Site icon Ek Zalak

#EkZalak512… ત્રણ વર્ષના ટેણીયાનું ટેલેન્ટ..!! સૌને નચાવતો નૈરોબીવાળા ધીરુભાઈનો નાનો ઢોલી☺

#EkZalak512… ત્રણ વર્ષના ટેણીયાનું ટેલેન્ટ..!!ઢોલ પર નહીં પણ જાણે દિલ પર દાંડી મારી હોય તેવો દબદબો બોલાવતો દિવ્ય ધીરજભાઈ ભગત..(સૌને નચાવતો નૈરોબીવાળા ધીરુભાઈનો નાનો ઢોલી☺) સમય સાથ આપશે તો દિવ્યની ‘દાંડીનો’ દબદબો દુનિયા પણ જોશે ખરી.👌👌🌍

આ ટેનિયાની છેલ્લી 7 પેઢીમાં કોઇ ઢોલની દાંડીને તો ઠીક,ઢોલને પણ છબ્યુએ નહીં હોય..!!હા કદાચ સ્વામિનારાયણ મંદિરે ભજન – કીર્તનમાં નાનકડી ઢોલકી પર હાથની થાપી મારી હોય એવું બન્યું હશે.નાનકડા ત્રણ વર્ષના ટાબરિયાઓ મોટાભાગે હાથી-ઘોડા કે ખટારાને JCBના રમકડાંઓ રમવામાં અને TV મોબાઈલમાં કાર્ટૂન જોવામાં મશગુલ હોય (કેમકે ઉંમર પણ ખેલકુદની છે) દિવ્ય ભગતની વાત જુદી છે તે અત્યારથી જ અલગ તરી આવે છે.આ ત્રણ વર્ષનો દિવ્ય ટાબરિયાને ઢોલ પ્રત્યે ‘ચુંબકીય લગાવ’ છે.ઢોલ મળી જાય એટલે બીજું કાઈ જ ન જોવે એટલું જ નહીં,રાત્રે સૂતી વખતે પણ ઢોલ સાથે જ સુવે..
વિના ટ્રેનીગે,આપમેળે માત્ર tv અને મોબાઈલ પર વિડિઓ જોઈને આ ત્રણ વર્ષના દિવ્ય ભગતએ ઢોલ પર પકડ જમાવી છે..!!રાગ પ્રમાણે પરફેક્ટ દાંડી મારે છે,નહીં તો આટલા આ બાળકને બીજું આવડે પણ શુ…??સૌ કોઈને કુદરત એક ખાસ પ્રકારની કળા સાથે જ મોકલે છે પણ ખૂબી પારખવાની છે.દિવ્ય જેવા કેટલાયે ગામડામાં રહેનારા બાળકોમાં ખાસ પ્રકારનું ટેલેન્ટ તો છે પણ પ્લેટફોર્મ નો અભાવ છે.જો યોગ્ય સમયે પ્લેટફોર્મ મળી જાય તો એ હાઈ -લેવલનું પરફોર્મન્સ કરે એ નક્કી..!!👌
યોગ્ય તાલીમ સાથે માર્ગદર્શન અને માં -બાપ જો નાનપણથી જ અભ્યાસ સિવાય પણ પોતાના બાળકોમાં છુપી કળા પારખીને ફોક્સ કરે તો 100% તે બાળક મોટા સ્ટેજ પર પરફોર્મન્સ કરે..!!

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




23.341576869.307123
Exit mobile version