Site icon Ek Zalak

#EkZalak521. જીવંત પાત્રોને પીંછી વડે રચનાત્મક પેઇન્ટિંગ દ્વારા આબેહૂબ કાગળપર કંડારવામાં આગળ પડતા દેવપર યક્ષના આર્ટિસ્ટ ”રામ જોશી”

 #EkZalak521. વિચારોના ‘વેગે’ અને કાંડાના ‘જોરે’ કાગળ પર કરામત કરતા રામભાઈ જોશી.જીવંત પાત્રોને પીંછી વડે રચનાત્મક પેઇન્ટિંગ દ્વારા આબેહૂબ કાગળપર કંડારવામાં આગળ પડતા દેવપર યક્ષના આર્ટિસ્ટ ”રામ જોશી” (સાહિત્યકાર થી સેલિબ્રિટી અને કૃષ્ણ થી કથાકાર સુધીના ઢગલાબંધ સ્કેચ તો જેના તિજોરીમાં તૈયાર પડ્યા છે..)


🔷કથા દરમિયાન કથાકારનું ઓન ધ સ્પોટ તૈયાર કરેલ સ્કેચ

ડો.જીતેન્દ્ર અઢિયા અને રાજીવ ભલાણી લીખિત પુસ્તક ‘વિઝ્યુલાઈઝેશન’ માં એક લાઇન મેં વાંચી હતી જેમાં એવું લખેલું હતું કે ‘જે મનમાં સર્જાય એ જીવનમાં સર્જાય’ એ વાત કદાચ સાચી હશે..!! પણ મારા મતે તો પેઈન્ટર એ એવી વ્યક્તિ છે.જેના મનમાં પિક્ચર પહેલા સર્જાતા હોય, બાદમાં જીવનમાં સર્જાય કે ન સર્જાય પણ કાગળ પર જરૂર સર્જાતા હોય છે..!😍નખત્રાણા તાલુકાનું દેવપર યક્ષ મધ્યે સ્થાઈ થયેલ રામ જોશીને નાનપણથી જ પેઇન્ટિંગ પ્રત્યેનો અનહદ લગાવ આજે એને એ લેવલ સુધી લઈ ગયો જ્યાં તેઓ સામે દેખાતી વસ્તુ હોય કે વ્યક્તિને પીંછી વડે કાગળ કે ભીંત પર ચિત્રરૂપે પળવારમાં પેઇન્ટ કરી શકે છે,એવી મહારથ હાંસિલ કરી છે.કથાકાર કથા કરતા હોય તે સભામંડપ પર લાઈવ કથાકારની છબી પેઇન્ટ ઘણી વખત કરેલ છે.અને કથાકાર પણ તે પેઇન્ટનું ઝીક્ર કથા દરમિયાન કરતા હોય છે,તેના ફળસ્વરૂપ આર્ટિસ્ટ રામ જોશીનું સન્માન સાથે ઓટોગ્રાફરૂપી ફોટો આપ નીચે ગેલેરીમાં જોઈ શકો છો..(આ ફોટો વિથોણ કથા દરમિયાન પેઇન્ટ કરેલ છે)



🔷 પરસેવો છૂટે એ લેવલની પ્રેક્ટિસ જ ખરો પેઈન્ટર બનાવે..

તમે ને મેં એકાદું ચિત્રને બનાવવા કેટલીએ તનતોડ મહેનત સ્કૂલ ટાઈમે ચિત્રપોથી માં કરી છે ને..?(તોય A+ તો ક્યારે જોયોએ નથી..!!અને વળી ઘણા કાર્બન રાખીને કોપી મારે😉😉🤓🤓) સંચો પેન્સિલને છોલી છોલીને એની ધાર બુથી કરી મૂકે સાથે રબર ઘસી-ઘસીને કાગળો પર થીંડા પડી જાય અને રબરએ પુરી થઈ જાય તોય પરફેક્ટ પેઇન્ટિંગ થતી હોતી નથી અને અંતે કાગળોને દુચ્ચા વાળીને ડબ્બામાં ફેંકી દેતા અનુભવો ઘણાએ કર્યા છે..!!અંતે શરીરે અને મનથી થાકી જઈએ તોય પરફેક્ટ પિક્ચર બન્યું ન હોય..પરફેક્ટ પેઇન્ટિંગ કરવી જેનું તેનું અને ગમે તેનું કામ નથી વહાલા, એમાં તો મન દઈને પેઇન્ટ કરો તો જ સામે જોનારના મનને ગમે..!કેટલીય રાતના ઉજાગરા પર ઉજાગરા અને સતત પ્રેક્ટિસમાં વર્ષો આપી દીધા હોય ત્યારે આબેહૂબ લાઈવ પેઇન્ટિંગ આર્ટિસ્ટ કરી શકતો હોય છે અને ત્યારે આપણે જીવંત કોઈ પાત્રને ગણતરીના કલાકો કે મિનિટમાં તૈયાર થતા જોતા હોઈ ત્યારે એવું જરૂર લાગે કે કેટલું ઇઝી પેઇન્ટ કરે છે..વાહ..!! પણ પરફેક્ટ પેઇન્ટિંગમાં પરસેવો પાડતા 15 વર્ષ તેમને આપી દીધા હોય એનો અહેસાસ સુધા આપણે થતો નથી…



🔷 જાણીતી હસ્તીઓ અને કલાકરોના પેઇન્ટ કરેલ પિકચર.

આપ નીચે વિડિઓ રૂપે પૂજ્ય અને પ્રિય મોરારીબાપુના લાઈવ સ્કેચ તૈયાર કરતા રામભાઈને જોઈ શકો છો સાથે આજકાલ કચ્છ કોયલના કંઠ રૂપે જાણીતા ગીતાબેન રબારી આ જીગ્નેશ દાદા તેમજ ભજન સમ્રાટ નારાયણ સ્વામી વગેરે કેટલાય કલાકારો અને કથાકારોના પેઇન્ટ લાઈવ અને પોતાની દેવપર મધ્યે ઓફીસમાં ફોટો પેઇન્ટ કરેલા છે..



🔷 આર્ટ એક ઈશ્વરીય ભેટ…

સર્જનહાર દરેકને એક અનોખા ટેલેન્ટ સાથે મોકલે છે.બસ આ ટેલેન્ટને પારખી ગયા એ ‘તરી’ ગયા અને બાકી ‘રહી’ ગયા..!!પેઇન્ટ પણ એક પ્રકારની આર્ટ છે.જે હરકોઈ તેને આશાનીથી કરી શકતું નથી તેના માટે આવડત અને અટકળ જોવે.



🔷 વિઝયૂયુલાઇજેશન એ પેઇન્ટિંગનું સબળ પાસુ…

ઘણા આર્ટિસ્ટ સામે બેઠેલ વ્યક્તિને આબેહૂબ કાગળ પર પેઇન્ટ કરે તો ઘણા સામે રહેલ પિક્ચરની કોપી કરે.એવા પણ ચિત્રકાર છે જેઓ પોતાના મનના વિચારોના જોરે અદભૂત પેઇન્ટિંગનું સર્જન કરતા હોય છે એવા આર્ટિસ્ટનું વિઝ્યુલાઈઝેશન પાવરફૂલ હોય છે..સમાચારો કે પિક્ચરમાં ગુનેગારનું પોલીસ દ્વારા સ્કેચ તૈયાર કરવામાં આવે છે એ પણ એક પ્રકારની વિઝ્યુલાઈઝેશન પેઇન્ટિંગનો પ્રકાર છે..



🔷 પેજ એક ઝલકની શુભેચ્છાઓ..

આપણી આજુબાજુ અને આસપાસના વિસ્તારમાં રામભાઈ જેવા અનેક છુપા ટેલેન્ટથી લોકો અજાણ છે. આ ટેલેન્ટને આર્ટિકલરૂપી પ્લેટફોર્મ તૈયાર કરવાનો નાનકડો એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ..રામભાઈ તમારા પેઇન્ટ કરેલા લાઈવ સ્કેચ, કલાકરો,સેલિબ્રિટી વગેરેના પિક્ચરો જોઈને અમે તાજા-મઝા આ વરસાદી મોસમના મહોલમાં થઈ ગયા.જીવનમાં જબરદસ્ત રહો,તનથી તંદુરસ્ત અને મનથી મોજીલા રહો તેવી શુભેચ્છાઓ…



‘જય હો’

ફોટો સેન્ડર
હનીફ રાજા – વિથોણ (કચ્છ)

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —




23.2934369.3379579
Exit mobile version