Site icon Ek Zalak

#EkZalak528.. ”બોર રિચાર્જજીંગના બાદશાહ” કૃષિ સંશોધન સન્માનીત એવા અભ્યાસુ અને જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા પ્રવૃત્તિશીલ ફાર્મર “દિનેશભાઇ છગનભાઇ કેશરાણી”

 #EkZalak528.. ”બોર રિચાર્જજીંગના બાદશાહ” 2019 – 2020 સરદાર પટેલ કૃષિ સંશોધન સન્માનીત એવા અભ્યાસુ અને જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા પ્રવૃત્તિશીલ ફાર્મર “દિનેશભાઇ છગનભાઇ કેશરાણી” છેલ્લા 15 વર્ષથી કરોડો લીટર વરસાદી પાણીને સિસ્ટમેટિક રીતે કૂવામાં ઉતારવાનું ઉદાહરણરૂપ કાર્ય..!(માત્ર 3000 જેવી નજીવી રકમ દ્વારા આ કાર્ય પોશીબલ થઈ શકે એવું દિનેશભાઈ નું માનવું છે..!)


🔷 ગમે તે વસ્તુઓમાં એના મૂળ સુધી પોહચી જવાની મારી નાનપણની ટેવએ જિજ્ઞાસા જગાવી..

દિવસ દરમિયાનનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ પર વિતાવતા અને ખેતીવાડીને લગતા સેમિનારો કેમ્પ વગેરે એટેન્ડ કરવા સાથે મોબાઈલ પર ફ્રી ટાઈમે અભ્યાસરૂપી વિડિઓ મારફતે કશુંક નવું જાણવા હરહમેંશા ઉત્સુક દિનેશભાઇ છગનભાઇ કેશરાણીએ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.કચ્છના સૂકા પ્રદેશ માં વરસાદી પાણીની શુ વેલ્યુ હોય અને મોટાભાગે 500એક ફૂટ નીચે વહેતી પાણીની મોટરોએ ભવિષ્ય માં સૌ ખેડૂતો માટે એક ચિંતાનો વિષય છે,ત્યારે બોર રિચાર્જજીંગ એ જળ એજ જીવનનો બેસ્ટ ઉપાય જણાય છે એવું 2019 – 2020 સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ વિનર ગામ નાના-અંગીયાના જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા દિનેશભાઇ કેશરાણીનું માનવું છે..!!




🔷 છેલ્લા 15 વર્ષથી બોર રિચાર્જજીંગનું કાર્ય કરી રહ્યો છું..

સોશિયલ મીડિયા પર છેલ્લા 3નેક વર્ષથી ખેડૂતો પોતાના ફાર્મમાં વરસાદી પાણીથી બોર રિચાર્જ – જીંગના વિડિઓ શેરિંગ કરી રહ્યા છે આ ખૂબ સારી બાબત છે.પણ દિનેશભાઇનું કહેવું છે કે જ્યારે સોશિયલ મીડિયા સક્રિય ન હતું ત્યાર થી હું આ બાબતે સજાગ છું..!! હું તો આ બોર રિચાર્જજીંગનું કાર્ય છેલ્લા 15 વર્ષથી કરી રહ્યો છું.અને મને કૂવામાં પાણીનું સ્તર લાંબા સમય સુધી ઉંચુ રહેલું મને જોવા મળેલ છે..




🔷 2 કિલોમીટરના એરિયામાં ફાયદો થાય એવુ દિનેશભાઇનું તારણ છે..

ગમે એટલો વરસાદ વરસે,એ પછી 40સેક ઇંચ કેમ ન હોય..??નદીનાળાઓ,તળાવો કે ડેમો ઓવર ફ્લો થાય એ સંગ્રહ કરેલું પાણીને પાતાળમાં ઉતારતા તો ટાઈમ લાગે..!!તેમાં આજુબાજુના વિસ્તારમાં આવેલ વાડીઓના કુવા અને બોરના પાતાળના પાણીના સ્તર ને ઉચ્ચા કરવામાં જેટલો ફાયદો સિસ્ટમેટિક રીતે ડાયરેક વરસાદી પાણીને પાતાળમાં ઉતારવાથી થાય એટલો આજુબાજુમાં સંગ્રહ કરેલા પાણીથી ન થાય.
ડાયરેક પોતાના વાડીનું જ વરસાદી પાણી તેમજ આજુબાજુ નદીનાળા ના પાણીને યોગ્ય રીતે ઉપયોગ હોય અથવા બંધ પડેલ કુવા કે ચાલુ બોરવેલમાં ઉતારવામાં આવે તો સીધું ઉતરેલું પાણી આસપાસ ના વિસ્તારમાં સિંચાઇમાં ઉપયોગી બોરવેલના પાતાળના પાણી 100% ઉચ્ચા આવે જ તેવું ભાઈશ્રી દિનેશભાઈનું માનવું છે..આ રસંગની અસર અંદાઝે 2 કિલોમીટર ના એરિયાને કવર કરી શકે છે..




🔷 2020માં આઠ વખત બે-કાંઠે આવેલી ભૂખી નદીના પાણી દ્વારા કુવા રિચાર્જ કર્યા..

કચ્છ માટે વર્ષ 2020 વરસાદ ખપત કરતા પણ બમણો પડ્યો છે..!!નાના – અંગીયા પાસે આવેલ ભૂખી નદી અને તેમાંય નદી કિનારે દિનેશભાઈ ની વાડી આવેલી છે.આ વાડીમાં વર્ષો જૂનો નદી કિનારે કૂવો આવેલો છે અને તેમાં આ વખતે ભૂખીનદીનો દિનેશભાઇ એ ભરપૂર ફાયદો ઉઠાવીને કૂવો રિચાર્જ કર્યો છે તે નીચે વિડીઓમાં જોઈ શકો છો..




🔷 મને કોઈ એવોર્ડ મળશે એવી સપનામાં પણ અપેક્ષા નહતી..!!

સરદાર પટેલ કૃષિ સંશોધન 2019 – 2020 એવોર્ડ વિજેતા દિનેશભાઇ સાથે વાતચીત દરમિયાન તેઓ એ એવું જણાવેલ કે હું તો છેલ્લા 15રેક વર્ષથી આ કાર્ય કરી રહ્યો છું.સાથે સરકાર શ્રી નું જળ એજ જીવન અભ્યાન મને હૃદય ને સ્પર્શી ગયેલું.કચ્છમાં તો ક્યારે દુષ્કાળ આવે એનું કાઈ નક્કી ન હોય અને આજે જ્યારે દિવસે ને દિવસે પાણી પાતાળમાં ઉડા ઉતરતા જાય છે સાથે ખરાશનું પણ પ્રમાણ બમણું વધતું જાય છે.ત્યારે મારાથી બન્ની શકે એટલો તો હું પ્રયત્ન કરું એ કર્મના દમ પર પાતાળ ના પાણીના સ્તર ઉપર આવે એવી અપેક્ષા એ મને આ એવોર્ડ અપાવ્યો છે..
નલિયા ખાતે હાલ યોજાયેલ સંભારભમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન 2019 – 2020 એવોર્ડ પ્રાપ્ત કરતા દિનેશ ભાઈની આછેરી ઝલક..




🔷 દરેક ખેડૂત ”બોર રિચાર્જજીંગ” કરે તો પાંચ વર્ષની અંદર પાતાળના પાણી ખૂબ ઉચ્ચા આવે..

દરેક ખેડૂત માટે પ્રેરણારૂપ એવા એવોર્ડ વિનર દિનેશભાઈ એ સૂકા મલકમાં સિસ્ટમેટિક રીતે વરસાદી પાણીનો સદઉપયોગ કરીને સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા છે..!ત્યારે છેલ્લા બે વર્ષથી કચ્છમાં સીઝનમાં અંદાઝે 40 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.મોટાભાગનું વરસાદી પાણીનું આપણે ઉપયોગમાં નથી લઈ શકતા એ લાખો ગેલેન પાણી રણ અથવા દરિયામાં સમાઈ જાય છે..!!ત્યારે ગામેગામના ખેડૂતો જાગૃત બન્ને અને આવતી 2021ની સીઝનમાં સૌ ખેડૂતો બોર રિચાર્જ કરે એવો દિનેશભાઇ કેશરાણી “એક ઝલકના” માધ્યમથી સંદેશો આપી રહ્યા છે..
આ ”બોર રિચાર્જજીંગ” સિસ્ટમ 3000ની રકમની આસપાસ તૈયાર થઈ જાય છે અને વધુ જાણકારી જોઈતી હોય તો નીચે દિનેશભાઇ નો કોન્ટેક્ટ નંબર આપ્યો છે..




દિનેશભાઇ કેશરાણી..
9427120799
8347820799



”જય હો”

તસ્વીર & વિડિઓ બાય…
પાટીદાર ગ્રુપ અંગીયા

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

23.341576869.307123
Exit mobile version