Site icon Ek Zalak

#EkZalak519…. મૂળ ‘જામથડાની’ મેડિકલ ક્ષેત્રે ”માલા” અને ઈજનેરમાં ‘ઇલા’ કોરોના વોરીઅર્સ તરીકે વાપીમાં તબીબી ક્ષેત્રે કાર્યરત ગામ નાના-અંગીયાના ડો.માલાબેન આઇદાન ગઢવી…..

#EkZalak519…. મૂળ ‘જામથડાની’ મેડિકલ ક્ષેત્રે ”માલા” અને ઈજનેરમાં ‘ઇલા’ છેલ્લા ૨૫ વર્ષથી નાનાઅંગીયા ને કર્મભૂમિ બનાવનાર ગઢવીભાઈની સુપુત્રીઓની સર્જનક્ષેત્રની ગાથા.ડો.ગઢવી સાહેબ ની દીકરી હાલ કોરોના વોરીઅર્સ તરીકે વાપીમાં તબીબી ક્ષેત્રે કાર્યરત ગામ નાના-અંગીયાના ડો.માલાબેન આઇદાન ગઢવી…..

સ્વભાવે શાંત અને નાનપણથી અભ્યાસુવૃત્તિ ધરાવતી શાળા માં શિક્ષકો ના ફેવરિટ વિધાર્થીઓ માં ની અભ્યાસ માં અવ્વલ ગઢવીભાઈની બન્ને સુપુત્રીઓ માલા અને ઇલાનું શરૂઆતી શિક્ષણ અહીંની સરકારી પ્રાથમિક સ્કૂલમાં થયેલું.સરકારી સ્કૂલથી એ સર્જન બન્ની શકાય એનું જીવતું-જાગતું ઉદાહરણરૂપ..!!પિતાશ્રીને પેસેન્ટને તપાસતા જોઈને નાનપણથી સર્જન બનવાનું પેસન માલા ગઢવીના મનમાં સર્જાયું હતું..!!આ સેવેલું સપનાને સાકાર કરવા તરફની દોડ માં વિથોણ ખેતાબાપા સ્કૂલ,ત્યારબાદ ભુજ માતૃછાયામાં સ્કૂલમાં કરેલ સાયન્સ વિષયમાં ખૂબ મહેનતે ધાર્યું પરિણામ મેળવવામાં મદદરૂપ સાબિત થયું.ભુજની જાણીતી અદાણી મેડિકલ કોલેજમાં (M.B.B.Sની) ડિગ્રી પ્રાપ્ત કરીને ગામની સાથે ડો.ગઢવી સાહેબનું પણ ગૌરવ માલા એ વધાર્યું છે.પેશન અને પરિશ્રમ ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી પણ ઈચ્છિત પરિણામ સુધી પોહચાડે તેવું ડો.માલા બેન ગઢવીનું માનવું છે..


કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે શરુ કરેલી દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી તરીકે પ્રજાસત્તાક દિને પ્રથમ વખત શાળા માં ધ્વજવંદન કરેલ.


  • કેન્દ્ર સરકારની કોવિડ-19 વાપીમાં કાર્યરત..


હાલ કોવિડ-19 કોરોના વાઇરસ આખા વિશ્વ માટે એક માથાના દુખાવા સમાન છે.અને ભારતમાં જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે, અંદાઝે 20,000,00 વીસેક લાખ ઉપર પોહચી ગયો છે. જેમને સંક્રમિત થવાનો ખતરો રહેલો છે તેવા ગંભીર સમયે ગુજરાત રાજ્યના ”વાપી” સ્થિત કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ ડેડીકેટેટ E.S.I.C હોસ્પિટલમાં PPE કિટમાં સજ્જ ડો.માલાબેન ગઢવી એક કોરોના વોરોઅર્સની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર ગામ અંગીયા અને આજુબાજુનો વિસ્તાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે..



જીવનમાં જબરદસ્ત રહો,મેડિકલમાં મસ્ત અને વ્યસ્ત રહો તેવી માં મોગલના ચરણોમાં પ્રાર્થના સાથે અનેકઘણી @Ekzalakની શુભેચ્છાઓ…



‘જય હો’

✍ મનોજ વાઘાણી..

(નાના-અંગીયા)
9601799904 

— Thank You —


20.389315572.9106202
Exit mobile version