#EkZalak518.. અશક્ય ‘શબ્દમાં’ જ ‘શક્ય’ છુપાયેલો છે એવું સૂકા મલકમાં સફરજનની સફળતમ ખેતી દ્વારા સાબિત કરતા ગામ ખીરસરાના ખેડૂત ”શાંતિલાલ માવાણી” કાશ્મીર જેવા એપલ હવે કચ્છમાં..!! (આવતા પાંચ વર્ષમાં કચ્છના સફરજન કાશ્મીરમાં વહેંચાયતો નવાઈ નહિ અને મનકી બાતમાં મોદી સાહેબ ઝીક્ર પણ કરે ખરા🤔🤔)


• કચ્છ પ્રત્યે બહારી લોકોનું વિઝ્યુલાઈઝેશન..

કચ્છ બહારના લોકોનું વિઝ્યુલાઈઝેશન કચ્છ પ્રત્યે થોડુંક આ પ્રકારે ખરું..?જેમને ક્યારે કચ્છ પ્રદેશ જોયો નથી અને માત્ર પુસ્તકોમાં જ વાંચ્યું છે તેઓની માનસીક છબીમાં કચ્છ એક સૂકોભઠ રણ પ્રદેશ છે.અને ત્યાં પાણી પીવાના વાંધા છે સાથે ત્યાં ડુંગરાઓ,કાંટાળા બાવડીયાઓ સિવાય બીજુ કાઈ છે જ નહિ..!! એવું મને કચ્છ બહારથી પ્રથમ વખત પોતાની નોકરીની ફરજમાં હાજર થયેલ શિક્ષકએ કહેલું.જ્યારે તેને અહીંનું વાતાવરણ,કલચર અને ઓછા પાણીમાં વધુ પાક મેળવતા ખેડૂતોની આધુનિક ખેતી, બાગાયતી બગીચામાં કેરી,દાડમ,એપલ,ખારેક,લીંબુના લીલાંછમ બગીચા જોઈને આંખોને અને દિલમાં જે ઠંડક વળી છે.(આજે એ શિક્ષક કચ્છમાં આનંદ ભર્યું જીવન વિતાવે છે અને એટલા ખુશ છે કે રજાઓ,વેકેશનમાં પોતાના વતન પણ જતા નથી અને જાય છે તો ત્યાં ફાવતું નથી એવો પાંજો મલક કચ્છ આય😊)



• કચ્છમાં એપલ…??

વિશ્વાસમાં ન આવે તેવી આ વાતને ખીરસરા ગામના સફળ ખેડૂત શાંતિલાલભાઈ માવાણીએ હકીકત સાબિત કરી છે..!! છેલ્લા 6 દિવસથી સોશિયલ મીડિયામાં ખીરસરામાં ‘એપલના બગીચાના” ફોટો વાયુ વેગે વાયરલ થયા છે જે કચ્છ બહાર વસતા લોકોને વિચારતા કરી મૂક્યા છે.!ઠંડા પ્રદેશમાં ઉગતા એપલને સુકાભઠ મુલક કચ્છમાં ઉગાડી શકાય..?આ અશક્યને સફરજનની સફળ ખેતી દ્વારા શક્ય બનાવી દેનાર શ્રી શાંતિલાલભાઈ માવાણીએ છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ટ્રાય દ્વારા અંતે ફાલ લગાવામાં સફળ થયા છે.પાણી અને જમીનની માફકતા સાથે માવજતના ફળ સ્વરૂપ સફરજનના છોડ ઊગી ગયા..!!



• હિમાચલ પ્રદેશથી કચ્છ પોહચતા રોપા દીઠ 280નો ખર્ચ..

નખત્રાણા તાલુકાના ખીરસરા(રોહા)માં રહેતા ખેડુત શાંતિલાલ દેવજી માવાણીએ સ્ફરજનની ખેતી કરીને સફળતા મેળવી છે.તેઓ જણાવે છે કે આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે.હિમાચલથી ખીરસરા(રોહા) પહોંચતા આ એક રોપો ૨૮૦ રૂપિયામાં પડયો છે.આમા બે પ્રકારના રોપા એક બીજમાંથી સ્ટીબ્લિગ દાણામાંથી ઉછેરવામાં આવતો રોપ જે ૧૦૦ રૂપિયામાં પડે છે.જયારે સફરજનના ઝાડના મુળિયામાંથી લેબોરેટરીમાં ટીસ્યુકલચરમાંથી બનાવેલ રોપ ૨૫૦ રૃપિયમાં મળે છે.જેની હાઈટ દશ ફૂટની હોય છે.જેનું વાવેતર દશ બાય દશના અંતરે કરવામાં આવે છે.અને આ રોપાની ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે.જયારે સિડલિંગ કરેલા રોપાના ઝાડ મોટા થાય છે.જેથી જગ્યા વધારે રાખવી પડે છે.અને પાંચ વર્ષ પછી તેમાં ફાલ આવે છે.



• કચ્છના 40 થી 48 ડિગ્રી તાપમાન પણ થઈ શકે છે

જેથી કચ્છમાં આ સફરજન થતા નથી.જયારે ટીસ્યુકલચર કરેલ રોપાને ૪૫થી૪૭ ડીગ્રી ટેમરેચર હોયતો માફક આવી જાય છે.સફરજનના ઝાડને વધારે તડકો ના લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેથી ત્રણ ફૂટ બાંધીને છાયડો કરવામાં આવે છે.અને બે વર્ષમાં ફળ આવી જાય છે.શરૂઆત છે એટલે એક ઝાડમાં ઓછામાં ઓછા આઠ થી દશ અને વધારેમાં વધારે પાંત્રીસથી છત્રીસ થાય છે.આવતા વર્ષથી ફળમાં વધારો થશે.

• સફરજનની સફળતાનું ઝીક્ર મોદી સાહેબ કરે ખરા..!!

બાગાયતી ક્ષેત્રે છેલ્લા આઠેક વર્ષમાં ખેડૂતો ખૂબ સફળતા મેળવી છે.જેમાં કેરી,દાડમ,ખારેક,ડ્રેગન ફ્રુટ વગેરે દેશ-વિદેશમાં દિવસેને દિવસે માંગ વધી રહી છે ત્યારે સૂકા પ્રદેશમાં શાંતિલાલભાઈ એ સફરજનની સફળ ખેતી કરીને ખીરસરાની ખ્યાતિમાં વધારો કર્યો છે.સાથે કચ્છનું પણ માન વધાર્યું છે.આવનાર સમયમાં મન કી બાતમાં વડાપ્રધાન ડ્રેગન ફ્રુટની જેમ કચ્છના સફરજનનું ઝીક્ર કરે પણ ખરા…!!

‘જય હો’

ફોટો સેન્ડર..
રમેશભાઈ સોની

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904


— Thank You — 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *