Site icon Ek Zalak

#EkZalak531…. બે-હજાર 20એ “વિસામો” ખવરાવ્યો..!!😢

 #EkZalak531…. બે-હજાર 20એ “વિસામો” ખવરાવ્યો..!!😢નવલા નોરતામાં “માં મઢવાડીના” ચરણે શીશ નમાવા દરવર્ષે પાંચ લાખથી વધારે પદયાત્રીઓથી ઉભરાતા કચ્છના ધોરીમાર્ગો બન્યા સુમસાન..😭(સાલ બે હજાર 20 સ્પીડબ્રેક સમાન)


શક્તિ અને આસ્થાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીની ઉજવણીઓ આમ તો મોડી રાત્રી સુધી શહેરોમાં પ્રોફેશનલ ટાઈપ થતી હોય છે.હજુ પણ ગામડાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ જીવંત છે..!!ગામડાના ગરબી ચોકમાં “છંદ,સ્તુતિ તેમજ ફિલ્મી ગીતો વગરના ગરબાઓ આજે પણ ગવાઈ રહ્યા છે.ગામડાઓની ગરબી ચોકમાં આસ્થા અને શ્રદ્ધા પૂર્વકની ઉજવણીમાં “માં” હાજરાહજૂર હોય એવો અહેસાસ થવા લાગે છે..


🔷 ઇતિહાસ માં પ્રથમ વખત બન્યું…!!!


લોકો પાસે સાંભળેલી આ વાત અને 31 વર્ષના મારા જીવન દરમિયાન મને જાણ છે ત્યાં સુધી મઢવાડી માં આશાપુરાનું મંદિર પદયાત્રીઓ માટે નવરાત્રી દરમિયાન બંધ રાખવામાં આવ્યું હોય એવું પ્રથમ વખત બન્યું છે..!! નવરાત્રી દરમિયાન માઁ આશાપુરાના દર્શન કરવા ભારતભર માંથી તેમજ દેશ-વિદેશથી માતાનામઢ પગપાળા,સાઇકલ, મોટરસાઇકલ ગાડીઓ વગેરે સાધનો લઈને લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

કોવિડ-19 જે રીતે વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા વધારી રહ્યું છે.તે જોતા સરકારી શ્રીના નિયમ અનુસાર ઇતિહાસ માં પ્રથમ વખત એવું બન્યું છે કે નવરાત્રી દરમિયાન દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે..


🔷 ગત વર્ષે ચાલુ વરસાદે પણ પગપાળા જતા પદયાત્રીઓ..!!


2019ની વરસાદી સીઝન કચ્છમાં દિવાળી સુધી લાંબી ચાલી.અંદાઝે અઠવાડિયામાં બે વખત હાજરી પુરાવતા મેઘરાજાએ ગત વર્ષે નવલા નોરતા દરમિયાન પદયાત્રીઓ માટે બાધારૂપ બન્યો હતો.માં આશાપુરા જેમના પર મહેરબાન હોય એમને કોઈ બાધા નડતી નથી માત્ર શ્રદ્ધા હોવી જોઈએ.ચાલું વરસાદે નાના બાળકોથી મોટા બુઝુર્ગ વર્ગે પગપાળા જઇ રહ્યો હતો તેમને જાણીતા પત્રકાર રમેશભાઇ સોનીએ કેમેરામાં કેદ કર્યા હતા..




🔷 કાજુકિસમિસ થી કુલ્ફી અને પિસ્તાથી પીઝા તેમજ બાજરાના રોટલથી ડબર રોટી સુધી વગેરે આઇટમોના સેવા કેમ્પો જોવા મળે…


ભુજ થી નખત્રાણા તેમજ માતાનામઢ જતા રસ્તાઓ તો નવરાત્રી દરમિયાન પદયાત્રીઓથી ભરચક ભરેલા હોય છે.નખત્રાણા થી ભુજ જતા સામાન્ય દિવસોમાં આશરે 45 થી 50 મિનિટ જેવો સમય લાગે.પણ જ્યારે નવરાત્રી દરમિયાન જવાનું થાય તો આશરે 3 કલાક જેટલો સમય લાગે તેના પરથી તમે અંદાઝ લગાડી શકો છો કેટલી ભીડ હશે…??

નવરાત્રી દરમિયાન આશરે 5 લાખની આસપાસ માઁ મઢવાડીના દર્શન કરવા ભક્તો આવે છે.આ પદયાત્રીઓ જમવા તેમજ રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે રસ્તાની બન્ને બાજુ આશરે કિલોમીટરમાં ઓછામાં બે અને વધારેમાં વધારે 8 કેમ્પો લાગતા હોય છે તેમજ મોબાઈલ કેમ્પો અલગ..

સેવાભાવીઓ દ્વારા પદયાત્રીઓ માટે કાજુ કિસમિસ,મોંઘી કુલ્ફીઓ,એપલ,મોસંબી,તરબૂચ નાળિયેર-લીંબુ પાણી,શેરડી રસ,બદામ શેક,કચ્છી દાબેલી,ઈડલી ઢોસા,પીઝા,પંજાબી આઇટમો તેમજ બાજરાના રોટલા,ગુજરાતી થાળીમાં ખીચડી,કઢી અને પીવા બીસ્લેરી બોટલથી માંડીને ગરમ પાણીના શેક,પગ પર પાટાપિંડી અને ચમ્પી માટે વાઈબ્રેશન મશીનથી સજ્જ સેવાભાવીઓ દિવસ-રાત હાજરા હજૂર હોય છે.શ્રદ્ધા અને શક્તિના આ પર્વમાં સેવા માટે લોકો હમેશા આગળ રહેતા જોયા છે..



🔷 આરામ માટે કેમ્પોમાં લકઝરી ટાઈપ સુવિધાઓ...


માતાનામઢ પગપાળા જતા પદયાત્રીઓને કોઈ અડચણ ઉભી ન થાય તેમજ તેને ઘર કરતા પણ વિશેષ વાનગીઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા મુંબઈના સેવાભાવીઓ.પગપાળા જતા પદયાત્રીઓને મીરઝાપર નજીક અને નખત્રાણા પાસે નજીક ડોમમાં વિશાળ જગ્યામાં બંધાતો ભાભર કૅમ્પમાં આરામ માટે ગાદલાઓ થી લઈને પદયાત્રીઓ પોતાના થાક ને ભૂલીને રાત્રે ગરબાની રમઝટ માટે અવનવા કલાકારો દ્વારા દાંડિયા રાસ પણ થાય છે..


🔷 નવરાત્રી દરમિયાન ભુજ લખપત હાઇ-વે પદયાત્રીઓ વિના સુના ભાસતા નજરે પડે છે…


હાલ નવરાત્રી દરમિયાન આ હાઇ-વે માં તો માણશોનું માતાનામઢ તરફ તો જાણે ઘોડાપુર ઉમટ્યા હોય..!! પણ આપ જોઈ શકો છો કે કોવિડ-19ના કહેર ને કારણે સુનકાર નજરે પડે છે..!!









🔷 નવરાત્રી બાદ 100 કિલોમીટર ના માર્ગ ની સાફસફાઈ…

નવરાત્રી દરમિયાન સેવા કેમ્પો અને મોબાઈલ કેમ્પો દ્વારા પાણીના પાઉચ,ચોકલેટ,આઈસ્ક્રીમ, વેફર્સ વગેરે ખાદ્ય ચીજોની પદયાત્રીઓ માટે સેવા કરવામાં આવી હોય છે.આ દરેક વસ્તુઓનો નકામો વેસ્ટેડ લોકો રસ્તાઓની બાજુમાં મુકતા હોવાથી ખૂબ ગંદકી ફેલાય છે.જેને નજદીકના ગામડાના સેવાભાવી ભાઈઓ અને બહેનો આ કચરાને રોડ પરથી દૂર કરીને યોગ્ય નિકાલ કરીને આ સેવા મહાયજ્ઞમાં આહુતિ આપે છે..


”જય હો”


✍ મનોજ વાઘાણી..

(નાના-અંગીયા)

9601799904

23.541375168.9494884
Exit mobile version