Site icon Ek Zalak

#EkZalak525…પશ્ચિમ કચ્છમાં વરસાદી મોસમમાં મનમોહક દૃશ્યોના દર્શન કરાવતા વહેતા કાળીયા ધ્રો,પાલર ધુના ઘોધ,કુરી પખેરો ધોધ, ગંગાજી દેવપર ધોધ,ગામ આમારા પાસેનો ફાઉન્ટેન સ્ટાઇલમાં હાઈકલાસ ધોધ વગેરે નીચે ફોટો તેમજ વિડીઓમાં

 #EkZalak525…પશ્ચિમ કચ્છમાં વરસાદી મોસમ માં મનમોહક દૃશ્યોના દર્શન કરાવતા વહેતા ધોધ’

(કાળીયા ધ્રો,પાલર ધુના ઘોધ,કુરી પખેરો ધોધ, ગંગાજી દેવપર ધોધ,ગામ આમારા પાસેનો ફાઉન્ટેન સ્ટાઇલમાં હાઈકલાસ ધોધ વગેરે નીચે ફોટો તેમજ વિડીઓમાં )

🔷 મુરું ગામના સીમાડામાં મનમોહક કુરી પખેરોનો ધોધ…

મુરૂ ગામના સિમાડામા આવેલ કુરી પખૅરો નામનો ધોધ વરસાદી મોસમ માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે..!!નખત્રાણા તાલુકાના મુરૂ ગામ થી પશ્ચિમ દિશા બાજુ આશરે 3 કિલોમીટરની અંતરે આવેલુ કુરી પખૅરો ધોધ.જ્યા અત્યંત રમણીય કુદરતી નજારો જોવા મળે છે.ચોમાસાની ઋતુ મા મેઘ મહેરબાન થાય ત્યારે તે ધોધ ને જોવા માટે આજુ બાજુ વિસ્તાર ના પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા માટે આવે છે.
અદ્ભુત ડુંગરોની ખીણો માંથી વહેતુ જળ કુરી પખેરો ધોધ માંથી વહીને જગમશહૂર છારી ઢંઢના રણમા જાય છે.તો તમે પણ વરસાદી માહોલ મા આ કુદરતી દ્રશ્ય જોવાનું ભૂલતા નહિ.આ કુરી પખેરો ઘોધ વિશે મારા મિત્ર ગામ મુરૂમાં રહેતા એવા સારા એસ્ટ્રોલોજીસ ”મયુરભાઈ જોશી” એ માહિતગાર કર્યો હતો..



🔷 પાલરઘુના ધોધ એ ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકે વિકશે તો નવાઈ નઈ…!!!

4 એક ઇંચ ધોધમાર વરસાદ વરસે તો આ પાલરધુણાનો નજારો નાયગ્રા ધોધ થી કમ નથી..!! ધોધનો પાવર અને પાણીનો પથ્થર પરનો પછડાટનો પ્રચડ અવાજ ડરામણો તો છે જ સાથે એની વાછટ હવામાં 50 સેક મીટર ના ડાયરામાં ફેલાય છે.તેના પરથી અંદાઝ લગાડી શકાય કે ધોધ નો પાવર કેટલો પાવરફુલ હશે..??
નખત્રાણા થી 15રેક કિલોમીટર ભુજ તરફ જતા હાઈ-વે પર યક્ષ અને પોરેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે.પોરેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ વધતા એક ગોલાઈ આવે છે,તે પહેલાં ડાબી બાજુ થી અંદાઝે બે કિલોમીટર અંદર સીમ વિસ્તારમાં વરસાદી મોસમમાં પહાડ ઉપરથી પાણીનો પાવરફુલ આ ધોધ વહેતો જોવા લોકોની રીતસરની ભારે ભીડ જોવા મળે છે.
વરસાદી મોસમમાં ફૂલ વેગમાં પાલર ધુના વહેતો ઘોધ જોઈને બેઘડીનો આ કુદરતી નજારો તમને અદભુત અહેસાસ કરાવે છે.થોડાક દિવસો પહેલા એક યુવાન આ જગ્યાએ ડૂબી જવાને કારણે હાલ આ જગ્યાને નો-એન્ટ્રી જાહેર કરેલ છે.(આપ નીચે વિડીઓમાં જોઈ શકો છો,નખત્રાણા તાલુકાનો નાયગ્રા ધોધ એટલે પાવરફુલ પાલરધુના ધોધ)




🔷 કુદરતે બેનમૂન કરીગરી કરી હોય એવો ઉલટ પાસેનો “કાળીયા ધ્રો ઘોધ”

નદીના સપાટ પટ પર જે પથ્થરો પર વહેણની કોતરણીઓનો આકાર જોતા,વર્ષો પહેલા અહીં નદીનો બહુ તેજ પ્રવાહ વહેતો હશે એવું કહેવું જરાયે ખોટું નથી.ઓછા લોકો આ જગ્યાથી પરિચીત હશે.!ઘણાબધા લોકોએ તો આ નામ પણ પ્રથમ વખત સાંભવ્યું હશે…??આ “કાળીયા ધ્રો ઘોધ” જેવી જગ્યાઓ સારા વરસાદમાં જીવંત બન્ને છે.અહીં વહેલા ઝરણા અને ઘોધ અને આજુબાજુ ની સીનસીનેરી અને એમાં પણ સાંજના ભાગે આકાશે કેસરિયો કલરને જોતા તમે કોઈ વિદેશી ધરતી પર હો એવો અહેસાસ કરાવે સાથે પ્રકૃતિપ્રેમી ને પોતાના ચુંબકીય લગાવ લગાડવામાં “કાળીયા ધ્રો ઘોધ” સફળ રહ્યો છે..
ગુગલ મેપ પર આપ ”ulat” ઉલટ સર્ચ કરશો એટલે આપણે સીધું આ રમણીય સ્થળ બતાવશે.આ જગ્યા વિશે મને ગામ વિથોણના ”હનીફ રાજાએ” માહિતગાર કર્યો હતો..



🔷 આમારા પાસેનો ફાઉન્ટેન સ્ટાઇલમાં હાઈ કલાસ વહેતો ધોધ..

ગામ આમારાથી લગભગ એકાદ કિલોમીટર ચાલીએ એટલે આ ફાઉન્ટેન સ્ટાઇલ ધોધ જોવા મળે.એમાં પણ વરસાદી મોસમ હોય અને ત્રણ-ચાર ઇંચ પાણી ધોધમાર સ્ટાઈલમાં પડ્યું હોય તો કહેવું જ શુ..!અદભુત નજારો તમને ત્યાં કલાકોના કલાક માણી શકો તેવો જોવા મળે.આસપાસ ડુંગર વિસ્તાર માંથી પાણીની સારી આવને કારણે પથ્થર પરથી ફૂલ વેગમાં પાણી નીચેની તરફ પડે છે.એ અવાજનો અહેસાસ તમે ઈયરફોન નાખીને મેડિટેશન કરતા હોવ તેવો અનુભવ કરાવે છે..!!તો બાજુનો નજારો જાણે સુશોભનમાં રાખેલ ફાઉન્ટેન પડ્યું હોય એ સ્ટાઈલમાં પથ્થરો પરથી પાણી સ્ટેબ બાય સ્ટેબ નીચે તરફ પડતું આપ નીચે તસવીરમાં અને વિડીઓમાં જોઈ શકો છો..
ધોધમાર વરસાદના કલાકોબાદ આપ આ જગ્યાની મુલાકાત લેશો તો આ નજારાના સાક્ષી બનશો.આ સ્થળ વિશેની માહિતી મને આમાર ગામના લિજેશભાઈ આપી હતી..



🔷 દેવપર ગંગાજી પાસે ડેમના ઓવરફ્લો થી વહેતો ઘોધ….

સીઝન 2020માં અંદાઝે 40 સેક ઇંચ ઉપર વરસાદ વરસતા મોટાભાગના ડેમો,સરોવરો ઓવર- ફ્લો થઈ ચૂક્યા છે.ત્યારે યક્ષ પાસેથી વહેતી નદીની સીધી આવ દેવપર ગંગાજી પાસેના ડેમમાં જાય છે.સારા વરસાદ ના પગલે ડેમ ઓવરફ્લો થતા બાવળોની ઝાડીઓ વચ્ચેથી ઘસમસતું પાણી ઘોધમાં પરિવર્તિત થાય ત્યારે આવા સારી સીઝને આંખોને ઠંડક અને હૃદયને તૃપ્ત કરતા દૃશ્યો દ્રશ્યમાન થાય છે..
પિતૃતર્પણ માટે જાણીતું સ્થળ દેવપર (યક્ષ) ગંગાજી પાસે ડેમ આવેલો છે.ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે ઘોધ વહે છે એવું સુરેશભાઈ ભીમાણી એ જણાવેલ..



“જય હો”

વિડિઓ & ફોટો..
મયુર જોશી,હનીફ રાજા,
લિજેશ સાંખલા,સુરેશ ભીમાણી
વરસાદ માહિતી ગ્રુપ (પિયુષ રૈયાણી)
રમેશભાઈ સોની (સંદેશ પત્રકારશ્રી)

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

23.341576869.307123
Exit mobile version