#EkZalak534… કચ્છનો કોંકણ એરિયા એટલે ગંગોણ અને આજુબાજુનો ડુંગરાળ વિસ્તાર..!વર્ષાઋતુની વિદાયને 2 મહિના બાદ પણ વહેતા ખળખળ પાણી રીતસર ના વટેમાર્ગુને પોતાની તરફ આકર્ષે છે.(ચોમાસાઋતુનો “પોપટિયો” શણગાર આ એરિયામાં જાણે અલગ જ અનુભૂતિ કરાવે )
🔷 ખળખળ નેચરલ અદભુત અવાજ સાથે વરસાદ બંધ થયાના બે મહિના બાદ પણ વહેતુ પાણી..!!
ગુગલ મેપ પર જોતા આશરે આસપાસનો 20 એક કિલોમીટરનો વિસ્તારમાં ડુંગર વિસ્તાર આવેલો છે.વર્ષ 2019 અને ચાલુ વર્ષ 2020માં કચ્છમાં 40થી 45 ઇંચ જેટલો ખૂબ સારો એવો વરસાદ થયો.માત્ર 5 થી 8 ઇંચ વરસાદમાં પણ આ વિસ્તાર માં દિવસો સુધી પાણી વહેતા હોય છે એનું એક કારણ એ પથ્થર વિસ્તાર છે..
ગંગોણ,સણોસરા,ફોટ મહાદેવ,જિયાપર,કુરબઇ અને લુડવા થી વાંઢાય,ચાવડા રખાલ એ સીધો પટ્ટો આખોય પહાડી છે એટલે આ વિસ્તારોમાં ચોમાસા માં અને ચોમાસા બાદ પણ પાણી ખળખળ વહેતા હોય છે.ડુંગર હનવુ (હંજરવુ) કારણે આસપાસ ના એરિયા માંથી પસાર થતી નદી તેમજ નાના-મોટા છેલ્લુડાઓ ઠેઠ ઉનાળા સુધી વહેતા હોય છે.
એ જોઈને આપણે બે ઘડી એવુ લાગે કે આપણે કોંકણ વિસ્તારમાં તો નથી આવી ગયા ને..??કેમકે આવા વહેતા પાણી તો કોંકણ વિસ્તારમાં હોય બાકી કચ્છમાં હોય શુ..?હા..!!કચ્છમાં કોંકણ એટલે ગંગોણ વિસ્તાર ને આપ નીચે તસવીરમાં તેમજ વિડીઓમાં જોઈ શકો છો..!
🔷 ગંગોણ પાસે સર્જાતો ત્રિવેણી સંગમ….
આજે પણ સારા પ્રમાણમાં પાણી વહી રહ્યા છે ત્યારે નખત્રાણા તાલુકાના ગંગોણ પાસે આવેલ નદી ના રેતાળ પટ્ટ પર એક બાજુ જિયાપર,મંગવાણાના ડુંગર વિસ્તાર માંથી તો બીજી તરફ ગંગોણ ઇલાકા માંથી પાણી આ જગ્યાએ સંગમ થાય છે.(ગંગોણ વિસ્તાર માંથી આવતું પાણી અને જિયાપર વિસ્તાર માંથી આવતો પાણીનો વેગ અલગ જ તરી આવે છે..!!) અહીંથી પાણીનો વેગ બમણો થઈને આગળ ચેક ડેમ અને સણોસરા થઈ કંકાવતી ડેમમાં જાય છે..
🔷 ચોમાસામાં નદીના રુદ્ર સ્વરૂપે અહીં 10 ફૂટ ઉચી ચેકડેમની દીવાલને જમીન ભેગી કરી મૂકી..
આ વિસ્તારમાં માલધારી વર્ગે રહેતો હોવાથી પશુપાલન મુખ્ય વ્યવસાય છે.અહીં ધીમીધારે આજે પણ ઢાળીયા સ્ટાઇલમાં વહેતા પાણીના સંગ્રહ માટે ચેકડેમ બાંધવામાં આવ્યા છે એનું મુખ્ય કારણ એ કે પાણી પાતાળમાં ઉતરે સાથે પશુ પક્ષીઓ માટે બારેમાસ પીવા માટે પાણી ઉપલબ્ધ રહે..
આ વર્ષે તો 40સેક ઇંચ થી વધારે વરસાદે આ વિસ્તારમાં નદીઓને કેવી ગાંડીતુર કરી હશે..?વરસાદ બંધ થયા ને 3 મહિના બાદ પણ વહેતી હોય તો વર્ષાઋતુમાં તેનું રોદ્ર રૂપ આસપાસના બાવળ અને ઝાડીઓ પર નિશાન છોડતી ગઈ છે.આ વર્ષે પાણી ના વેગે આ ચેકડેમ ને પણ ચીરી મુક્યો છે..
🔷 જળેશ્વર મહાદેવથી રોહા જતા માર્ગ પર….
ચોમાસામાં તો આ એરિયામાં જળેશ્વર થી રોહા જઉ એ મોટો ‘રિસ્ક’ છે..!માર્ગ પર આવતી નાની-મોટી પાપડી અને છેલ્લુડા એ મોટી બાંધા રૂપ છે.આજની તારીખમાં ધીમીધારે પાણી વહી રહ્યા છે તો ચોમાસામાં તો વાત જ જવા દયો બોસ..
રસ્તાના બન્ને બાજુ ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે.ખેર,બાવળ,બોરડી વગેરે વૃક્ષોથી ઘેરાયેલો ગંગોણ વિસ્તારમાં અત્યારે તો ઘાસ સૂકું સોનેરી થઈ ગયું છે. એ જોતાં મોન્સૂનમાં તો આ એરિયા માં ફરવા નીકળો તો મોજ પડે મોજ.બાકી સાથે ખાવાપીવાની વ્યવસ્થા રાખવી પડે કેમકે જો વરસાદ ચાલુ થઈ ગયા બાદ અહીં ડુંગરાળ વિસ્તાર ને કારણે પાણીનો પ્રવાહ તમને એકી જગ્યાએ રહેવા મજબુર કરી મૂકે..!(કલાકો એ લાગે અને વરસાદ અનરાધાર વરસી ગયો તો દિવસો પણ લાગે)
🔷 સેવાળીયા બેગ્રાઉન્ડમાં વહેતુ ક્રિસ્ટલ કિલિયર પાણી…
છેલ્લા 5 એક મહિનાથી ખડખડ વહેતુ પાણીએ તેના વહેણમાં આવતા પથ્થરોને લીલા રંગમાં રંગી નાખ્યા છે..!મતલબ સતત પાણીના વહેણના કારણે મોટાભાગે પથ્થરો સેવાળીયા બન્યા છે અને હવે તો નદીના પટ પર પણ સેવાળ જામી ગઇ છે પણ તેના ઉપરથી વહેતુ પાણી એકદમ ક્રિસ્ટલ કિલિયર નજર આવે છે..
🔷 આ વિસ્તારમાં મોટા ભાગે માલધારી વર્ગ વસવાટ કરે છે..!!
સીમાડો મોટો હોવાને કારણે અને ડુંગરાળ વિસ્તારમાં હંજરતા પાણી ઉનાળા સુધી ધીમીધારે વહેતા હોય છે.વાડી વિસ્તાર પણ બહુ ઓછો છે એટલે સીમ વિસ્તાર બહુ મોટો હોવાને કારણે ઘેટાં બકરા અને ગાય-ભેંસને પૂરતા પ્રમાણમાં ખડ-ઘાસ સાથે વગડાની વનસ્પતિ બારે માસ મળી રહે છે.તેથી માલધારી વર્ગને નજદીક જ ઢોર માટે ચારો ઉપલબ્ધ થઈ જાય છે તેથી માઈગ્રેનશન નથી કરવું પડતું એટલે અહીં બેરું,મોસુણા,ગંગોણ,રામપર વગેરે વિસ્તારમાં સારા એવી સંખ્યામાં માલધારી વર્ગે રહે છે..
આસપાસનો વગડો અને તેમાં પણ નેચરલ પક્ષીઓના કલરવ અને નદીના રેતાળ પટ્ટ પર કે ડુંગરના ચટાણપર મેડિટેશન કરતા હો તો ઘેટાં બકરા અને ગાયના નળીમાં બાંધેલ ઘંટનો નાદ કે ઝીણી ગૂંગરીનો રણકાર સાથે ખળખળ વહેતુ પાણી અને શુદ્ધ તાજામાઝા કરી મુકે એવી હવા તમને પલપલ અને હરપલ નેચરાલિટીનો અદભુત અનુભવ કરાવે..
🔷હાલ આ વિસ્તારના વગડામાં વધતો જતો પવનચક્કીનો વાયર..
ડુંગરો હોવાને ને કારણે આ વિસ્તાર ઉંચાઈ વાળો છે અને સ્વાભાવિક છે કે આ હાઈટ પર સારો એવો પવન નો વેગ જળવાઈ રહે તેથી દિવસે ને દિવસે પવનચક્કીઓ વધતી આવે સાથે અહીં પવનચક્કીનું સબ સ્ટેશન હોવાને કારણે આસપાસ પવનચક્કી ઓના વાયરો અહીં કનેક્ટ થતા હોવાથી હાલ આ વિસ્તારના વગડામાં અને વાડીઓ ઉપર વાયરો- વાયરો થઈ પડ્યા છે તેથી અહીં વગડામાં ફરતા અને ઢોર ચરવતા લોકોનું કહેવું છે અહીં મોર અને અન્ય પક્ષીઓ શોર્ટ લાગવાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે..
🔷 500થી વધારે ઘેટાં બકરાના માલિક વિરમ ભાઈ વગડામાં ઢોર ચરાવે છે..
વર્ષોથી આ વગડાના પરિચિત વીરમભાઈ જણાવે છે કે અહીં ઘેટાં બકરાને ખડ અને આ વગડાની વનસ્પતિ સારા પ્રમાણમાં મળી રહે છે.આ વહેતા પાણીને કારણે અમને પાણી ની તંગી હોય એવું બહુ ઓછું બનતું હોય છે.હા હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએ વર્ષાઋતુમાં ન આવી શકાય.પાણી અહીં તેજ વેગ વહે છે.
આ વિસ્તારમાં જંગલી જનાવરોમાં હરણ, જંગલી બિલાળા,ઝરખ,નીલગાય અને શિયાળા રહે છે.પક્ષીઓમાં મોર,ઢેલ મોટી સંખ્યામાં રહે છે પણ હાલ તમે આ વાયર જોવો છે ત્યાં મોર બહુ મરી જાય છે.પહેલા મોર અહીં નજદીક જ બહુ રહેતા અને ટહુકા કરતા પણ હાલ આ વાયરો ને કારણે જંગલ અંદર જતા રહ્યા છે..
🔷 નેચરાલિટીનો અનુભવ કરાવા ભવિષ્યમાં કચ્છી ભૂંગા બંધાય ખરા…!!
નારણપર(રોહાના) મારા મિત્ર શ્રી જીગરભાઈ (સ્કાય નેટવર્ક – નખત્રાણા) વિશાલભાઈ અને જીજ્ઞેશ ભાઈની ગંગોણ મધ્યે આવેલ વાડી વિસ્તાર પાસે આ અદભુત જગ્યા છે.ત્રિવેણી સંગમ પાસે વગડાઓની વચ્ચે આવેલ આ વાડી વિસ્તાર ભવિષ્યમાં લોકોને મેડિટેશન અને નેચરાલિટીનો અનુભવ કરાવા જીગુ ભાઈ અહીં કચ્છી ભૂંગા બનાવે અને દેશ અને દુનિયા ના પર્યટકો વિઝિટ કરે તે વિઝીટર બુકમાં “નાઇસ પ્લેસ” લખે તો નવાઈ નહિ..!
100% શુદ્ધ દેશી હવા જે તમારા ફેફસાં ને ઓર તંદુરસ્ત અને ઉંમર પાંચેક વર્ષ વધારી મૂકે એવી આ વહેતા પાણી વાળુ પ્લેસ કોંકણ થી કમ નથી..
“જય હો”
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904