ બચાવી શકાય..!!

પેઢીવારથી ચાલ્યો આવતો ખેતી વ્યવસાયમાં અમે લોકો નખત્રાણા પંથકમાં સૌ પ્રથમવાર અમારા કિશાન અને આર્યગ્રુપે દાડમનું વાવેતર કરેલ.બહુજ સફળ પણ થયેલા એટલે આજે અમે એમાં વર્ષે ને વર્ષે નવું વાવેતર કરતા જ જોઈએ છીએ.દાડમના પાકમાં મહેનતની સાથે મજૂરી ખર્ચ પણ સારી એવી લાગે છે.સાથે 50 એકરમાં દાડમનો પાક હોવાથી માવજત કરવામાં અને ધાર્યું કામ કરવામાં સમય ખૂબ લાગતો હતો.!
A1 Export Qualityના દાડમ બનાવવા માટે અમે લોકો દાડમ પર દાગી ન લાગી જાય તેના માવજતના ભાગરૂપે સીધા સૂર્ય પ્રકાશથી બચાવવા ગ્રો-કવર છોડે-છોડ પર બાંધીએ.1 એકરમાં આશરે 450 દાડમના રોપા હોય તો 50સેક એકરના 22,500 એક-એક રોપા પર ગ્રો-કવર કરતા અમને મહિનાઓ લાગી જતા હતા..


સમય પર કામને પોહચી વળવા હિમતભાઈને “ફ્લેગ ફોર્મ્યુલા” પદ્ધતિનો વિચાર આવ્યો..!આમ સાવ સરળ અને ઇઝી દાડમના છોડને ગ્રો-કવર કરીને સૂર્યના તાપથી બચાવી શકાય એ પણ અડધા ટાઈમ માં અને મજુરીમાં..!!કવરના રોલને લોખંડના પાઇપ પર માત્ર ગોઠવવાનો રહ્યો અને ખાસ તો કાળજી રાખવાની એટલી કે માફક પવન લાગવો જોઈએ નહીં તો કવર પર હવા ભરાવાને કારણે અનેક જગ્યાએ તૂટી જશે..




🔷 વર્ષોથી અમે શાકભાજીના વ્યવસાયથી જોડાયેલા છીએ.(પપૈયાના 25000 રોપા અને જમ્બો જામફળ આજે પણ ફાર્મ પર ઉપલબ્ધ છે)

નખત્રાણા અને તેના થી જોડાયેલા આસપાસના ગામડાઓના લોકો અમારા બે ફ્રુટ સેન્ટરોમાં “કિશાન ફ્રુટ અને આર્ય ફ્રુટ” પર મોટાભાગની શાકભાજી સાથે તાજા ફ્રુટ-ફળની ખરીદી કરતા હોય છે.બાપદાદા વારથી અમારા ફાર્મ પર વિવિધ પ્રકારની શાકભાજીનું વાવેતર થતું આવ્યું છે અને એ તાજા શાકભાજીનો સ્વાદ અમે અમારા સેન્ટરો દ્વારા લોકો સુધી પોહચાડતા આવ્યા છીએ..



હાલમાં 25000 હજાર પપૈયાના સફળ છોડ ફાર્મમાં ઉપલબ્ધ છે અને તેમાં ક્વોલિટી પપૈયા થઈ રહ્યા છે સાથે સાઈઝમાં જમ્બો એવા જામફળના ઝાડ પણ છે.એક વખત ચાખ્યા પછી લોકો ફરીથી જમ્બો જામફળ માંગે છે એના અનેક દાખલાઓ છે.મસ્કમેલન પણ છે,નીચે ફોટોમાં આપ જમ્બો જામફળ અને પપૈયાના છોડ જોઈ શકો છો..



🔷 પોતાની જાતને ખેતી રિલેટેડ અપડેટ રાખવા વિદેશ સફરે ઇઝરાયેલ ગયેલ હિંમતલાલ ભાઈ..

ખેતીમાં નિતનવી ટેકનોલોજી અને વધુ ઉત્પાદનની સાથે ગુણવત્તાવાળો પાક લેવા માટે હંમેશા પોતાની જાતને અપડેટ રાખવી પડે છે.ખેતીમાં અનેક સંશોધન અને ટેકનોલોજી માટે જાણીતો દેશ ઇઝરાયેલમાં અમે કૃષિમેળા માં ગયેલા અને ત્યાં અનેક દેશો માંથી ખેડૂતો આવેલા..!!



🔷 હાલ નાના-અંગીયાના યુવા ખેડૂત વિનુભાઇ ફ્લેગ ફોર્મ્યુલા ગ્રો કવરનો ઉપયોગ કરતા આપ નીચે વિડીઓમાં જોઈ શકો છો..


“જય હો”

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904

23.283803969.1864312
Exit mobile version