#EkZalak533… તેર પોઝિટિવ કેસોએ તાળા લગાવ્યા..!!તહેવારો ટાઈમે માસ્ક વગર ઉભરાયેલી બજારોમાં બેદરકારીરૂપી ભીડએ ફરી એકવખત સાબિત કર્યું કે કોરોના હજુ આપણી વચ્ચે જ છે, ગયો નથી..!!(લાભપાંચમ સુધી લોકોએ કરેલી રખડપટ્ટીનો કોરોના એ લાભ ઉઠાવ્યો)
🔷 શહેરોમાં ભારે ભીડવાળી જગ્યાઓ ને કારણે સંક્રમણ ગામડા સુધી ફેલાયું…
ચૂંટણી સમયે અને ત્યારબાદ દિવાળી તહેવારો સાથે લોકો દિવાળી બાદના 5 દિવસ જાણે “કોવિડ-19” છે જ નહીં એ રીતના રીતસરના કચ્છના જાણીતા પ્લેસમાં માંડવી-બીચ,સફેદ રણ, કાળો ડુંગર વગેરે જગ્યાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી..! છેલ્લા 20 દિવસોમાં લોકોની રખડપટ્ટી અને ઢીલાશ અને બેદરકારીનો ભોગ ગામડાઓ બની રહ્યા છે.
તહેવારોમાં શહેરોની બજારોમાં જોવા મળેલી ભારે ભીડ અને તેમાંય લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટસના નિયમને તો ધોળી ને જાણે પી ગયા હોય એમ બેદરકારી રીતસરની જોવા મળી હતી.પબ્લિક એ સોશિયલ ડિસ્ટસરૂપી પરેજી નથી પાળી એનું પરિણામ નાના-નાના એવા ગામડાઓ હાલ ભોગવી રહ્યા છે..!દિવસે ને દિવસે સંકર્મીતો ની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે..તાલુકાના નાના -અંગીયા,દેવપર,વિથોણ,આનંદપર વગેરે ગામોમાં કેપિસિટી બહાર લોકો કોવિડ-19નો શિકાર બની રહ્યા છે..
🔷 લાભપાંચમ પછી ગામડામાં બજારની પરિસ્થિતિ આવી છે..!!
ઇલેક્ટ્રોનિક હબ તરીકે જાણીતું નખત્રાણા તાલુકાનું નાના-અંગીયા ગામમાં હાલ 13 પોઝિટિવ કેસ આવ્યા છે..!!બે દિવસ પહેલા એક સાથે 5 કેસ પોઝિટિવ આવતા લોકો રીતસરના ડરી ગયા હતા. કારણ કે ગામડામાં લોકો એકબીજાના સંપર્ક માં જલ્દીથી આવી જતા હોય છે અને પાછો વિસ્તાર પણ નાનો હોવા ને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ જાય છે.
દિવાળી બાદના જૂજ દિવસોમાં આશરે આંકડો 17 સુધી પોહચી ગયો અને તેમાં 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હતું.હાલ તકેદારી ના ભાગરૂપે ગ્રામપંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળા પીવરવાના આયોજન થઈ રહ્યા છે સાથે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ઘરથી બહાર નિકળનાર વ્યક્તિ ને ફરજીયાત પણે મોઢા પર માસ્ક બાધવવાનું નહિ તો 200 રૂપિયાનો દંડ ફટકારવા માં આવે છે.બપોરબાદ ગામમાં બજારો બંધ હોવાને કારણે જાણે કરફ્યુ જેવો માહોલ સર્જાય છે..
(નિહાળો બપોર બાદનો બજારનો નજારો)
🔷 બસ સ્ટેન્ડ વિસ્તાર…..
દિવસ દરમિયાન આ વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળે છે.વાહનો ની અવરજવર અને ખરીદી અર્થે બહારગામ લોકો રીક્ષા અને બસની રાહમાં અહીં આવતા હોય છે.દવાખાનું તેમજ બાવાજીની હોટેલની ચાય ની ચૂસકી મારવા બંધાણી લોકોને આ તરફ ખેંચી લાવે છે.હાલ બપોરબાદ નો માહોલ તસ્વીરમાં બયા કરે છે.
🔷 લાઈબ્રેરી એરિયામાં ટાબરીયા થી ટીનેજરો
આ વિસ્તારમાં યુવાનીયાઓ દિવસ તેમજ મોડી રાત સુધી ઓટલા પર રયાન કરતા જોવા મળતા હોય છે.લાયબ્રેરી બાજુમાં સમાજવાડીમાં ક્રિકેટની રમત અને ઓનલાઇન લુડો રમતમાં મસ્ત મગન ટાબરીયા થી ટીનેજર જોવા મળે છે સાથે કોલડ્રિન્ક અને દૂધ ડેરીને કારણે સવાર – સાંજ આ વિસ્તારમાં લોકોની અવરજવર ભારે જોવા મળે છે..
🔷 ગામના મધ્ય ભાગમાં આવેલ બજાર..
અંગીયા ગામમાં એકમાત્ર જશાભાઈની વેજીટેબલ ની દુકાન આવેલ હોવાને કારણે સાથે આસપાસ મા કોલડ્રિન્ક,વાસણ,હેર આર્ટ તેમજ બાપુ અને બાબુભાઇની મીઠાઈ ફરસાણ અને રસકસ ને રોટી તેમજ સાડી સેન્ટર આવેલ હોવાને કારણે આ વિસ્તારમાં દિવસ દરમિયાન લોકોની અવર-જવર ચાલુ જ હોય છે.જીંદાય,મોટા અંગીયા,સાંગનારા તેમજ નાગલપર ગામના લોકો આ વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુઓ લેતા જોવા મળે છે..
🔷 ગામની સુનકાર ભાસતી શેરીઓ
ઓટલાઓ તેમજ શેરીઓમાં લોકો કારણ વગરનું બહાર નીકળવાનું તેમજ બેસવાનું ટાળી રહ્યા છે.
🔷 મુખ્ય ચોક વિસ્તાર
મુખ્ય ચોક વિસ્તારમાં રસકસ તેમજ સસ્તા અનાજની દુકાન અને લોટ પીસવાની ચક્કી આવેલી છે.તેમજ મંદિર તરફ જવા માટે લોકો આ જગ્યા પર વાહન પાર્કિંગ પણ કરતા હોય છે.અંગીયા મુખ્ય સેન્ટર હોવાને કારણે આજુબાજુના ગામના લોકો કન્ટોલ લેવા વાહનો લઈ ને આવતા હોય છે.વહેલી સવારના દેવ દર્શન તેમજ દિવસ દરમિયાન લોકો ખરીદી અર્થે આ વિસ્તારમાં આવતા હોય છે..
🔷 મંદિર તરફ જતો માર્ગ રાત્રી દરમિયાન સૂનકાર માહોલરા
🔷 સ્વામિનારાયણ મંદિર વિસ્તાર
🔷 વથાણ વિસ્તાર
🔷 વાડી વિસ્તાર
🔷 પારસિયા,ભગત અને સથવારાના સુરઘન વિસ્તાર
🔷 આશરે ગ્રામપંચાયત દ્વારા ઉકાળા નું આયોજન થયું તેમાં 1800 લોકોએ લાભ લીધો..
આયુર્વેદિક ઉકાળા ને ઉકાળવામાં મણિલાલ ભાઈની ટીમ તેમજ બાબુલાલ ભાઈ રૂદાણી એ ખૂબ સારી સેવા આપી તે આપ નીચે તસવીરો માં નિહાળી શકો છો..
એપ્રિલ મહિનામાં જેવો ડર હતો તેવો માહોલ અત્યારે ગામના લોકો મહેસુસ કરી રહ્યા છે.બહાર નીકળવાનું કારણ વગર ટાળી રહ્યા છે સાથે મનમાં એક એવો પણ ડર જાણે હરપલ ડરાવી રહ્યો છે ક્યાંક સંક્રમિત ન થઈ જવાનો એટલે લોકો ચુસ્તપણે નિયમોનું પાલન કરી રહ્યા છે..
“જય હો”
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904
23.341576869.307123