#EkZalak523.. તળેટીથી 1388 પગથિયાં ધરાવતો સાંયરા(યક્ષ) ભીખુઋષિ ડુંગર પર હાલ વરસાદી મોસમમાં મોરનો થનગનાટ સાથે વિવિધ પક્ષીઓના કલરવથી ગુંજતો વિસ્તાર નેચરલલીટીની નજીકનો અનુભવ કરાવે છે.!જ્યાં નજર કરો ત્યાં ગ્રીનહરી આંખોને આનંદ અને હૃદયને તૃપ્ત કરીને બે ઘડીની મોજ કરાવતું ઝરણું પણ વહી રહ્યું છે..!!👌👌 (ડુંગરની સીડી ઉપર ચડાણ કરતા 900 અને 880 પગથિયાં વચ્ચે જમણી બાજુ 20 મીટર અંદર આ ઝરણું વહી રહ્યું છે અને હાલ હવે ફ્લો ઘટી ગયો છે)


• 40 ઇંચ વરસાદે સમગ્ર ડુંગર વિસ્તારને લીલોછમ અને પથ્થરને સેવાળીયા બનાવી મુક્યો છે..


હાલ કચ્છમાં સારો એવો વરસાદ વરસી ગયો અને હજુ પણ કોઈક જગ્યાએ ઝાપટા અને ઝરમર ચાલુ છે.સમગ્ર કચ્છ પ્રદેશમાં ડુંગરાઓ,વગડાઓ અત્યારે ચોમેર થી લીલાછમ થઈ ગયા છે.કુદરતે કચ્છમાં આંખોને ઠંડક પોહચાડતા દર્શયો હાલ સૌ કચ્છ વાસીઓને દેખાડ્યા છે.ત્યારે કચ્છનો જ્યાં મીની તરણેતરનો મેળો યોજાઈ રહ્યો છે એ યક્ષ વિસ્તાર નજદીક આથમણી બાજુએ ભીખુઋષિ ડુંગર આવેલ છે.હાલ આ વિસ્તારમાં સારો એવો 40સેક ઇંચ વરસાદ વરસતા ડુંગરપરના વૃક્ષો,બે ચાર ફૂટ મોટા ઘાસ સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવી દીધો છે..!!



• 900 અને 880 પગથિયાં વચ્ચે ખડખડ વહેતુ ઝરણું..

સામાન્ય રીતે પાંચ-આઠ ઈંચ સારા વરસાદ બાદ આ ડુંગરપર સરસ મઝાના બે-ચાર દિવસ ઝરણા વહેતા હોય છે..!!કચ્છ વાસીઓને વરસાદ ખરેખર ઘેલું લગાડે છે.કેમકે ભૂતકાળમાં ડોકિયું કરીએ તો વરસાદે કચ્છની ધરતીને તૃપ્ત કરવામાં આનાકાની કરી છે..!!ત્યારે 2019 અને હાલ 2020ની સીઝન માં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે અને નદી-નાળાઓ છલકાઈ ગયા છે.ત્યારે ભીખુઋષી ડુંગર પર પણ સરસ મઝાના મોજ પડી જાય એવા ઝરણા વહી રહ્યા છે..ડુંગર પર ચડાણ કરતા 900 અને 880 પગથિયાં વચ્ચે જમણી બાજુએ 20સેક મીટર ઉતરીએ તો અદભુત નઝારો જોઈને આંખો અને હૃદય બન્ને તૃપ્ત થયાનો અનુભુતિ નો અહેસાસ થાય..(હાલ આ પાણીનો ફ્લો ઘટી ગયો છે અને જો ફરી બે-ચાર ઈંચ પાણી પડે અને બીજા દિવસે જશો તો નીચે વિડિઓ પરના દ્રશ્યોનો સાક્ષાત્કાર થશે)


• ભીખુઋષી તળેટી અને ફરતે જંગલ વિસ્તાર જાણે મોરનું ઘર હોય…!!

આ તળેટીનો જંગલ વિસ્તાર એટલો શાંત છે તમને વિવિધ જીવજંતુઓ,પક્ષીઓ અને મોરના ટહુકાઓ સિવાય કશું સંભળાય નહિ..વરસાદી મોસમ છે એટલે ગીચ ઝાડીઓ વચ્ચે થનગનાટ કરતા મોર અને આપણી હયાતીનો ટહુકો આખા જગલ વિસ્તાર ને સંભળાવે.સમગ્ર વિસ્તાર મોટી સંખ્યામાં મોર અહીં વસવાટ કરી રહ્યા છે અને આ ડુંગર વિસ્તાર ની મુલાકાત લ્યો એટલે મોરના દર્શન થયા વગર રહે જ નહીં..!!



• બે ઘડીનો વિસામો સમાન તળેટીમાં સ્થિત બગીચો…

ભીખુઋષી સાંયરા સ્થિત ડુંગરની તળેટી વિસ્તારમાં આવેલ સુંદર મઝાનો બગીઓમાં ઘટાદાર વૃક્ષો અને જાતભાતના ફુલઝાડના છોડ નીચે બેસવાની ઠંડકનો અહેસાસ કાંઈક અલજ છે.વ્યવસ્થા ના ભાગરૂપે અહીં બેસવા માટે ઓટલાઓ સાથે પીવા માટે પાણી અને નાના છોકરાઓ રમી શકે એવી સુંદર મઝાની વ્યવસ્થા કરવામાં આવી છે..



• ભીખુઋષિ ડુંગરની ટોચ પર સનરાઈઝ અને સનસેટના દર્શન સાથે હિલસ્ટેશન જેવી હવાની મોજ તમારી થકાન દૂર કરવા કાફી છે…!!!

1388 પગથિયાં ચડીએ એટલે ભલભલા ભાયદાના પસીના છૂટે એ સ્વાભાવિક છે..!!800 પગથિયાં બાદ જે ચડાણ આવે છે તેમાં તંદુરસ્ત શરીરને પણ હાંફ્લિ ચડે પણ એકવાર જો ટોચ પર પોહચી ગયા એટલે ઉપર મોજ કાંઈક અલજ હોય..!હાલ તો ચોતરફ લીલોતરી અને ચાલુ વરસાદે જે વાદળો ડુંગરપર વિસામો લે એ તો ગિરનાર અને સાપુતારાના હિલસ્ટેશન જેવો તમને અહેસાસ કરાવે..એકબાજુ થાક અને પસીના વળેલા શરીર પર ઉપર જે ઠંડી હવા સ્પર્શે એ તો જાણે ટાઈગર બામ બરાબર..!!પળભરમાં થાક ગાયબ અને ઉપર દુરદુર સુધી દેખાતો વિસ્તારનો નઝારાનો અહેસાસ તમને અલગ જ અનુભૂતિ કરાવે….



• મચ્છરના ઉપદ્રવ ને કારણે હાથપગ પર ઓડોમ્સ ટયુબ લગાડીને જઉ…

વરસાદ બાદ ઉગાડના અભાવે છેલ્લા કેટલાય દિવસો થી સૂર્યપ્રકાશ ની કમીને કારણે અને સતત ઝરમર વરસાદ ને કારણે તળેટીથી ટોચ પર પોહચતા પહેલા તમે 2 મિનિટનો નિરાંતે વિસામો ન લઈ શકો એટલો બધો મચ્છર-માખ નો ત્રાસ છે.. રીતસર ના શરીરે ઢીમડા કરી મૂકે એવા ઝેરી મચ્છર ફરવાની મઝા બગાડી મૂકે તેમ છે.ફરવાના શોખીન લોકો જો ભીખુઋષિ ડુંગર ની મુલાકાત લેવાના હો અને શાંતિ થી પ્રકૃતિની મઝા માણવી હોય તો મચ્છર થી બચવાના ઉપાયો શોધવા એટલે શરીરે મચ્છર ન બેશે તેવા ટ્યુબો લગાડી ને આવશો તો શાંતિનો અનુભવ કરશો…


ફરી ક્યારેક ભીખુઋષી સ્થિત સાંયરી માતાનું મંદિર તેમજ ટોચ પર પોહચવા માટે પગથિયાં અને ત્યાં બાગબગીચા વગેરેનો ઇતિહાસ પર સમય મળતા ઇન્ફોર્મેશન આપ સુધી પોહચાડતા રહેશું…



”જય હો”

તસ્વીર & વીડિયોસ
રવિભાઈ નામોરી,જીજ્ઞેશ નાકરાણી (રાવણ)
પૂનમબેન પારસિયા,ખુશ્બૂ વાઘાણી
રમેશભાઈ સોની..

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904


0 thoughts on “#EkZalak523.. તળેટીથી 1388 પગથિયાં ધરાવતો સાંયરા(યક્ષ) ભીખુઋષિ ડુંગર પર હાલ વરસાદી મોસમમાં (ડુંગરની સીડી ઉપર ચડાણ કરતા 900 અને 880 પગથિયાં વચ્ચે જમણી બાજુ 20 મીટર અંદર આ ઝરણું વહી રહ્યું છે અને હાલ હવે ફ્લો ઘટી ગયો છે)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *