#EkZalak526. વરસાદી મોસમમાં કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ,છારી Dhandh,સ્ક્રબ ફોરેસ્ટ સાથે અન્ય વન-વગડાઓમાં તેમજ ડુંગરાઓ,ટેકરાઓ અને લીલાંછમ જંગલોમાં જોવા મળતા યાયાવર પક્ષીઓ ની નખત્રાણાના ઇન્ટરનેશનલ ફોટોગ્રાફ વિનર પાર્થ કંસારા એ કેમેરામાં કંડારેલી પરફેક્ટ ઝલક. (ચાતક,ખાખી માખીમાર,કાશ્મીરી નિલકંઠ,કાબરો પીદો,દક્ષિણી રાખોડી અને લાલ પૂછ લટેરી,કાળો તેતર,પીળક વગેરે)
કચ્છમાં શિયાળે તો યાયાવર પક્ષીઓનો જાણે મેળો જોવા મળે છે..!!ખાસ તો કચ્છનો આ એરિયામાં વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન હોય છે.તળાવો, સરોવર અને ડેમો વગેરે જગ્યાએ વિદેશોથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ફ્લેમિંગો,લાંબી ડોક,પેંણ વગેરે વગેરે જાતભાતના પક્ષીઓ આવે છે.ત્યારે નખત્રાણા સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલભાઇ કંસારાના સુપુત્ર પાર્થ કંસારા એ હાલ કચ્છમાં વરસેલા સારા વરસાદની મોસમ માં વન-વગડાઓમાં આવેલ વિદેશી મહેમાનના રૂપમાં પક્ષીઓના શાનદાર ફોટો ક્લિક કરેલા છે.દરેક ફોટો તમારું મનમોહિ લે એ લેવલની ફોટોગ્રાફી શૂટ કરી છે..
🔷 Pied cuckoo – ચાતક
ચોમાસાની ઋતુમાં તમે ઘણીવાર આ શબ્દ પ્રયોગ સાંભળવા મળ્યા હશે..!એમા પણ જો વરસાદ ધાર્યા ટાઈમ મુજબ ન વર્ષે ત્યારે…!!સમગ્ર કચ્છ વાસીઓ મેઘરાજાની ”ચાતક” નજરે રાહ જુએ છે.આ શબ્દ પ્રયોગ સાંભળયો છે ને…??નીચે તસવીર માં આપ જે પક્ષીને જોઈ રહ્યા છો એ છે “ચાતક” દર વર્ષે ચોમાસાના આગમન પહેલા આ પક્ષી પધારે છે.કહેવાય છે કે આ પક્ષીની હાજરીથી વરસાદ વર્ષે જ છે અને ખાસ આ ચાતક પક્ષી વરસતા વરસાદની બુંદ ડાયરેક પોતાની મુખ માં ઝીલી લઈને પ્યાસ બુજાવે છે..!!
🔷 Indian golden oriole – પીળક
આમ તો કચ્છમાં આ રૂપકડું પીળક પક્ષી બહુ જ ઓછું જોવા મળે છે.જો ચોમાસામાં ખૂબ સારો એવો વરસાદ વર્ષયો હોય તો તમને આ પીળક પક્ષી જોવાના *ચન્સ* વધી જાય..!!લીલાછમ અને પાનખર જંગલો અને માંગરોવવાળા વિસ્તારમાં આ પક્ષી વધારે જોવા મળે છે.આ વર્ષે સારા વરસાદના પગલે કચ્છમાં પણ જોવા મળેલ..
🔷 Spotted Flycatcher – ખાખી માખીમાર
ખાસ ચોમાસાની ઋતુમાં યુરોપથી કચ્છમાં ખાખી માખીમાર પક્ષી આવે છે અને ( August થી September) માત્ર એક મહિનો ટૂંકો પ્રવાસ પૂરો કરી ત્યારબાદ આફ્રિકા દેશો તરફ પ્રયાણ કરે છે..!!
🔷 Great Grey Shrike દક્ષિણી રાખોડી લટોરો.
દક્ષિણી રાખોડી લટોરો આ સપ્ટેમ્બર સમયે કચ્છમાં આવે છે.ત્યારબાદ છેટ શિયાળો અહીં ગાળે અને ત્યારબાદ પાછો નીકળી જાય છે..
🔷 European roller – કાશ્મીરી નીલકંઠ.
આ કાશ્મીરી નીલકંઠ પક્ષી માગ્રેશન કરતું રહેતું હોય છે.ખાસ યુરોપના દેશો માંથી વરસાદી મોસમમાં કચ્છમાં આવે છે.અને જ્યારે શિયાળાની અહીં શરૂઆત થાય છે ત્યારે શિયાળાનો સમય ગાળવા તે આફ્રિકા ચાલ્યું જાય છે..
🔷 કચ્છના લીલાછમ વગડાઓમાં લહેરાતી લીલોતરી આંખોને ઠંડક આપવા કાફી છે….
વર્ષે 2020માં વરસાદે તો કચ્છમાં મોજેમોજ કરાવી છે..અંદાઝે દરેક તાલુકામાં 40સેક ઇંચથી વધારે વરસાદ ને કારણે જળાશયો,ડેમો,તલાવડીઓ લગભગ ઓવરફ્લો થઈ ગઈ..!!નદીનાળા,ઘોધ અને ડુંગર પરથી હજુ ઝરણાં વહી રહ્યા છે.પાલર પાણી નો ખપ મુજબ વરસાદ વરસતા વન-વગડાઓમાં ધરતીએ લિલી જાણે ચાદર ઓઢી હોય એવા હાલ કચ્છમાં ડુંગરાઓ,ટેકરાઓ,જ્યાં નજર કરો ત્યાં લીલોતરી જોવા મળે છે..!હાલ સારા વરસાદ ને કારણે કચ્છના લીલાછમ જંગલ વિસ્તાર પ્રકૃતિ પ્રેમીને પોતાના તરફ આકર્ષે એ સ્વાભાવિક છે.કચ્છના બન્ની વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ ઉચ્ચ ગુણવત્તા વાળા ઘાસિયા વિસ્તાર તો તમને આફ્રિકામાં હોવ તેવો અહેસાસ કરાવે..!!આ વિસ્તારની આછેરી ઝલક પાર્થ પ્રફુલભાઇ કંસારાએ કેમેરા કેદ કરી છે એ આપ નીચે જોઈ શકો છો..
🔷 વાઈલ્ડલાઈફ એવોર્ડ વિનર ફોટોગ્રાફર પાર્થ કંસારા…
રશિયા ખાતે દેશ અને દુનિયાના વાઇડલાઈફ ફોટોગ્રાફરનો 35મો ઇન્ટરનેશનલ એવોર્ડ યોજાયો હતો.તેમાં વર્લ્ડના 173 દેશોના 1,17,500 મેમ્બરના 4,18,800 ફોટોની રેસમાં ટોપ 100 ફોટોના સિલેક્શનમાં કચ્છમાં કપરી કન્ડિશનમાં ક્લિક કરેલ ઇન્ડિયન શિયાળનો ફોટોને સ્થાન મળ્યું હતું..!!ચાર લાખથી પણ વધારે ફોટો ‘કલેક્શનમાં’ કચ્છના ફોરેસ્ટમાં ફોજીલપાર્ક પાસે લીધેલા ‘ફોક્સના’ ફોટોનું ‘સિલેક્શન’ થયું હતું.નાની ઉંમરે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં બહુ ઉમદા કાર્ય કરેલ છે. આપણે સૌને ગૌરવ થાય એવી આ સિદ્ધિઓ અને ઘણાબધા એવોર્ડ એકલા પાર્થને નામે છે.#EkZalak508માં પાર્થ પર વિગતવાર આર્ટિકલ લખેલ છે.નીચે તસવીર માં પાર્થ પ્રફુલભાઇ કંસારા👌👌💐💐💐