#EkZalak522… કચ્છમાં 60+ ઇંચ વરસાદ સાથે માંડવી સૌથી આગળ તો મુન્દ્રા 50+ અને નખત્રાણા તાલુકો 40 ઇંચ તરફ..છેલ્લા પંદર દિવસથી ઉપર ઝરમર અને ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદે કચ્છના નદીનાળા, તળાવ, સરોવર, ડેમોમાં પાણી-પાણી.(નાના-અંગીયા પાસેની ભૂખી નદી 2020ની સીઝનમાં ”છ’ વખત બે-કાંઠે વહી નીકળી)
🔷 વરસાદી સીઝનમાં 6 વખત વહી ચુકેલી અંગીયાની ભૂખી નદી..
બે કાંઠે વહી ગયાના કલાકો બાદ સુકાઈ જતી ભૂખી નદી ગયા વર્ષની જેમ આ વર્ષે સારા વરસાદના પાણીની આવને કારણે નદી કિનારાના બોર-કુવાઓના તળિયાના પાણી ઉચ્ચા આવામાં મદદરુપ સાબિત થઈ છે.આમ તો બે – પાંચ ઈંચ વરસાદ ધોધમાર ઉપરવાસ સાગનારા વિસ્તારમાં વરશે અને બેરું પાસેનો ડેમ ઓવરફ્લો થાય તો મુખ્યત્વે નદીનો વેગ જોર પકડે પણ આ સીઝનમાં સતત ઝાપટા અને ઝરમર ચાલુ હોવાને કારણે અંદાઝે 35 ઇંચની આસપાસ વરસાદ વરસવાનાં કારણે હવે જરાક અમથો 2 ઇંચ વરસાદ વરશે તો પણ નદી આવી જાય છે..અંગીયા પાસેની આ ભૂખી નદી જે દેવીસર આગળ ભૂખી ડેમમાં પાણીના આવનો મુખ્ય સ્ત્રોત ગણાય છે..
🔷 ભાદરવાના ભૂસાકાની જગ્યાએ સર્વત્ર કચ્છમાં વરસાદ.
વડીલો પાસે જૂની વાત સાંભળેલી કે ભાદરવામાં તો બળદનું એક શીંગ પલડે અને બીજું કોરું હોય એવુ પણ બન્ને..!!સાચું છે નખત્રાણામાં કાઈ વરસાદ ન હોવા છતાં બસ સ્ટેન્ડ પાસેનો છેલ્લો ફૂલ વહી નીકળ્યો હોય એવું ભૂતકાળમાં અને આજેપણ બન્યું છે..ઉપરવાસમાં એટલે અંદાઝે બે-ચાર કિલોમીટરના એરિયામાં ફૂલ વરસાદ હોવાને કારણે..બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે 29,30,31 એમ કચ્છ-ગુજરાતમાં વરસાદની આગાઈએ સાચી સાબિત થતી જણાય છે.હું આજે 29 ઓગસ્ટના મેસેજ લખી રહ્યો છું ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અને વોટ્સએપના વરસાદી ગ્રુપ માંથી અલગ-અલગ જગ્યાઓના વરસાદના વિડિઓ અને કોઈ જગ્યાએ વાહનો તણાયાના વિડિઓ પણ મળી રહ્યા છે..
🔷 છેલ્લા 15રેક દિવસથી ઝરમર અને ઝાપટા અને ક્યાંક ધોધમારને કારણે સળી રહેલો પાક અને બગીચાઓ..
હાલ કચ્છમાં સૂર્યનારાયણના દર્શન દુર્લભ છે.લોકો ઉગાડની રાહ જોઈ રહ્યા છે સાથે 15 દિવસથી ઝરમર અને ઝાપતાથી પાણી ભરાઈ જવાના કારણે અને યોગ્ય સૂર્યપ્રકાશ ના અભાવને કારણે ખેડૂતો પાક હવે સળી રહ્યો છે.આવનાર સમયમાં હવે મેઘરાજા 15 દિવસનો વિરામ લે તો આ વરસેલા વરસાદનો જરુરથી ફાયદો થાય.કચ્છ વાસીઓ આમ ત ચાતક નજરે વરસાદ ની રાહ જોતા હોય છે પણ આ વખતે વધુ પડતો ગઢશીશા વિસ્તારમાં ઝરમર અને ઝાપટારૂપે સતત વરસાદ ચાલુ હોવાને કારણે હવે તો મેઘરાજા ખમૈયા કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે..
🔷 કચ્છના માંડવીમાં 65 ઈંચ તો મુન્દ્રા 50 અને ભુજ,ભચાઉ,અબડાસા સાથે નખત્રાણા તાલુકો 40 ઈંચ તરફ..
એક બાજુ હાલ કચ્છના રસ્તાઓની આજુબાજુ તેમજ ડુંગર ઉપર નજર કરો એટલે લીલીછમ લીલોતરી એક અલગ જ પ્રદેશ માં તમે ફરતા હો એવો અહેસાસ કરાવવા લાગે છે.તો બીજી તરફ નદી-નાળાઓ,તળાવો,ડેમો ઓગણી ગયા છે અને અમુક જગ્યાએ ઓવર ફ્લોની તૈયારી છે.ત્યારે નીચે વિડિઓ રૂપે આપ તેની આછેરી ઝલક નિહાળી શકો છો..
‘જય હો’
ફોટો & વિડિઓ સેન્ડર
પીયૂસ રૈયાણી ગ્રૂપ & હર્ષ રૂડાણી
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904