#EkZalak524. હળદરની ખેતી પર હાથ અજમાવતા કચ્છી ખેડૂત..!!નવીનતમ પ્રયોગ દ્વારા સફળતાનો સ્વાદ ચાખવા જઇ રહેલા આણંદસર (મંજલના) સરપંચ શ્રી શાંતિલાલભાઈ ભાવાણી..


🔷 બગાયતી ખેતીબાદ હવે હળદરના વાવેતર તરફ કચ્છી ખેડૂત…

સફરજન,દાડમ,ડ્રેગન ફ્રુટ,વિવિધ કેરીના બગાયતી બગીચાઓ હવે કચ્છના દરેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.બગાયતી પાકોમાં કચ્છી ખેડૂતને ઘારી સફળતા મળી છે તેવું કહેવું કાઈ ખોટું નથી..!!અને આ સૂકા પ્રદેશમાં ‘વખત’ પણ કેવો થશે તે બધું રામ ભરોસે હોય છે.તેવા કચ્છ પ્રદેશમાં આજકાલ ખેડૂતો નવીનતમ સફળ પ્રયોગ કરીને દુનિયાને નોંધ લેવી પડે એવું કાર્ય કરી રહ્યા છે.ભુજ તાલુકાના આણંદસર (મંજલ) ગામના હાલ સરપંચ પદ પર બિરાજમાન એવા પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલભાઈ ભાવાણીએ હાલ પોતાના ફાર્મ પર સફળ હળદરનું વાવેતર કરીને સૌ લોકોને પોતાના હળદર ફાર્મ તરફ આકર્ષિત કર્યો છે..!!



🔷 હળદરનો પાક છ માસમાં તૈયાર થઈ જતો હોય છે..

શાંતિલાલભાઈના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હળદરનું વાવેતર જૂન-જુલાઈ માસમાં કરવામા આવે છે.અને આ પાક છ માસનો હોય છે.કંપની દ્વારા હળદરનું બિયારણ 1 કિલો રૂપિયા 40ના ભાવે આપ્યું છે અને પાક તૈયાર થયા બાદ એજ કંપની ખરીદી કરી લેશે..

🔷 સંપૂર્ણપણે ઓર્ગેનિક પધ્ધતિથી તૈયાર કયો છે હળદરનો પાક…

આ હળદરનો પાક દેશી ખાતર સાથે ખાટી છાશ, લીંબુ અને ગૌ-મૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હળદરના પાકમાં રાસાયણિક ખાતરનો જૂજ માત્ર પણ ઉપયોગ કર્યો નથી..


🔷 જો જમીન,પાણી અને હવા માફક આવે તો ઓછા ખર્ચે વધુ બચત આ હળદરના પાકમાં કરી શકાય.

એક તો આપણા વિસ્તારમાં નીલગાય અને રખડતા ઢોરથી ખેડૂતો પરેશાન છે પણ આ પાકને તો જનાવર પણ નુકસાન કરતા નથી.એક એકરમાં વાવેતર કરવા લગભગ 1000 કિલો જેવું હળદરનું બીજ જોવે છે તેની સામે ઉતારો 8 થી 10 ટન જેવો જો પાકને પાણી,જમીન અને હવા માફક આવે તો આવે એવું અનુમાન છે.સાથે 30 થી 35 કિલોના ભાવે બિયારણ આપનાર કંપની જ ખરીદી લે છે..



🔷 શાંતિભાઈના અંદાઝ મુજબ એકરે લાખથી દોઢલાખ રૂપિયાની ચોખી બચત થઈ શકે એમ છે..

આ હળદરના પાકને આ ભારે વરસાદી મોસમ માં પણ જમીન,પાણી અને ત્રીજું હવા એકદમ માફક આવી ગયા છે..!!સાથે રોપાનો પણ ગ્રોથ સારો એવો છે એ જોતાં એકર દીઠ અંદાઝ 8 થી 10 હજાર કિલો હળદરનો સારો એવો ઉતારો આવી શકે તેમ છે.વાવેતર અને ઓર્ગેનિક ખાતર સાથે તમામ મંજુરી ખર્ચને બાદ કરતા એકરે લાખથી દોઢેક લાખની ચોખી બચત થઈ શકે તેમ છે..


હાલ આનંદસર(મંજલ) મધ્યે સરપંચ પદ પર સેવા આપતા અને ખેતી ક્ષેત્રે પણ નવીનતમ પ્રયોગ કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત એવા શાંતિલાલભાઈ ભાવાણી આ હળદર વાવેતરમાં સફળતાનો સ્વાદ ચાખે તેવી શુભેચ્છાઓ.આપ અન્ય માટે પ્રેરણારૂપ અને પથદર્શક સમાન છો..

”જય હો”

તસ્વીર…
રમેશભાઈ સોની…

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *