#EkZalak507.. જેમનું મન મક્કમ હોય તેઓની મંજિલ સામેથી રાહ જોવે છે તેનું જભરુ ઉદાહરણ..!!(સ્કૂલના 2007 બાલો ઉત્સવ થી બાલોદ 2012 સુધીની કાર એક્સિડન્ટ સાથે દિલધડક સફરમાં કાંકરાને ઝાંખરા વચ્ચે પોશીબલ બનેલી રિયલ લવ કહાની કિરણ અને જાગૃતિની.. ❤❤❤) ‘ઘર’ નહીં પણ ‘વર’ જોવવાની સમજ દરેક સમાજજો અપનાવે તો અનેક પાત્રોને ભાગેડુ લગ્ન કરવાની નોબત જ ન આવે..


ચાર બહેનનો ચાંગલો એકનો એક ભાઈ એટલે રવજી બાપાએ નાનપણથી જ ખૂબ જ લાડથી ઉછરેલો.!!એક- બોલપેન માંગે કે પેન્સિલ ત્યાં રવજીબાપા આ પોતર માટે આખું બોક્સ હાજર કરતા.બાપુજીને સ્વાર્થ માત્ર એ વાતનો કે કિરણ ‘કલેક્ટર’ બન્ને.!ભાઈ કિરણ નાનપણથી જ બિન્દાસ ને રમતિયાળ,પાછો બોલકો એવો કે ભલભલાને ભૂરાટા કરી મૂકે એવી માખણપાલીશ કરતે આવડે અને માલિશ કરતા પણ..!!શિયાળાની કાતિલ ઠંડીમાં કાશ્મીરમાં ‘કેશરપિસ્તા’ આઈસ્ક્રીમ વેચી આવે એવી બોલવાની સ્કિલ નાનો હતો ત્યારથી જ..!!ગોલીનું(લખોટી)ગમેલું ભરાય એટલી તો એના બરમુંડાની ગુંજવામાં..!!(પછે ભલેને વારંવાર ઉંચો કરવો પડે, એ લોડમાં તો એક બે વાર ચોક વચ્ચે ઉતરીએ ગયો હે😃) આ બધું તો ઠીક પણ ભણવામાં ધક્કા સ્ટાર્ટ એટલે સ્કૂલમાં સાહેબો કહી દેતા ‘શિવજીયાણી’ તમારા થી જીવનમાં કાઈ જ ની થાય એ તીખા શબ્દો ખરેખર કિરણ ને ACDT સમાન ઓડકાર રૂપ હતા.આજે નાની ઉંમરે મુન્દ્રામાં ફ્લેટ,મકાન, દુકાનો અને અદાણી પોર્ટમાં R.O પાણીના ફિલ્ટરો ફિટ કરીને જે ઓળખાણ મિત્રો બનાવીને છે ને..??એ જોઈને સાહેબને ACDT થઈ આવે..!! (આ કિરણનો ટૂંકો પરિચય હતો – આગળ વાંચો હવે લવ સ્ટોરી)
2007માં સ્કૂલની આસપાસનો ડુંગરનો એરિયો અને આખોએ વિસ્તાર લીલોછમ હતો..!!એમાં કોઈ બેમત નહીં કેમકે વરસાદી માહોલ એટલે આકાશે ઘટાટોપ કાળાડિબાંગ વાદળો વચ્ચે મનમોહક મેઘધનુષ સૌનું આકર્ષણ હોય એવા એ દિવસોમાં વિશ્વાસમાં ન આવે એવી ”આરતીએ’ અમને દિલમાં ચોટીરે એવી વાત કહેલી..!!કિરણ દેખાવે સ્માર્ટ એટલે ભલભલી છોકરીને પોતાના તરફ આકર્ષિત કરી શકે એવો તેમનો ચમકતો ચહેરો (ભગવાનએ નવરાશની પળમાં સર્જન કર્યું હશે એવું મારા મતે કહેવું ખોટું નહીં)વધુ બોલકો પણ એ છોકરાઓ પૂરતો માત્ર..!ગામડાના છોકરાઓને લવ,બવમાં બહુ ફાવેની મતલબ તે સમયે કોઈ છોકરીને પ્રપોઝ કરવાની જીગર આજના જેટલી બિન્દાસ નહીં ને..??આજે બન્ને પાત્રો કિરણ અને જાગૃતિ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે,મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે એનું એક કારણ એ કે આ લોકોએ શરીરે પ્રેમ કર્યો જ નથી.!!અંતરાત્માથી આકર્ષીત થયા છે.કિરણ ભલે સ્માર્ટ પણ જગૃતિ તેમને પસંદ તો શુ સામે જોતીએ નોતી..!!સામે કિરણ બોલવાનો પાકો ખેલાડી પણ પ્રપોઝની ઝંઝટમાં ક્યારે પડયોએ નોતો અને આ લાજવાબ લાગતી જાગૃતિ એમના માટે માત્ર સ્કૂલમાં સાથે અભ્યાસ કરવા પૂરતી હતી એવો બન્નેનો પરિચય..
આ બંનેની પ્રેમ કહાનીમાં ત્રીજી વ્યક્તિ જભરી રમત રમી ગઈ..!!ભલે એ ‘રમી’ એ વાત આ બન્ને ને પાછી ‘ગમી’.એ ત્રીજી વ્યક્તિએ આ બન્નેને એકાંતમાં બોલાવીને કાનમાં એક વાત કહી..??આ બન્નેએ સપને એ વિચાર્યું ન હતું એવું થવાનું હતું..!!કિરણને લફરાં-બફરામાં પડવું ફાવે એમ નહોતું અને બીક એમને રવજીબાપાની તો જરાયે નોતી પણ સંગીતા અને વનિતાની એક હાકલમાં સીધો ઘરભેગો થઈ જાય એવી બન્નેની ધાક રીતસરની હતી..!!ચારેય બહેનની રિસ્પેક્ટ ખૂબ કરે પણ ત્રીજો અને ચોથો નંબર આ કાંઈક ખોટું કરે તો કિરણને ધંધાણાવી મુકે.ધોરણ 10 SSC એટલે અંદરથી અભ્યાસમાં વિદ્યાર્થીઓ સિરિયસ હોય પણ ભાઈ કિરણને ક્યાં કલેક્ટર બનવું તું..? દરરોજ અંગીયેથી ‘બસમાં’ જાણે અપડાઉન કરવાનો ‘રસ’ હતો.પણ એ રસ આજે એકાંતમાં થયેલ વાતથી જાણે એવું વિચારી લીધું કે આ ત્રીજી વ્યક્તિને ‘જસ’તો મળવો જોઈએ…
ત્રીજી વ્યક્તિ એટલે આરતી.આ આરતી કિરણ અને જાગૃતી સાથે અભ્યાસ કરતી અને આ બન્નેની મીડીએટરનું કામ કરતી.આરતીએ એવી રમત રમી…??જાગૃતિને કહ્યું કે કાલે મને કિરણ મળ્યો હતો અને કહેતો હતો કે આપના કલાસમાં જાગુ એટલે જાગુગુગુ,શુ વાત કરું આરતી એની.? જ્યારથી જોઈને છે ત્યારથી ખરેખર દિલમાં જાણે ચોંટી રહી છે..!!ચહેરા સામે જ દેખાયા કરે છે,એવી મારા અંતરમાં વસી ગઈ છે.પહેલીવાર જોઈ ત્યારે તો હૃદય બે “ધબકારા” જાણે ચુકી ગયું હોય એવુ ફિલ થયેલું..!!આ વાત સાંભળીને જાગૃતિના મનમાં ને મનમાં જાણે મન મોરબની ને થનગનાટ કરવા લાગેલો.!તે ચોમાસે સ્કૂલના બાલોઉત્સવમાં આ ઢેલના ધબકારા વધી ગયેલા એનું કારણ એટલું કે,આરતીએ કહેલુ કે કિરણ તને હદથી વધારે પસંદ કરે છે.બીજી બાજુ કિરણને આરતીએ કહેલું કે ગઈકાલે મને જાગૃતિ એની અંતરની વાત કહેલી.? આવી ટોન છોકરીની પ્રથમ વખત સાંભળીને કિરણના આંખની કીકીમાં જાણે દિલના તોરણ ફરકવા લાગ્યા..!!આરતીબેન જલ્દીથી કહોને વાત..??જાગુ(જાગૃતિ) કહેતી હતી કે કિરણને જોવો એટલે જાણે આપણા કલાસરૂમનો ‘કાનુડો’ સોનેરી ચમકતા વાળ,દેખાવે સ્માર્ટ અને ગાલ એટલા ગુલાબી કે ચૂંટી ભરાવો તો લોહીને શેડ ઉડે..!(રવજીબાપાની ચાકરી હતી બાપા) આવી માખણ પાલિશવાળી આરતીબેનની વાતોમાં બન્ને પ્રેમની ‘હઠકડીમાં’ બંધાઈ ગયા.(હકીકતમાં આવી કોઈ વાત જ થઈ નોહતી ભલે હતી આરતીની વાત ‘ખોટી’ પણ બન્નેના દિલમાં એકદમ રહી ‘ચોંટી’)
આ ખોટીવાતનો ખોલાશો જ્યારે થયો ત્યારે તો બન્નેની પ્રેમસફર ‘એક્સપ્રેસ’ સૂસાટ 150ની સ્પીડમાં દિલના ટ્રેકમાં દોડી રહી હતી..!!આ સફરની મોજમાં અભ્યાસની સૂટકેસ ક્યારની અભેરાઈએ કિરણે ચડાવી મુકેલી અને અનેક નાના-મોટા તહેવારોની સાથે મેળા-મલાખડામાં યક્ષનો મેળો હોય કે રામદેવનો,અમે તો કારખાનાની કુલ્ફી,વીનુંભાઈની ‘રોટી’ અને ધીણોધરની ‘ચોંટી’ સુધી હર્યાને ફર્યા.એમ સમજોને અમે તો બસમોકાની એકે તક ચૂકવા માંગતા નહોતા.પાંચ વર્ષથી એકબીજામાં ઓતપ્રોત કિરણ અને જાગૃતીએ આ પ્રેમસફર એક્સપ્રેસને ‘હમસફર’ એક્સપ્રેસ બનાવવા માંગતા હતા.હવે ઉમર સગાઈ તરફ આગળ વધી રહી હતી અને આ હમસફર એક્સપ્રેસને સામાજીક તૂટેલા ટ્રેક,કૌટુંબિક રેડ સિંગનલ વગેરે અનેક અટપટા અડચણરૂપ રસ્તાઓ વચ્ચેથી લગ્નની મંજીલ સુધી પોહચવાનું હતું..(હવે આગળ વાંચો સંઘર્ષભરી સફર)
જાગૃતિએ અને કિરણએ સ્કૂલ જીવનથી જ નક્કી કરીને મનમાં એક ગાંઠ બાંધી દીધી હતી કે ગમે તે ભોગે જીવનના અંતિમ શ્વાસ સુધી રહેશું તો સાથે જ.ખબર બન્ને હતી જ કે લગ્ન કરવામાં અનેક અડચણો તો આવશે જ.!(આ તો ઊંટના દૂધને પચાવી શકે એવા બેલીનું કામ હતું..!) કિરણની સગાઈની વાતની રજુઆત જાગૃતિના ઘેર ચાર-પાંચવાર થયેલી પણ કોઈ કારણોસર ‘સેટ’ ખાવામાં ઘણુંબધું ‘લેટ’ થતું તું..!આયે-પાયેથી પિન ભરાવાના પ્રયત્નો કરવા છતાં કોઈ ભોગે મેડ પડતો નોતો અને બીજી બાજુ વેલસેટ રવજીબાપાને દિ-ઉગેને જાગૃતિ સિવાયની અનેક દિકરીયુના માંગા આવે..!!આવે એનું કારણ..?એક નો એક પોતર અને પાછો દેખાવડોને બોલકો તો ખરો,વોટર ફિલ્ટર મશીનનો એક નંબરનો કારીગર આ કિરણ એકવાતનું રટણ રવજી બાપા આગળ કરતો અને કહેતો,વહુ તમારી જાગૃતિ જ હો..(બાકી બીજીયુ ની મગજ માંથી વાત કાઢી મુકો) વેલસેટ હોવા છતાં કોઈ વાતે એ વાત સેટ ન થતા આખરે બાપાએ હથિયાર હેઠા મૂકી દીધા..!!
એ વાતની જાણ થઈ કે જગૃતિ ઠેઠ 1500 કિલોમીટર દૂર છત્તીસગઢના બાલોદ સિટીમાં તેના સગાસંબંધીને ત્યાં ફરવા ગયેલી છે.અને એ મોકાનો પૂરો ફાયદો કિરણ ઉઠાવવા એને ત્યાંથી ઉઠાવીને માંગતો હતો.પ્લાન થયો જગૃતિને ત્યાંથી ગમે તે ભોગે ભગાડવાનો પણ ત્યાં તો યેરવડા જેલ જેવી સિક્યુરિટી..!!એટલે સંઘ કાશીએ પોહચે એમ લાગતું ન હતું પણ મન બન્નેના મક્કમ હતા એ આત્મવિશ્વાસના દમ પર એ વાત નક્કી હતી કે સંઘ પોહચશે પણ થોડોક મોડો!નવરાત્રીની રાત્રીમાં ‘મુન્દ્રા થી મેટાડોરમાં’ ત્રણ ભાઈબંધો,બે સ્ટેટ લંગીને ત્રીજા સ્ટેટમાં પોહચી ગયા..!!બહારી કોઈ મદદ વિના માત્ર મક્કમ મનોબળના ભરોસે જ્યાં જાગૃતિ હતી એ બાલોદ સીટી માંથી રાત્રીની ભાગે ઉઠાવી લીધી.ઉબદ-ખાબળવાળા રસ્તાઓ પરની ડ્રાઇવિંગ કાંટાળા રૂપ હતી,પણ સમયસર જ્યાં પોહચવાનું ‘ધાર્યું’ તું ત્યાં તો રસ્તામાં ‘અણધાર્યું ‘ મેટાડોરનું એક્સિડન્ટ થયો..!!પાછળ જાગૃતને ગોતવાની શોધો આદરી દીધી.!ટ્રેનો થી લઈને ટેકસી સુધીની જગ્યાએ આટાફેરી કરી મૂકી.ઍક્સિડન્ટવાળી આ ગુજરાત પાર્સિંગ-વાળી ગાડી જોઈને જે ચેકપોસ્ટ આવે એમાં પૂછપરછ કરે અને અમે એક જ જવાબ આપતા અને કહેતા સાહેબ અમે વિદ્યાર્થીઓ છીએ અમારી આવતીકાલે પરીક્ષા છે પ્લીઝ જવા દો ને યાર..!!જેમતેમ ને હેમખેમ મુન્દ્રા બાયરોડ છનામના પોહચ્યા પણ સગાસંબંધીઓનું પ્રેશર, આજીજી અને લગ્ન કરાવી દેવાને શરતે જાગૃતીને પાછી તેનાં ઘેર મૂકી.
આ આજીજીની વાતને ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં સામે પક્ષથી કોઈ પ્રત્યુત્તર નહિ..!!આનો એક જ ઉપાય હતો..?ફરી પાછો પ્લાન કર્યો.કિરણે જગૃતિને બીજી વખત શિયાળાની કાતિલ ઠંડીની રાત્રીએ (શરીરે ધ્રુજારી છૂટે એવી ઠંડી અને કૂતરાની આંટાફેરી વચ્ચે) ઉઠાવીને આ હમસફર એક્સપ્રેસને ‘મુન્દ્રા’ જંકશનએ જેમતેમ પોહચાડી.. મારી પાસે આવા રિયલ કિસ્સાઓ અને કહાનીઓ ઘણીબધી છે.આપણી આસપાસ કે સમાજમાં અનેક ટેલેન્ટેડ છોકરાઓ જે ખરેખર અભ્યાસ પૂરો કર્યો પછી હજુ ધંધામાં પગભર થઈને કામયાબીની કોશિશ કરતો હોય ત્યાં કેટલાયે મા-બાપની શાહુકારી સોચને કારણે મનપસંદ પાત્ર સાથે પરણવા રાજી હોતા નથી,અંતે કિરણની જેમ કેટલાયએ પ્રેમીપાત્રોને ભાગેડુ પ્રયત્ન કરવા પડે છે.(સમાજ અને સગાઓની મર્યાદામાં કેટલાએ પાત્રો પોતાના પ્રિયજનને પરણી શક્યા નથી એનો જબરદસ્ત અફસોસ છે😢😢) અને કેટલાયે આજીવન ગમના ગીતો ગાતા હોય તો કોઈક હૃદયનો નબળો આપઘાત કરી લેતો હોય છે..😢
મુન્દ્રામાં કિરણનો ડંકો વાગે છે.ઘર,પ્લોટ અને બારાઈ-રોડ પર વોટર ફિલ્ટરની દુકાન તો ખરી પાછી અદાણી પોર્ટમાં ફિલ્ટર પાણી મશીન રીપેરીંગનો કોન્ટ્રાક્ટ..!!આવા બોલકા પાત્રોને જોઈને જીવનમાં બાપા જોશ આવી જાય..આજે આજકાલ કરતા આ સુખીલગ્ન જીવન સાત વર્ષ,બે-બાળકો સાથે પૂર્ણ થયા એ જોઈને ખૂબ આનંદ થયો..વ્યવસાયમાં વ્યસ્ત,મોજમાં ને મસ્ત અને જીવનમાં જબરદસ્ત રહો તેવી પેજ એક ઝલક વતી મનોજ વાઘાણી અને નીતિનની ભાદાણીની શુભેચ્છાઓ..
મિત્રો કિરણ – જાગૃતિની લવ સ્ટોરી અને પેજ એક ઝલકની એક્ટિવિટી સરસ લાગે તો શેર અને લાઈક કરશોજી…
(મુન્દ્રા પોર્ટની મુલાકાત લેવી હોય તો ભાઈ શ્રી કિરણનો સંપર્ક કરજો)

“જય હો”
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

——————————————————————————


#EkZalak507 .. A great example of those who have a strong mind waiting in front of their destination .. !! (A ray of awareness and a real love story made possible in the heart of the journey from the school’s 2007 Balo Utsav to Balod 2012 with a car accident. 2) If every society adopts the understanding of seeing ‘groom’ and not ‘home’, then it will not be the turn of many characters to get married.

A good brother of four sisters, one of them is Ravji Bapa who was brought up very fondly from his childhood. !! One- Ballpen wants that pencil Ravjibapa would present the whole box for this grandson. Bapuji’s only interest is that both Kiran ‘collectors’.! J Bindas is playful, back to the point where he comes to polish and massage the butter that makes Bhalbhala brown .. Even in the bitter cold of winter, the skill of speaking that ‘Kesharpista’ ice cream can be sold in Kashmir was small since .. .. Goli’s (Lakhoti) As much as it fills up, so much in the echo of its bermunda .. !! (Even though it has to be raised again and again, in that load, it has landed in the middle of the square once or twice 🙂 The sharp words that happen in life were really the same belching form to Kiran as ACDT. .. !! (This was Kiran’s brief introduction – read on now Love Story) In 2007, the area around the school was green and the whole area was green .. !! There is nothing wrong with that as the rainy weather means the sky is overcast and the captivating rainbow is all the more attractive in those days when the unbelievable “Aarti” told us such a thing in our hearts. . !! Kiran is smart in appearance so his shiny face can attract any girl (I don’t think it is wrong to say that God must have created him in his leisure time) More talkative but only enough for those boys ..! Love the village boys The zeal to propose to a girl at that time is not as cool as it is today .. ?? Today both the characters Kiran and Jagruti love each other very much, according to my observation one of the reasons is that these people have not loved the body at all. !! Even if Kiran is smart but Jagruti likes him, why shouldn’t he look in front of him .. !! In the love story of these two, the third person played a game .. !! Even though the ‘play’ thing was ‘liked’ by both of them. The third person called these two in solitude and said one thing in the ear .. ?? It was going to happen .. !! Kiran didn’t like to get into a frenzy and the fear of both of them was that Ritjibapani would not even go to the house at all in a single call of Sangeeta and Vanita .. !! Respect of the four sisters is very much but the third and Number four, if he does something wrong, he will kill Kiran. Standard 10 SSC means students are serious in their studies from the inside, but brother Kiran, where do you want to be a collector? Every day there was an ‘interest’ in updating the ‘bus’ from Angi. But that interest made me think that this third person should meet ‘Jas’ from what happened in solitude today … The third person is Aarti. This Aarti was studying with Kiran and Jagruti and acting as a mediator for both of them. Aarti played such a game … ?? Aarti Annie.? Ever since I saw it, it has been really sticking in my heart .. !! It has appeared in front of my face, it has settled in my distance. When I saw it for the first time, my heart felt as if it had missed two “beats” .. !! After listening to the talk, Jagruti’s mind began to throb in his mind. The reason for the increase in the beat of this shield in the school balotsav of that monsoon is that Aarti said that Kiran likes you more than the limit. On the other hand, Aarti told Kiran that he woke me up yesterday. Speaking of distance.? Hearing such a tone girl for the first time, Kiran’s eyeballs started spinning .. !! Artiben spoke quickly .. ?? Jagu (Jagruti) was saying that seeing Kiran means ‘Kanudo’ golden shiny hair , Smart in appearance and the cheeks are so pink that if you pick them up, the blood will shed a shed ..! (Ravjibapa’s job was father) ‘But both remained’ stuck ‘in their hearts) When this misinformation was revealed, their love journey ‘Express’ was running at a speed of 150 in the heart’s track .. !! We returned to Haryana as far as Kulfi of the factory, Vinoti’s ‘Roti’ and Dhinodhar’s ‘Chonti’. Was heading towards and this Humsafar Express was to reach the destination of the wedding through many intricate roadblocks like social broken tracks, family red signal etc. (Read more now Struggling journey) Jagruti and Kiran tied a knot in their minds by deciding from school life to the last breath of life at any cost.
The news was that there would be many obstacles in getting married! (This was the work of a belly that could digest camel’s milk ..!) Kiran’s engagement was introduced four or five times in the house of Jagruti but for some reason it was ‘set’. You are very ‘late’ in eating ..! Despite trying to fill the pin from time to time, you don’t get mad at any cost and on the other hand, Velset Ravjibapa is asked for many daughters other than Di-Uge .. !! One of the reasons ..? Speaking of grandchildren and back-to-back appearances, the number one craftsman of the water filter machine used to repeat this Kiran Ekwat in front of Ravji Bapa and say, “Vahu, you are the only one who is aware”. In the end, my father put me under arms .. !! It was learned that Jagruti had gone to Balod City in Chhattisgarh, a typical 1500 km away, to visit his relatives. !! So it did not seem that the Sangh would reach Kashi but the minds of both were firm and it was decided on the strength of confidence that the Sangh would reach but a little late! On the night of Navratri ‘Mundra to Matador’ three brothers reached the third state after crossing two states ..! Without any help from outside, only strong morale lifted the awakening from Balod City at night. Driving on bumpy roads was a thorny form, but where you were supposed to reach on time, there was an accident of an ‘unexpected’ matador. !! The search for the awakened one in the back was done.! From the trains to the taxis, he made a fuss. Seeing this Gujarat parsing vehicle with an accident, he inquired at the check post and we gave the same answer and said, sir, we are our students, tomorrow is our exam. Please let him go .. !! As soon as he reached Mundra Byroad Chhanam, he put Jagruti back to his house on the condition of pressure from relatives, begging and marriage. Even though it has been three months since this begging, there was no response from the other party .. !! There was only one solution for this ..? Planned again. Kiran woke up for the second time on a cold winter night (between the shivering body and the dog’s antaferi). I have a lot of such real cases and stories. There are many talented boys around us or in the society who are really trying to succeed in business after completing their studies. Because they are not willing to marry their favorite character, in the end, like Kiran, many lovers have to try to run away. (It is a great pity how many characters have not been able to marry their loved ones within the limits of society and relatives:) And if some sing lifelong grief songs, then someone’s heart is weak. Commits suicide..😢 Kiran’s trumpet is sounding in Mundra. Water filter shop on house, plot and Barai-Road, then back to Adani port, contract for repairing filtered water machine .. !! Seeing such eloquent characters, my father Josh came to life .. This happy married life is seven years longer than today. Manoj Waghani and Nitin Bhadani’s best wishes for a glimpse of a page that is full of two children, busy in business, fun and great in life .. Friends Kiran – Jagruti’s love story and page glimpse activity, if you like it, please share and like it … (If you want to visit Mundra Port, contact Bhai Shri Kiran) “Jai Ho” Manoj Waghani .. 9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *