#EkZalak527.. તરસ્યાને ટાઢકસમી “ધીણોધરની ધોકાવેરી” ધીણોધર ડુંગરના ઘટાદાર જંગલની ઝાડી ઓમાં વિખ્યાત વેરી આવેલી છે.!ઘણાબધા લોકો આ અદભુત જગ્યાથી અપરિચિત છે જે ધોકાવેરી નામથી ઓળખાય છે.(સોય પડે તોય સરવરાટ થાય એટલુ શાંત અને થ્રિલિંગ અહેસાસ કરાવતું પ્લેસ)
🔷 ધીણોધર ડુંગરથી અંદાઝે 2 કિલોમીટર દૂર ઘટાદાર જંગલની ઝાડીમાં આવેલું છે ધોકાવેરી…
ગૂગળ,ખેર,બાવળ,બોરડી,પીલુડી વગેરે અનેક પ્રકારની જડીબુટ્ટીઓ અને ઝાડીઓથી ઘેરાયેલું ઘટાદાર જંગલમાં આ વેરી આવેલી છે.દાદા ધોરમ- નાથજી મંદિર સ્થાપિત થઈ એ વખતની આ વેરી કેવાય છે.બહુ જ જૂની છે.એમાંય એક લાકડા નો ધોકો છે,એ 2 ફૂટ થી મોટો છે.એક હોલ છે એમાં નાખો એટલે પાણીનો અવાજ આવે છે..!!!આ ધોકાને હોલની અંદર આવ-જાવ એમ કરો એટલે છેક સામે પોહચે ત્યારે એમાંથી ધોધ પાણી આવે છે..!!એ પાણી જેટલા માનશો કે જનાવર હોય એટલો જ આવે છે.વર્ષો પહેલા પણ અને આજે પણ એ પાણી અવિરત ચાલુ જ છે..!આ પાણીથી ધીણોધર જંગલ વિસ્તારમાં વસતા જંગલી જનાવરો,પક્ષીઓ તેમજ ત્યાં ચરાવા જતા પાલતુ પ્રાણીઓની પ્યાસ બુજાવે છે..!!આપ નીચે વિડીઓ માં પરમ મિત્ર “મહિપતસિંહ જે જાડેજા – નાની અરલ તેમજ નખત્રાણાના મિત્રો જોઈ શકો છો..
🔷 ધોકાવેરી પોહચવા માટેનું ડાયરેક્શન…
અભુયા માણશોને આ જગ્યાએ પોહચવું લગભગ ના મુમકીન છે..!!એમાંય જો એકલ-દોકલ જાઓ તો 100% તમને ડરામણો અનુભવ થાય એનું એક કારણ એવુ કે આ જગ્યાએ સોય પડે તો પણ સળવરાટ થાય એટલી શાંત છે.!!આમ તો ધોકાવેરી બે-ચાર જગ્યાએથી પોહચી શકાય છે.ધીણોધર ડુંગર ની તળેટીથી ઉત્તર બાજુ “ઝાલું” ગામ તરફ જતા રસ્તા પર આવતી ‘બીજી’ પાપડીથી જમણી બાજુ ગાથ જંગલમાં અંદાઝે 2 કિલોમીટર અંદર જવાય છે.પહેલા થોડેક સુધી બાઈકથી જઇ શકાતું પણ હાલ બાવળથી રસ્તાઓ ઘેરાઈ જવાથી પગપાળા સિવાય બીજો કોઈ ઉપાય નથી એટલે પ્રકૃતિપ્રેમીને જંગલમાં ફરવાની મોજ બમણી કરી મૂકે છે.બીજુ એક ડાયરેક્શન ધીણોધર ડુંગર ઉપર ચઢાણ કરતા ત્રીજા નંબરની મઢુલી આવેલી છે.એ જગ્યાએ થી ડાબી બાજુ ડુંગરની ટોચ પરથી નીચે જંગલ વિસ્તાર માં ઉતરતા ધોકાવેરી આવે છે.નીચે ગૂગલ મેપ દ્વારા અમે લિન્ક અને ડાયરેક્શન આપેલ છે તે આપ નીહાળી શકો છો..
🔷 જંગલ વિસ્તારમાં જોવા મળતા જંગલી જનાવરો અને એના અટેકનો અનુભવ કરેલ મિત્રો.
આ ધોકાવેરી જગ્યાએ ત્રણ-ચાર વખત જઇ ચૂકેલ મિત્રોએ જણાવેલ ત્યાં બાવળોથી ઘેરાયેલી ગીચ ઝાડીઓ આવેલી છે અને જંગલી જનાવરો માટે છુપાવવા આ અનુકૂળ સ્થળ છે..!!જંગલી પ્રાણીઓમાં ખાસ કરીને નીલગાય (રોઝ) 30 થી 35ના ટોળામાં જોવા મળે છે..!!આ ધોકાવેરી લાસ્ટ ટાઈમ મિત્રો ગયા ત્યારે તો નીલગાય એ રીતસરની પાછળ દોટ મૂકી હતી,અને આ જગ્યાએથી ભગાડી મુક્યા હતા..!એટલે ધોકાવેરી જગ્યાએ જવું હોય તો 10 થી 15 લોકોનું ગ્રુપ કરીને જવું યોગ્ય ગણાય.
🔷 2019માં અંગીયાના મિત્રો દ્વારા 30 ફૂટની ધજા ડાયરેક્શન માટે લગાડવમાં આવી હતી..!!
આજે દોડધક અને ઘોઘાટ ભર્યા વાતાવરણમાં માનવી જ્યારે જીવવા મજબૂર છે ત્યારે કચ્છના ઘણાબધા એવા પ્રાચીન સ્થળો આવેલા છે.જ્યાં તમને બે ઘડીનો,જેમ શિવાલયોમાં ચિતની શાંતિનો અને ઠંડકનો અહેસાસ થાય એવો જ અહેસાસ આ ધીણોધરના ગાથ જંગલમાં સ્થિત ધોકાવેરી પ્લેસ પર થાય..!!
આ વર્ષો જૂની જગ્યાથી લોકો પરિચિત થાય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે એ હેતુથી મહિપતસિંહ જાડેજા,મુકેશભાઈ રૂડાણી,કિશન રૂડાણી,શાંતિલાલ રૂડાણી,નવીન ભાદાણી, અબ્દુલભાઇ ખલીફા વગેરે મિત્રો દ્વારા 2019ની સાલમાં આશરે 30સેક ફૂટ ઉચ્ચા પાઇપ પર ધજા લગાડવામાં આવી હતી..!!એ નીચે તસ્વીરમાં આપ જોઈ શકો છો..
🔷 ધીણોધર ડુંગરની તળેટીથી ટોચ તેમજ જંગલ વિસ્તારથી માહિતગાર પરમ મિત્ર ”મહિપતસિંહ જાડેજા”
સ્વભાવે સરળ અને મહેમાનગતિ માટે થનગનતા મિત્ર ”મહિપતસિંહ જે જાડેજા” નાની-અરલ આ સમગ્ર ધીણોધર વિસ્તારનો વન-વગડાથી પરિચિત છે..!!સવાર અને સાંજ તેઓ તળેટીની મુલાકાત અવશ્ય લેતા હોય છે.મને ધોકાવેરી પ્લેસની અને અન્ય ત્યાંના સ્થળોની જાણકારી મહિપતસિંહ બાપુએ આપી હતી.અગામી દિવસો માં વિગતવાર એક ઝલક વેબસાઈટ પર ધીણોધર ડુંગરના વરસાદી મોસમમાં લીલાછમ વન-વગડાઓ અને મહિપતસિંહ જે જાડેજા ના અનુભવ વિશે આર્ટિકલ લખીશું..