#EkZalak514…. આત્મહત્યા માંથી આત્મવિશ્વાસ પેદા કરતી,જોતા જ ગમી જાય એવું સાઉથ ફિલ્મથી કમ ન આંકી શકાય તેવુ જેમનું સોલિડ પોસ્ટર સોશિયલ મીડિયા માં શેર થઈ ચૂક્યું છે.એ શોર્ટ મુવી ”માઈન્ડ હેકર” નું ટીઝર રિલીઝ (કાજલ પટેલ દ્વારા લિખિત & આપણી આસપાસના જાણીતા પાત્રો દ્વારા અભિનીત શોર્ટ ફિલ્મ)
પોસ્ટર જોતા જ લોકોને એક વાતની આતુરતા ખરી કે સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ હશે…!!નખત્રાણા વિસ્તાર કે કચ્છના ગામડાઓમાં વસતા યુવાનીઓ જેની ઉંમર માત્ર 20ને છબુ- છબુ થતી હોય તેવા જે મોબાઈલમાં ‘ચેટિંગ’ ક્રિકેટમાં ‘બેટિંગ’ કોલેજથી ‘ડેટિંગમાં’ અને લગ્નમાં છોકરીઓની ‘સેટિંગ’માં વ્યસ્ત હોય એવી ઉંમરમાં નવું ક્રિએશન કરીને લોકોની ચાહના અને સમાજને સુંદર મેસેજ સાથે નબળા મનના લોકો ને ‘આત્મવિશ્વાસનું ઇન્જેક્શન’ સમાન શોર્ટ ફિલ્મ ”માઈન્ડ હેકર” બનાવામાં વ્યસ્ત આ ટીનેજરો ઊંચું ‘રેટિંગ’ બનાવવામાં મસ્ત હોય એ જોઈને જસ્ટ આ મેસેજ લખાઈ જ ગયો..👌👌
આજકાલ ડિમ્પ્રેશન થી દબાયેલા અને મનથી મુજાયેલા લોકોને કોઈ આશાનું કિરણ નજર ન આવતા છેવટે જીવનનું અંતિમ પગલું આત્મહત્યાનું ભરીને જીવન ટૂંકાવી નાખે છે. ત્યારે આત્મવિશ્વાસનું ઈન્જેકશન આપવા આવી રહી છે,નાના અંગીયા ગામના પિકોક સ્ટુડિયો પ્રસ્તુત શોર્ટ મુવી ”માઈન્ડ હેકર”
માઈન્ડ હેકર શોર્ટ મુવી લોકોને ખૂબ પસંદ પડશે તેવી શુભેચ્છાઓ સાથે આગળ પણ અલગ-હટકે વિષય પર ફિલ્મ બનાવતા રહેશો તેવી ટીમ એક-ઝલકની શુભેચ્છાઓ.
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904